Lifestyle Desk : કંઈપણ મસાલેદાર, ચટપટું અને સ્વાદિષ્ટ કોને ન ખાવું ગમે! મસાલેદાર અને ચટપટું વાંચતાજ ચાટ, ચિપ્સ અને પાણીપુરી બર્ગર વગેરે ઘણા ફૂડ તમને યાદ આવી ગયા હશે. પરંતુ અહીં જાણીતા સ્ટ્રીટ ફૂડ્સની વાત નથી થઇ રહી, પરંતુ તેમના હેલ્થી ચાટની વાત કરી રહ્યા છીએ, કારણ કે, રકૂલ પ્રતિ સિંહ પણ માને છે કે હેલ્થીએ બોરિંગ નથી.
રકૂલ પ્રીત સિંહએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેયર કર્યો હતો અને કેપ્શન લખ્યું હતું કે, “હેલ્થીએ બોરિંગ નથી”, ન્યૂસ્ટ્રીશનિસ્ટ રાશિ ચૌધરીને ટેગ કરીને લખ્યું કે” હું આ રેસિપીથી એડિકટેડ છુ,❤️ #chaatlover,”
આ ભેલની રેસીપી માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ આરોગ્યપ્રદ પણ છે અને તેથી, ગમે ત્યારે લાગતી ભૂખને સંતોષવા માટે અથવા ચાના ટાઈમે નાસ્તા તરીકે પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે!
આ પણ વાંચો: Weight Loss: વજન ઘડવામાં મદદ પપૈયું, જાણો કેવી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
સામગ્રી :
ડુંગળી
ટામેટાં
ગાજર
મગની દાળ
સેવ
લીલી અને આમલીની ચટણી
સમારેલી કોથમીર
મમરા કે ક્રેકર્સ
આ પણ વાંચો: શું ફર્શ પર બેસવાથી કોઈ સ્વાસ્થ્ય લાભ થાય? જાણો એક્સપર્ટ શું કહે છે
રેસીપી:
એક બાઉલમાં બે ચમચી ડુંગળી, એક કપ ટામેટા, એક કપ ગાજર, થોડી પલાળેલી મગફળી, પ્રમાણસર મગ, એક ટેબલસ્પૂન સેવ (જો એડ કરવી હોઈ તો) ઉમેરો. થોડા મમરા, ( તમે બાફેલી મકાઈ, સમારેલું બીટ, બાફેલા મગ ચણા, ચાટ મસાલો, સ્વાદાનુસાર સંચળ અને મરી પાઉડર પણ એડ કરી શકો છો),તેમાં 1 ટેબલસ્પૂન લીલી ચટણી અને 2 ટેબલસ્પૂન આમલીની ચટણી મિક્ષ કરો. 2 ટેબલસ્પૂન સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો.
ન્યુટ્રિશનિસ્ટ રાશિ ચૌધરીએ પણ આ રેસીપી તેના ઇન્સ્ટાગ્રામ પર અગાઉ શેર કરી હતી.
આ પહેલીવાર નથી કે રકુલે તેના ફોલોઅર્સ સાથે હેલ્થ સંબંધી ટિપ્સ શેયર કરી હતી, આ ઉપરાંત, અભિનેત્રી ઘણીવાર તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ સાથે ફિટનેસ પોસ્ટ્સ અને ટીપ્સ શેર કરે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, અભિનેત્રીએ પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે કેટલાક યોગ આસનો કરતી જોવા મળી હતી.
અભિનેત્રીએ યોગાસન કરતા ફોટા શેયર કર્યા હતા અને કેપ્શન લખ્યું હતું કે, “યોગએ માનસિક સ્વાસ્થ્યનો ભાગ છે, યોગએ મુદ્રા છે, યોગ એ શાંતિ છે. તે એક પ્રવૃત્તિ કરતાં વધુ છે, તે જીવનનો એક માર્ગ છે,”