Papaya for Weight Loss: સ્વસ્થ રહેવા માટે બધાને ફળ ખાવાની સલાહ અપાય છે. મોસમી ફળ આપણે બધા ખાતા હોઈ છીએ, પરંતુ પપૈયું એક એવું ફળ છે જે આખું વર્ષ બજારમાં ઉપલબ્ધ હોય છે. પપૈયું દરેક મોસમમાં ખાઈ શકાય છે. સામાન્ય રીતે ઘણા લોકો પોતાનું પાચન તંત્ર સુધારવા માટે પપૈયાનું સેવન કરે છે.
આ સિવાય પપૈયુંમાં હાજર વિટામિન, ખનીજ અને એન્ટી ઓક્સિડેન્ટ સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે. આ ત્વચા અને હૃદય માટે ખુબજ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો પપૈયું વજન ઓછું કરવામાં પણ મદદગાર સાબિત થાય છે. આવો જાણીએ વજન ઘટાડવા માટે તમારે પપૈયું કેમ ખાવું જોઈએ?
હાઈ ફાઈબર:
હેલ્થ લાઈન મુજબ વજન ઘટાડવા માટે ડાયટ લિસ્ટમાં પપૈયું પણ ઉમેરી શકાય છે. કેમ કે તેમાં ફાઈબરની ઊંચી માત્રા હોય છે. તેનો મતલબ કે જયારે તમે પપૈયું ખાઓ છો તો તમને લાંબા સમય સુધી ભૂખ લગતી નથી. એવું કરવાથી બાકીના અસ્વસ્થ્ય ભોજન વધારે ખાવાથી બચી શકાય છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે.
ઓછી કેલરી:
NIH (National Library of Medicine) પર પ્રકાશિત એક રિસર્ચ મુજબ વજન ઘટાડવા માટે ડાયટનું પાલન કરતી વખતે એક સામાન્ય કેલરીના સેવનનું પણ ધ્યાન રાખે છે. એવામાં પપૈયું ખાવું સારું મનાય છે. ફળમાં કેલરી ઓછી હોઈ છે, પરંતુ પપૈયુંમાં બીજા ફળની તુલનામાં સૌથી ઓછી કેલરી હોય છે. એક કપ પપૈયામાં લગભગ 62 કેલરી હોય છે. આ રીતે તમારી કેલરી કાઉન્ટ થશે નહિ.
આ પણ વાંચો: Radish for Cold & flu: મૂળાનું સેવન શરદી-ખાંસીમાં રામબાણ ઉપાય
પપૈયામાં ખાંડની માત્રા ઓછી હોય છે:
મેડિકલ ન્યુઝ ટુડે મુજબ પપૈયામાં પ્રાકૃતિક ખાંડની માત્રા ખુબજ ઓછી હોય છે. આ કારણે સામાન્ય રીતે વજન ઓછું કરતા ફૂડ્સમાં સામેલ કરવાની સલાહ આપે છે. જે લોકો પોતાનું વજન કંટ્રોલ કરવા ઈચ્છે છે તેમને પ્રાકૃતિક શર્કરાની સાથે સાથે કૃત્રિમ શર્કરાનું સેવન ઓછું કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
પપૈયામાં ઘણા મહત્વપૂર્ણ વિટામિન:
હેલ્થ લાઈન અનુસાર પપૈયામાં વિટામિન એ અને વિટામિન ઈ સહિત વિટામિન હોય છે. પપૈયામાં ઉપલબ્ધ બધા વિટામિન અને ખનીજ વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આટલુંજ નહિ, તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ કરે છે.
આ પણ વાંચો: ભૂતપૂર્વ WHO ચીફ સાયન્ટિસ્ટ : કોવીડ-19 રસીનો ત્રીજો ડોઝ ગંભીર રોગ અને મૃત્યુ સામે આપી શકે રક્ષણ
મેટાબોલિક રેટ વધી જાય:
નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન પર પબ્લિશ એક શોધ મુજબ વજન ઓછું કરવા માટે આ ખુબજ જરૂરી છે કે તમારું મેટાબોલિઝ્મ સારી રીતે કામ કરે. જો તમારા બોડીનું મેટાબોલિઝ્મ લેવલ રેટ ઓછું હોય તો વજન ઘટાડવાના તમારા બધા પ્રયત્નો બેકાર થઇ જાય છે. પપૈયું ખાવાથી તમારું પાચન તંત્ર સુધરે છે. અને તમારું મેટાબોલિઝ્મ સારું થાય છે. તેથી વજન ઝડપથી ઘટે છે.
આ વાતનું ખાસ ધ્યાન રાખો કે, પપૈયું સ્વાદિષ્ટ હોય છે. જો કે, વજન ઘટવામાં મદદ કરે છે. પરંતુ વધારે માત્રામાં તેનું સેવન કરવાથી બચવું જોઈએ. ડોક્ટર પાસેથી સલાહ લેવી જોઈએ અને પપૈયા યોગ્ય પ્રમાણમાં લેવું જોઈએ.