scorecardresearch

ભૂતપૂર્વ WHO ચીફ સાયન્ટિસ્ટ : કોવીડ-19 રસીનો ત્રીજો ડોઝ ગંભીર રોગ અને મૃત્યુ સામે આપી શકે રક્ષણ

Third dose of Covid-19 vaccine : રસીકરણ (vaccination) એ મુખ્ય અને શક્તિશાળી નિવારક છે. રસીની પહોંચની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે હજુ પણ અસમાનતા છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. ટૂંકા ગાળામાં, આ દેશો (9માં <10 ટકા છે અને લગભગ 50 દેશોમાં <40 ટકા કવરેજ છે) રસીકરણ કવરેજને વિસ્તૃત કરવા માટે આરોગ્ય પ્રણાલીના સપોર્ટની જરૂર છે.

ભૂતપૂર્વ WHO ચીફ સાયન્ટિસ્ટ : કોવીડ-19 રસીનો ત્રીજો ડોઝ ગંભીર રોગ અને મૃત્યુ સામે આપી શકે રક્ષણ

 Anuradha Mascarenhas : ડૉ. સૌમ્યા સ્વામીનાથન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક કહે છે કે, ભલે COVID-19 નીઆગાહી કરવી મુશ્કેલ છે, તે ધીમે ધીમે સ્થાનિક ચેપ (endemic infection) માં સ્થાઈ થશે. અને એક માત્ર રસીકરણ મુખ્ય અને શક્તિશાળી નિવારક બની રહેશે. “વેક્સિનના એક્સેસને લઈને હજુ પણ વૈશ્વિક સ્તરે અસમાનતા છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. અત્યાર સુધી, મૂળ વેક્સિનનો ત્રીજો ડોઝ પણ સારી રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે અને તેનો ઉપયોગ એવા તમામ દેશોમાં થવો જોઈએ જ્યાં બાયવેલેન્ટ વેક્સીન ઉપલબ્ધ નથી.”

ચીન અને કેટલાક દેશોમાં કોવિડ ચેપમાં ઝડપથી વધારો થયો છે. આપણી ભૌગોલિક નિકટતા અને વધતી ફ્લાઇટ્સને જોતાં, શું આપણે નવી વેવ વિશે ચિંતા કરવાની જરૂર છે?

જયારે વિશ્વ નોર્મલ સ્થિતિમાં પાંચ આવવા અને કોવિડને ભૂલી જવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે (VoCs) નો ઉદભવ અને તેવા પ્રકારોએ મુખ્ય ચિંતા હોઈ શકે છે. જેમ અગાઉ 3 વર્ષમાં થયું છે તે અંગે વિચારીએ તો વાયરસના નવા વેરિએન્ટ પણ આવી શકવાની શક્યતા છે. વાયરસ સતત વિકસિત થઇ રહ્યો છે. અને દરેક નવા વેરિએન્ટ પ્રસારણક્ષમતા વધારે હોવાની સંભાવના છે.

આ પણ વાંચો: ઉઝબેકિસ્તાનમાં ભારતમાં બનેલી સીરપ પીવાથી 18 બાળકોના મોત

ચીનની હાલની પરિસ્થિતિ તે છે કે 2022 માં અગાઉ જે દેશોમાં વાયરસનું ટ્રાન્સમિશન ઓછું હતું અને પછી પ્રતિબંધો હટાવતા ફરી કેસોની સંખ્યમાં વધારો થયો છે. કારણ કે ચીનમાં લોકો નેચરલ ઇન્ફેકશનના સંપર્કમાં આવ્યા નથી અને વેક્સીન પ્રેરિત રોગપ્રતિકારક શકિત ઓછી થવાનું વલણ ધરાવે છે. આ ઉપરાંત વૃદ્ધોને વેક્સિનનો પહેલો ડોઝ પણ મળ્યો નથી. વસ્તીનો મોટોભાગ ઓમિક્રોનના સબ વેરિએન્ટ માટે સંવેનદશીલ છે. તેથી વેરિએન્ટસ પર નજર રાખવી જરૂરી છે.

ઓમિક્રોન વેરિયન્ટ્સ માટે પણ બાયવેલેન્ટ રસીઓ અસરકારક હોવાનું નોંધવામાં આવ્યું છે. પરંતુ ભારત પાસે બાયવેલેન્ટ રસી નથી. ત્યારે આપણે શું કરવું જોઈએ?

જયારે અપડેટ કરાયેલ બાયવેલેન્ટ વેક્સીનમાં મૂળ વાયરસ અને ઓમિક્રોન બંને પ્રકારના એન્ટિજેન્સ હોય છે. તે ખુબજ સેફ અને વ્યાપક રોગપ્રતિકારક શકિત મજબૂત બનાવે તેવું દર્શાવામાં આવ્યું છે. અત્યાર સુધી માત્ર mRNA વેક્સિનને મંજુરી આપવામાં આવી હતી. જયારે બુસ્ટર તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે બાયવેલેન્ટ વેક્સીન મૂળ વેક્સીનથી થોડી ચડિયાતી હોઈ શકે છે. પરંતુ મૂળ રસીનો ત્રીજો ડોઝ પણ અસરકારક સાબિત થાય છે અને તેનો ઉપયોગ એવા તમામ દેશોમાં થવો જોઈએ જ્યાં બાયવેલેન્ટ વેક્સીન ઉપલબ્ધ નથી.

તે ઘણા પરિબળો પર આધાર રાખે છે જેમાં વ્યક્તિની ઉંમર, વેક્સીન,અંતર્ગત શરતો અને ત્રીજી રસીકરણ પછી કેટલો સમય પસાર થઇ ગયો છે. વધારે જોખમ ધરાવતા લોકો માટે (જેમ કે વૃધ્ધો), ચોથો ડોઝ રોગપ્રતિકારક શકિતને વધુ વેગ આપશે અને રોગ સામે વધુ રક્ષણ આપશે(જો કે કામ ચલાઉ પણ હોઈ શકે છે). બુસ્ટર વેક્સીનના પ્રકાર અંગે વધુ સંશોધન કરવાની જરુર છે. ખાસ કરી ને ભારત જેવા દેશોમાં, ત્યાં તાજેતરમાં મ્યુકોસલ રોગપ્રતિકારક શકિતને વધારવાથી નેઝલ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે, જયારે બુસ્ટર તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે ચેપ અટકાવી શકે છે, પરંતુ તેના માટે કાળજીપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે.

આ પણ વાંચો: Coronavirus : ચીનામાં વધતા કોવિડ કેસો અંગે હેલ્થ મિન્સ્ટ્રીએ કહ્યું “ભારત માટે આગામી 40 દિવસ મહત્વના”

શું વાર્ષિક બૂસ્ટર શોટની જરૂર છે?

મૂળ વુહાન વાયરસના સ્ટ્રેનનો ઉપયોગ કરીને વિકસાવામાં આવેલી વેક્સીન,ઓમિક્રોન VOC સાથે ચેપ સામેની તેમની અસરકારકતા ઘટી હોવા છતાં, ગંભીર રોગ અને મૃત્યુને રોકવામાં હજુ પણ સારી છે, પરંતુ વ્યાપક અને ટકાઉ રોગપ્રિતકારક શકિત વિકસાવવા માટે ત્રણ ડોઝ (બે પ્રાથમિક અને એક બૂસ્ટર) લેવા જરૂરી છે. આપણને હજુ પણ ખબર નથી કે વાર્ષિક બુસ્ટરની જરૂર પડશે કે કેમ, પરંતુ આપણ આપણે જાણીએ છીએ કે કે સમય જતા રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે, જેમાં પણ ખાસ કરીને વૃધ્ધોમાં. તેથી સુનિશ્ચિત થવું જોઈએ કે સંપૂર્ણ વેક્સીન આપવામાં આવેલ લોકો જેમ કે વૃધ્ધો, રોગપ્રતિકારક શકિત ધરાવે છે કે નહિ?

કોવિડ-19ના કેસો અટકાવવા માટે હવે શું થઇ શકે?

જ્યારે તેની આગાહી કરવી મુશ્કેલ છે, તે ધીમે ધીમે સ્થાનિક ચેપમાં સ્થાયી થશે. કદાચ રોગ મૃત્યુનું કારણ બની પણ શકે છે. ગયા અઠવાડિયે, ડબ્લ્યુએચઓ (WHO )એ 10,000 મૃત્યુની જાણ કરી હતી, જે સંખ્યા હજુ પણ વધારે છે. આપણે ઉપલબ્ધ તમામ સાધનોનો ઉપયોગ ચાલુ રાખવાની જરૂર છે, જેમાં એન્ટિવાયરલ દવાઓ જેવી કે નિર્મતાલાવીર-ટીટોનાવીર ( Nirmatelavir-Titonavir) (PQ તાજેતરમાં ભારતીય જેનરિકને આપવામાં આવી છે), સમયસર નિદાન અને સહાયક સારવાર વધુમાં, આપણે ભીડને ટાળીને, બીમાર હોય ત્યારે ઘરે રહીને, ભીડવાળી જગ્યાએ માસ્ક કરીને અને ઘરમાં વેન્ટિલેશનમાં સુધારો કરીને આપણા જોખમથી બચવા માટે આ પ્રયાસો ચાલુ રાખવાની જરૂર છે. આ સાવચેતીઓ માત્ર કોવિડ જ નહીં પરંતુ અન્ય શ્વસન ચેપને પણ રોકવામાં મદદ કરશે. સતત દેખરેખ અને અલગ વાયરસ જીનોમમાં થતા ફેરફારો વિશે માહિતગાર રાખવી પણ જરૂરી છે.

આ પણ વાંચો :ભારતમાં કોરોના વાયરસનો ખતરો : બે દિવસમાં 39 વિદેશી પ્રવાસીઓ પોઝિટિવ આવ્યા

રસીકરણ એ મુખ્ય અને શક્તિશાળી નિવારક છે. રસીની પહોંચની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે હજુ પણ અસમાનતા છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. ટૂંકા ગાળામાં, આ દેશો (9માં <10 ટકા છે અને લગભગ 50 દેશોમાં <40 ટકા કવરેજ છે) રસીકરણ કવરેજને વિસ્તૃત કરવા માટે આરોગ્ય પ્રણાલીના સપોર્ટની જરૂર છે. લાંબા ગાળામાં, આરોગ્ય પ્રણાલીને મજબૂત બનાવવી, આરોગ્ય કર્મચારીઓમાં રોકાણ અને લેબોરેટરી ક્ષમતા તેમજ ઉત્પાદન અને ટેક્નોલોજી ટ્રાન્સફર એ રોગચાળાને રોકવા માટેના મુખ્ય પગલાં છે.

Web Title: Covid 19 cases who chief scientist somiya svaminathan endemic pandemic third dose vaccine

Best of Express