ભારત માટે એક માઠા સમાચાર આવ્યા છે. ઉઝબેકિસ્તાનમાં ભારતમાં બનેલી સીરપ પીવાથી 18 બાળકોના મોત થયા છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે. ઉઝબેકિસ્તાનની સરકારે એવો દાવો કર્યો છે. ભારતમાં બનેલી સીરપ પીવાથી બાળકો બીમાર પડ્યા અને તેના કારણે 18 બાળકોએ ગુમાવ્યો છે. ઉઝબેકિસ્તાનની સરકારે આપેલી માહિતી અનુસાર આ સીરપ બનાવનાર ભારતનું નામ મેરિયન બાયોટેક છે અને બાળકો જે સીરપ પીધી હતી તેનું નામ ડોક-1 મેક્સ હતું. નોંધનિય છે કે, થોડાક મહિના પહેલા આફ્રિકાના ગામ્બિયા દેશમાં ભારતમાં બનેલી સીરપ પીવાથી મોટી સંખ્યામાં બાળકોના મોત થતા ભારે વિવાદ થયો હતો.
સીરપમાં ખતરનાક તત્વો મળ્યા
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ સીરપમાં ઇથિલિન ગ્લાયકોલ હોય છે. મંત્રાલયે જણાવ્યુ કે, “ગ્લાયકોલ એ પદાર્થ ઝેરી છે, અને 95 ટકા કોન્સેટ્રેટેડ સોલ્યુશનના આશરે 1-2 મિલી/કિલો દર્દીના આરોગ્યમાં ગંભીર ફેરફારો લાવી શકે છે. તેનાથી ઉલટી, બેહોશ થવું, આંચકી આવવી, હૃદયની સમસ્યાઓ અને કિડનીની સમસ્યાઓ થાય છે.”
બાળકોએ કેટલા દિવસ આ સીરપ પીધી
મીડિયા રિપોર્ટ અનુસાર ઉઝબેકિસ્તાન ભારતમાં બનેલી સીરપ પીધા બાદ જે બાળકોના મોત થયા છે તેમમે બેથી સાત દિવસ સુધી સીરપ પીધી હતી. બાળકોને ડોક-1 મેક્સ સીરપના ડોઝ એક દિવસમાં ત્રણથી ચાર વખત 2.5 મિલીથી 5 મિલી સુધી પીવડાવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર આ દવાનો મુખ્ય ઘટક પેરાસિટામોલ છે. ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે આ દવાને એક લેબોરેટરીમાં તપાસ માટે આપી છે.
અગાઉ ગામ્બિયામાં આવી ઘટના ઘટી, જેમાં 66 બાળકોના મોત થયા
ઉલ્લેખનિય છે કે, થોડાક મહિના પહેલા ડ આફ્રિકન દેશ ગામ્બિયામાં ભારતીય કંપની દ્વારા બનાવેલી સીરપ પીવાથી 66 બાળકોના મોત થયા હતા. ભારતીય ફાર્મા ફર્મ મેઇડન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા બનાવવામાં આવેલી ચાર પ્રકારની સીરપ પીવાથી બાળકો થવાના મોતની ઘટના બની હતી. ગામ્બિયા નેશનલ એસેમ્બલીની પસંદગીની સમિતિએ કહ્યુ કે, આ સીરપ પીધા બાદ ફેફસાંમાં ચેપ લાગવાને કારણે બાળકોના મોત થતા મેઇડન ફાર્મા કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. સાથે સાથે ગામ્બિયામાં આ કંપનીએ બનાવેલી પ્રોડક્ટના વેચાણ પર પ્રતિબંધ કરવો અને તેની વિરદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
જૂન અને નવેમ્બર 2022 દરમિયાન ગામ્બિયામાં 82 બાળકોને ગંભીર કિડનીન બીમારી હોવાની પુષ્ટિ થઈ હતી. જેમાંથી 66 બાળકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર, સમિતીનું માનવું છે કે મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દોષિત છે અને તેને ખરાબ દવાઓની નિકાસ માટે જવાબદાર ઠરાવવામાં આવે, જેના કારણે ઓછામાં ઓછા 66 બાળકોએ જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચોઃ Gambiaમાં 66 બાળકોના મોત, WHOએ ભારતીય કંપનીના કફ સિરપને લઈ જાહેર કર્યું એલર્ટ
અહેવાલ મુજબ, સીરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ મળી આવ્યું હતું. સમિતિએ કહ્યું કે ભારતમાં મેઇડન ફાર્માસ્યુટિકલ્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ તેમના ઈમેલ અને કોલનો જવાબ આપી રહ્યા નથી.