Dahi Vada Recipe: ઓઈલ ફ્રી દહીં વડા રેસીપી, તેલમાં તળવાની ઝંઝટ નહીં, ખાવામાં પણ ટેસ્ટી

Oil Free Dahi Vada Recipe In Gujarati : દહીં વડા ટેસ્ટી વાનગી છે, જો કે વડા તેલમાં તળેલા હોવાથી ઘણા લોકો ખાવાનું ટાળે છે. અહીં અપ્પે સ્ટાઇલમાં ઓઈલ ફ્રી દહીં વડા બનાવવાની સરળ રેસીપી આપી છે, જે તમારે ઘરે ટ્રાય કરવી જ જોઇએ

Oil Free Dahi Vada Recipe In Gujarati : દહીં વડા ટેસ્ટી વાનગી છે, જો કે વડા તેલમાં તળેલા હોવાથી ઘણા લોકો ખાવાનું ટાળે છે. અહીં અપ્પે સ્ટાઇલમાં ઓઈલ ફ્રી દહીં વડા બનાવવાની સરળ રેસીપી આપી છે, જે તમારે ઘરે ટ્રાય કરવી જ જોઇએ

author-image
Ajay Saroya
New Update
Appe Pan Dahi Vada Recipe | Dahi Vada Recipe | Oil Free Dahi Vada Recipe | Non Fried Dahi Vada Recipe

Non Fried Dahi Vada Recipe : તેલમાં તળિયા વગર દહીં વડા બનાવવાની રીત. Photograph: (Social Media)

Oil Free Dahi Vada Recipe : દહીં વડા ઉત્તર ભારતની પ્રખ્યાદ વાનગી છે. અડદની દાળના વડા સાથે દહીં અને ચાટ મસાલા માંથી બનતા દહીં વડા બહુ જ ટેસ્ટી લાગે છે. દહીં વડા મોટાભાગે લગ્ન પ્રસંગો અને હોટેલમાં વધારે મળે છે. ઘણી જગ્યાએ લારી ઉપર પણ દહીં વડા વેચાતા હોય છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે સારા છે કે નહીં તેની ચિંતા હોય છે. ઉપરાંત દહીં વડા માટે અડદના વડા તેલમાં તળવામાં આવે છે. જેથી ઘણા લોકો તે ખાવાનું ટાળે છે.

Advertisment

જો તમે દહીં ખાવાના શોખીન છો પણ તેલમાં તળેલી ચીજ ખાવાનું ટાળો છો, અહીં તમારા માટે ઓઇલ ફ્રી દહીં વડા બનાવવાની રેસીપી આપી છે. જી હાં, તેલમાં વડા તળિયા વગર પણ દહીં વડા બનાવી શકાય ચે.

દહીં વડા બનાવવા માટે સામગ્રી

અડદની દાળ : 1 વાટકી
દહીં :  500 ગ્રામ
લીલા મરચા : 3 - 4 નંગ
કાળા મરી પાઉડર : 1 ચમચી 
લાલ મરચું પાવડર : 1 ચમચી 
જીરું પાવડર : 1 ચમચી 
લીલી ચટણી : 2-3 ચમચી 
આમલી ગોળની ચટણી : 2-3 ચમચી
તેલ : 5-6 ચમચી 
બેકિંગ સોડા : 1 ચમચી
કાળું મીઠું : સ્વાદ મુજબ
ચાટ મસાલા : સ્વાદ અનુસાર

ઓઈલ ફ્રી દહીં વડા કેવી રીતે બનાવવો (Oli Free Dahi Vada Recipe)

દહી વડા બનાવવા માટે સૌથી પહેલા અડદની દાળને 5 થી 6 કલાક કે આખી રાત પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ સવારે તેને મિક્સર જારમાં પીસીને ઘટ્ટ ખીરું બનાવો. આ ખીરાને એક વાસણમાં કાઢી લો. તેમા સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. પછી તેને 5 થી 10 મિનિટ સુધી સારી રીતે ફેંટી લો.

Advertisment

હવે એક વાટકીમાં પાણી લો, તેમા થોડુંક ખીરું નાંખો. જો ખીરું પાણીમાં તરત જ ઉપર તરવા લાગે તો સમજવું કે ખીરું વડા બનાવવા માટે તૈયાર છે. જો ખીરું પાણીમાં નીચે બેસી જાય તો તેને ફરી હાથ વડે ફેંટો. જ્યાં એકદમ પરફેક્ટ ખીરું બની જય ત્યારે અપ્પે પેનમાં વડા બનાવો.

ગેસ પર એક અપ્પે પેન સહેજ તેલ લગાવી ગરમ કરો. અપ્પે પેનમાં ચમચી વડે અડદ દાળની ખીરું રેડો. તેને 5 થી 7 મિનિટ સુધી ઢાંકીને શેકો. તેવી જ રીતે બીજી બાજુથી અપ્પેને સહેજ બ્રાઉન થાય સુધી શેકવાના છે. અડદની દાળના વડા બહુ કડક શેકવાના નથી. 

અપ્પે પેનમાં વડા બની ગયા બાદ તેને પાણી કે છાશમાં 2 થી 4 કલાક સુધી પલાળી રાખો. આ દરમિયાન દહીં વડા માટેનું દહીં, આમલી ગોળની ચટણી, લીલા મરચા અને ફુદીનાની તીખી ચટણી તૈયાર કરી રાખો. 

આ પણ વાંચો | શિયાળામાં શરીરને ગરમ રાખશે આ દેશી વાનગી, સ્વાદ સાથે પોષણ મળશે

હવે એક બાઉલમાં વડા મૂકો, તેની ઉપર દહીં રેડો. પછી આ ખાટી મીઠી ચટણી, ગ્રીન ચટણી, ચાટ મસાલો, જીરું પાઉડર અને કાળું મીઠું ભભરાવો. તેની ઉપર દાડમના દાણા અને ઝીણી સેવન ભભરાવી સર્વ કરો. દહીં વડા સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે પણ સારા હોય છે. 

જીવનશૈલી ભોજન રેસીપી