Bajra Badam Halwa Recipe : શિયાળામાં શરીરને ગરમ રાખશે આ દેશી વાનગી, સ્વાદ સાથે પોષણ મળશે

Bajra Badam Halwa Recipe In Gujarati : શિયાળાની શરીરને ઠંડીથી બચાવવા બાજરી બદામ હલવો ખાવો જોઇએ. આ દેશી વાનથી શરીરને અંદરથી ગરમી આપે છે અને મજબૂત બનાવે છે.

Bajra Badam Halwa Recipe In Gujarati : શિયાળાની શરીરને ઠંડીથી બચાવવા બાજરી બદામ હલવો ખાવો જોઇએ. આ દેશી વાનથી શરીરને અંદરથી ગરમી આપે છે અને મજબૂત બનાવે છે.

author-image
Ajay Saroya
New Update
Bajra Badam Halwa Recipe

Homemade Bajra Badam Halwa Recipe : ઘરે બાજરી બદામ હલવો બનાવવાની રીત. Photograph: (Jansatta)

Bajra Badam Halwa Recipe : શરીરમાં ઠંડી ન લાગે અને બીમારી ન થાય તેની માટે માત્ર ગરમ કપડાં પહેરવા જરૂરી નથી. શરીરને ઠંડી બચાવવા માટે પોષણથી ભરપૂર ગરમ ચીજ ખાવી પણ જરૂરી છે. એવી વસ્તુઓ જે માત્ર શરીરને ગરમ જ નહીં પણ અંદરથી મજબૂત બનાવે. મોટાભાગના લોકો શિયાળામાં ગાજરનો હલવો ખાવાનું પસંદ છે.

Advertisment

જે લોકો પૌષ્ટિક વસ્તુઓ ખાવાના શોખીન છે તેઓ મગની દાળનો હલવો, અખરોટનો હલવો, ડ્રાય ફ્રૂટ્સનો હલવો ખાય છે. પરંતુ જો આપણે એવી હલવાની વાત કરીએ જે શિયાળામાં શરીરને અંદરથી હૂંફ આપવાની સાથે સાથે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ હોય તો તમે એક વાર બાજરી બદામનો હલવો ટ્રાય કરી જુઓ. તેની અસર ગરમ હોય છે, જે ઠંડીની અસરોને ઘટાડવામાં મદદ કરે છે. ચાલો જાણીએ બાજરી બદામ હલવો બનાવવાની રીત.

બાજરી બદામ હલવો કેવી રીતે બનાવવો? : Bajra badam halwa Recipe 

બાજરી
બદામ
ગોળ
ઘી
એલચી પાઉડર
પાણી

Bajra badam halwa Recipe : બાજરી બદામ હલવો બનાવવાની રીત 

બાજરી બદામ હલવો બનાવતા પહેલા તમારે થોડી તૈયારીઓ કરવી પડશે. જેમ કે બાજરીને પહેલા શેકી લો. પછી તેને પીસીને બરછટ લોટ તૈયાર કરો. આ સાથે બદામને કાપીને બાજુમાં રાખી મૂકો.

હલવો બનાવવા માટે એક કઢાઇમાં ઘી ગરમો કરો, તેમા બરછટ બાજરીનો લોટ ઉમેરો. તેને મીડિયમ તાપે સારી રીતે શેકો. તે શેકાઇ જાય પછી તેમા બદામના ટુકડા ઉમેરો. જ્યાં સુધી તે સોનેરી ન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરો. હવે તેમા ગોળ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરો. જ્યારે બાજરીનો લોટ અને ગોળ બરાબર મિક્સ થાય પછી તેમા ફરી થોડુંક ઘી ઉમેરો અને સારી રીતે પકવવા દો. 

Advertisment

આ પણ વાંચો | માવા વગરની મગ દાળ બરફી રેસીપી, સ્વાદિષ્ટ અને પ્રોટિનથી ભરપૂર

છેલ્લે બાજરી બદામ હલવો બની જાય પછી તેમા એલચી પાઉડર અને ડ્રાયફૂટ્સના ટુકડા ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. આ બાજરી હલવાને ગરમાગરમ ખાવાથી શિયાળાની ઠંડીમાં શરીરને અંદરથી ગરમીની મળે છે. 

જીવનશૈલી ભોજન રેસીપી