Moong Dal Barfi Recipe: માવા વગરની મગ દાળ બરફી રેસીપી, સ્વાદિષ્ટ અને પ્રોટિનથી ભરપૂર

Recipe for Moong Dal Barfi : મગ દાળ બરફી ઓછી સામગ્રીમાં ઝડપથી બની જાય છે. અહીં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ માવા વગર મગ દાળ બરફી બનાવવાની સરળ રીત આપી છે. આ મીઠાઇ કોઇ પણ તહેવારે ઘરે સરળતાથી બનાવી શકાય છે.

Recipe for Moong Dal Barfi : મગ દાળ બરફી ઓછી સામગ્રીમાં ઝડપથી બની જાય છે. અહીં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ માવા વગર મગ દાળ બરફી બનાવવાની સરળ રીત આપી છે. આ મીઠાઇ કોઇ પણ તહેવારે ઘરે સરળતાથી બનાવી શકાય છે.

author-image
Ajay Saroya
New Update
Moong Dal Barfi Recipe | Moong Dal Barfi Recipe in Gujarati

Moong Dal Barfi Recipe : મગ દાળ બરફી બનાવવાની રીત. Photograph: (Social Media)

Homemade Moong Dal Barfi Recipe : બરફી પ્રખ્યાત મીઠાઇ છે. મોટાભાગે આપણે માવા માંથી બનેલી બરફી ખાધી હશે. જો ક આજકાલ માવામાં ભેળસેળ થતી હોય છે. આવી સ્થિતિમાં બજારમાં વેચાતી બરફી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. જો તમે બરફી ખાવાની શોખીન છો તો માવા વગર મગ દાળની બરફી બનાવી શકાય છે. ઘરમાં રહેલી સામગ્રી માંથી બની જતી મગ દાળ બરફી સ્વાદષ્ટિ અને પ્રોટિનથી ભરપૂર હોય છે. જાણો મગ દાળ બરફી બનાવવાની રીત.

Advertisment

મગ દાળ બરફી બનાવવા માટે સામગ્રી

મગ દાળ : 1 વાટકી
દૂધ : 1 કપ
ખાંડ : 1 કપ
ઘી : 2 થી 3 ચમચી
એલચી પાઉડર : 1 નાની ચમચી
ડ્રાયફૂટ્સના ટુકડા : 1 કપ 

Moong Dal Barfi Recipe : મગ દાળ બરફી બનાવવાની રીત

સૌથી પહેલા મગ દાળ પાણીમાં સારી રીતે ધોઇ લો. પછી તેને 2 થી 3 કલાક સુધી પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ આ દાળ પ્રેશર કુકરમાં 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી બાફો.

હવે બફાયેલી મગ દાળ ઠંડી થયા બાદ તેની મિક્સર જારમાં પેસ્ટ બનાવો. જો જરૂર લાગે તો દાળ પીસતી વખતે થોડુંક પાણી ઉમેરી શકાય છે, જેનાથી દાળની પેસ્ટ એકદમ ચીકણી અને નરમ બને છે

Advertisment

હવે એક કઢાઇમાં ઘી ગરમ કરો. તેમા મગ દાળની પેસ્ટને મીડિયમ તાપે 5 થી 7 મિનિટ સુધી શેકો. દાળ શેકતી વખતે સતત હલાવતા રહો. ત્યારબાદ તેમા દૂધ ઉમેરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી પકવવા દો.

મગ દાળનું મિશ્રણ ઘટ્ટ થાય પછી ખાંડ અને એલચી ઉમેરી સારી રીતે મિક્સ કરો. તેને ધીમા તાપે 10 થી 12 મિનિટ સુધી પકવવો. મગ દાળ માંથી ઘી છુટું પડવા લાગે એટલે સમજવું કે તે બરાબર રંધાઇ ગયું છે.  

હવે એક થાળી કે ટ્રેમાં ઘી લગાવો. પછી તેમા ગરમાગરમ મગ દાળનું મિશ્રણ રેડી તેને સમતલ કરી દો. તેની ઉપર બારીક કાપેલા ડ્રાયફૂટ્સના ટુકડા ઉમેરો. આ મિશ્રણ ઠંડુ થયા બાદ તેને સેટ થવા માટે ફ્રિજમાં 1 થી 2 કલાક રાખી મૂકો. બરફી બરાબર જામી પછી તેને કટર કે ચાકુ વડે કાપી લો. 

આ પણ વાંચો | ઉત્તરાયણ સ્પેશિયલ દાળિયા ચીકી રેસીપી, બહારથી ક્રન્ચી અને અને અંદરથી નરમ

આ રીતે ઘરે બનાવેલી મગ દાળ બરફી, ઉત્તરાયણ, દિવાળી, રક્ષાબંધન કે હોળી જેવા તહેવાર કે પ્રસંગોમાં બનાવી શકાય છે. મગ દાળ બરફી પ્રોટિન અને વિવિધ પોષક તત્વોથી ભરપૂર હોય છે.

જીવનશૈલી ભોજન રેસીપી