Daliya Chikki Recipe : ઉત્તરાયણ સ્પેશિયલ દાળિયા ચીકી રેસીપી, બહારથી ક્રન્ચી અને અને અંદરથી નરમ

Uttarayan Special Daliya Chikki Recipe : ઉત્તરાયણ પર તલ ચીકી અને સીંગ ચીકી સાથે દાળિયાની ચીકી પણ ખાવામાં આવે છે. ગોળ અને દાળિયામાંથી બનેલી આ ચીકી પ્રોટીનથી ભરપૂર હોય છે. અહીં બહારથી ક્રન્ચી અને અંદરથી નરમ દાળિયા ચીકી બનાવવાની રીત જણાવી છે.

Uttarayan Special Daliya Chikki Recipe : ઉત્તરાયણ પર તલ ચીકી અને સીંગ ચીકી સાથે દાળિયાની ચીકી પણ ખાવામાં આવે છે. ગોળ અને દાળિયામાંથી બનેલી આ ચીકી પ્રોટીનથી ભરપૂર હોય છે. અહીં બહારથી ક્રન્ચી અને અંદરથી નરમ દાળિયા ચીકી બનાવવાની રીત જણાવી છે.

author-image
Ajay Saroya
New Update
Daliya Chikki Recipe | Roasted Puff Chana Chikki Recipe | Chikki Recipe |

Daliya Chikki Recipe : દાળિયા ચીકી બનાવવાની રીત. Photograph: (@FoodseFitnessGujarati)

Uttarayan Special Daliya Chikki Recipe In Gujarati : ઉત્તરાયણ પર તલ ચીકી, સીંગ ચીકી, દાળિયા ચીકી વગેરે પ્રકારની ચીકી ખાવામાં આવે છે. આ ચીકી ખાવામાં સ્વાદિષ્ટ હોય છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. અહીં પ્રોટીનથી ભરપૂર દાળિયા ચીકી બનાવવાની રેસીપી આપી છે. ગોળ અને દાળિયા માંથી બનેલી ચીકી હેલ્થ મારે બહુ સારી માનવામાં આવે છે. અહીં બહારથી ક્રન્ચી અને અંદરથી નરમ દાળિયા ચીકી બનાવવાની રીત જણાવી છે. 

Advertisment

Daliya Chikki Recipe : દાળિયા ચીકી બનાવવાની સામગ્રી

દાળિયા : 1 વાટકી
ગોળ : 1 વાટકી
ઘી : 1 ચમચી
બેકિંગ સોડા : 1/4 ચમચી

Daliya Chikki Recipe : દાળિયા ચીકી બનાવવાની રીત

દાળિયાન ચીકી બનાવવા માટે સૌ પ્રથમ એક જાડા તળિયા વાળી કઢાઇમાં ગોળનો પાયો બનાવો. ગેસ ચાલુ કરી કઢાઇમાં એક વાટકી ગોળના નાના ટુકડા નાંખી તેને ઓગાળો. ગોળનો પાયો બનાવતી વખતે ગેસની આંચ ધીમી રાખવી. આ દરમિયાન ગોળને સતત હલાવતા રહો, જેથી તે દાઝે નહીં. ગોળના પાયામાં બબલ આવવા લાગે ત્યાં સુધી સતત હલાવતા રહો.  જો ગોળનો પાયો કાચો રહેશે તો બરાબર સ્વાદ નહીં આવે. જો ગોળનો પાયો વધારે કડક હશે તો ચીકી પણ કડક બનશે. આથી દાળિયાની ચીકી બનાવતી વખતે ગોળનો પાયો પરફેક્ટ રાખવો જરૂરી છે.

ગોળના પાયામાં બબલ આવવા લાગે ત્યારે તેમા એક 1 ચમચી ઘી અને 1/4 ચમચી બેકિંગ સોડા ઉમેરો. આ બંને વસ્તુ ઉમેરવાથી દાળિયાની ચીકી અંદરથી નરમ બને છે. 

ગોળના પાયો તૈયાર થયા બાદ તેમા દાળિયા ઉમેરી ફટાફટ સારી રીતે મિક્સ કરો. ગોળનો પાયો ગરમ હોય ત્યારે સામગ્રી મિક્સ કરવામાં અને ચીકી બનાવવામાં ઉતાળવ રાખવી. પાયો ઠંડો થયા બાદ ચીકી બનશે નહીં.

Advertisment

આ પણ વાંચો |  ક્રિસ્પી અને ટેસ્ટી મસાલા ભાખરી રેસીપી, 2 થી 3 દિવસ સુધી ફ્રેશ રહેશે

હવે એક જાડા પ્લાસ્ટિક પર ઘી કે તેલ લગાવો. તેના પર ગોળના પાયા વાળા દાળિયા નાંખો. તેને હાથ કે વાટકી વડે સમતલ ચોરસ પાથરી દો. આ કામ વેલણ વડે પણ કરી શકાય છે. ચીકી સહેજ ઠંડી થયા બાદ તરત જ તેને કટર કે ચાકુ વડે કટ કરી લો. પાછળથી ચીકી કાપવામાં મુશ્કેલી પડશે. આ રીતે ઘરે બનાવેલી દાળિયા ચીકી 15 દિવસ સુધી ફ્રેશ રહેશે. 

ભોજન રેસીપી જીવનશૈલી