/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/dal-palak-recipe.jpg)
ઢાબા વાળા આવી રીતે બવાવે છે ટેસ્ટી દાળ પાલક. (તસવીર: સોશિયલ મીડિયા)
Dal Palak Recipe: દાળ પાલક ખુબ જ પ્રખ્યાત અને હેલ્થી ઉત્તર ભારતીય રેસીપી છે. દાળ પાલકમાં ભરપૂર પ્રોટીનની સાથે ઘણા એવા તત્વો જોવા મળે છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા છે. તમને જણાવી દઈએ કે, દાળ અને સબ્જી ન માત્ર સ્વાસ્થ્ય માટે સારી હોય છે પરંતુ તે તમારા આહારને પણ સંતુલિત કરે છે. તે તમારા પ્રોટીન પ્રાપ્ત કરવાની એક શાનદાર રીત છે. આ પાલક અને મગની દાળ સાથે બનાવવામાં આવતી સરળ રેસીપી છે.
દાળ પાલક બનાવવાની સામગ્રી
- એક કપ પીળી મગની દાળ
- એક કપ મોટા કાપેલા પાલક
- 1-2 ઝીંણા સમારેલા લીલા મરચા
- એક કપ કાપેલી ડુંગળી
- બે આખા લાલ મરચા
- એક સમારેલું ટામેટું
- 5-6 લસણની પેસ્ટ
- 1 ઇંચ આદુની પેસ્ટ
- 2-3 કરી પત્તા
- એક ચમચી લાલ મરચું
- અડધી ચમચી હળદર પાઉડર
- અડધી નાની ચમચી ઝીરું
- એક ચપટી હીંગ
- સ્વાદનુસાર મીઠું
- 1 લીબુંનો રસ
- થોડું તેલ
દાળ પાલક બનાવવાની રીત
સૌથી પહેલા મગની દાળને અડધા કલાક માટે ધોઈને પલાળી દો, તેના પછી કુકરમાં દાળ, ટામેટું, થોડી હીંગ અને જરૂરીયાત પ્રમાણે પાણી નાંખીને 2-3 સીટી સાથે રાંધો અને પી તેને આંચ પરથી હટાવી દો અને તેને ઠંડુ થવા દો.
હવે એર પૈન અથવા કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થયા બાદ તેમાં ઝીરૂ, આધુ, લસણ નાંખીને થોડી સેકન્ડ માટે રાંધો. હવે તમાં આખા લાલ મરચા, કરી પત્તા, કાપેલા લીલા મરચા, કાપેલી ડુંગળી, મીઠું નાંખો અને ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી તેને રાંધો.
આ પણ વાંચો: શાકમાં મીઠું વધારે પડી ગયું છે? ગભરાશો નહીં, આ શાનદાર ટિપ્સ તમારા કામ આવશે
હવે તેમાં કાપેલા પાલક, હળદર પાઉડર, લાલ મરચાનો પાઉડર નાંખો અને તેને 2-3 મિનિટ સુધી હલાવતા રહો રાંધો. તેના પછી તેમાં રાંધેલી દાળ નાંખીને સારી રીતે મિક્સ કરો. ઊભરો આવવા દો અને ધીમી આંચ પર 3-4 મિનિટ સુધી પકાવો. ગેસ બંધ કરી દો અને લીંબુનો રસ નાંખી દો. હવે તમારી દાળ પાલક બનીને તૈયાર છે. તેને ભાત, રોટલી અથવા નાન સાથે પીરસો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us