/indian-express-gujarati/media/media_files/2026/01/22/detox-drink-for-glowing-skin-care-2026-01-22-15-00-31.jpg)
ગ્લોઈંગ સ્કિન માટે ડિટોક્સ ડ્રિંક કેવી રીતે બનાવવું ફાયદા બ્યુટી ટિપ્સ। Detox Drink for Glowing Skin care how to make benefits in gujarati Photograph: (Freepik)
Beauty Tips | જીવનશૈલી | દરેક વ્યક્તિ કુદરતી રીતે ગ્લોઈંગ સ્કિન અને અદભુત દેખાવ ઇચ્છે છે. જોકે આજકાલ, તણાવ, પ્રદૂષણ અને ખરાબ ડાયટને કારણે, ચમક ઓછી થતી જાય છે અને ચહેરો નિસ્તેજ દેખાવા લાગે છે. આનો સામનો કરવા માટે, ઘણા લોકો બજારમાં ઉપલબ્ધ મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો આશરો લે છે, પરંતુ તે પણ ઘણીવાર ઇચ્છિત પરિણામો આપવામાં નિષ્ફળ જાય છે.
માર્કેટના મોંઘા બ્યુટી પ્રોડક્ટસ કરતા કુદરતી ઘટકોને જ સૌથી અસરકારક માનવામાં આવે છે. તેથી અહીં એક ડિટોક્સ ડ્રિંક વિશે જણાવ્યું છે, જેનું દરરોજ સેવન કરવાથી કુદરતી રીતે ગ્લોઈંગ સ્કિન મળી શકે છે. કન્ટેન્ટ ક્રિએટર અર્ચિતા ગુપ્તાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડિઓ શેર કર્યો છે. અહીં જુઓ.
ગ્લોઈંગ સ્કિન માટે ડિટોક્સ ડ્રિંક
1 ચમચી અજમો
1 ચમચી જીરું
1 ચમચી વરિયાળી
1 ટુકડો તજ
2-3 લવિંગ
1 ઈલાયચી
ડિટોક્સ ડ્રિંક કેવી રીતે બનાવવું?
કુદરતી રીતે ગ્લોઈંગ સ્કિન માટે આ ડિટોક્સ ડ્રિંક બનાવવું ખૂબ જ સરળ છે. 1 ચમચી અજમો, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, 1/2 તજ, 2-3 લવિંગ અને 1 એલચી રાત્રે પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે આ બધાને ઢાંકેલા વાસણમાં 5 થી 10 મિનિટ માટે ઉકાળો. ગાળીને એક કપમાં રેડો, અને તમારું ડિટોક્સ ડ્રિંક તૈયાર છે.
દીપિકા પાદુકોણની ગ્લોઈંગ સ્કિનનું સિક્રેટ જાણી ચોંકી જશો ! એકટ્રેસે પોતે કર્યો ખુલાસો!
ડિટોક્સ ડ્રિંકનું સેવન કેવી રીતે કરવું?
અર્ચિતા ગુપ્તાના મતે, તમે આ ડિટોક્સ ડ્રિંક દિવસના કોઈપણ સમયે પી શકો છો. તેને ફક્ત સવારે કે સાંજે પીવું જરૂરી નથી, તે દિવસના કોઈપણ સમયે પી શકાય છે. તે શરીરમાંથી બધા ઝેરી પદાર્થો અને અશુદ્ધિઓને બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી ચહેરો ચમકતો થાય છે. સ્કિનની સાથે તે સારા હેલ્થને પણ પ્રોત્સાહન આપે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us