ધાબા સ્ટાઇલ રાજમા, દરરોજ બનાવવાનું મન થશે એવા ચટાકેદાર બનશે! આ રહી સરળ રેસીપી

લાઇફ સ્ટાઇલ | રાજમામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, તે રાજમા તેના ફેવરિટ છે અને એક ખાસ ધાબા સ્ટાઇલ રાજમા બનાવાની રેસીપી શેર કરી છે, જે તમે ટ્રાય કરી શકો છો.

લાઇફ સ્ટાઇલ | રાજમામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, તે રાજમા તેના ફેવરિટ છે અને એક ખાસ ધાબા સ્ટાઇલ રાજમા બનાવાની રેસીપી શેર કરી છે, જે તમે ટ્રાય કરી શકો છો.

author-image
shivani chauhan
New Update
Rajma Masala Recipe

ધાબા સ્ટાઇલ રાજમા રેસીપી। dhaba style special Rajma masala recipe in gujarati Photograph: (Freepik)

રાજમા મસાલા (Rajma Masala) ખુબજ ટેસ્ટી ડીશ છે, જેને રાઈસ સાથે ખાવામાં આવે છે, આ શાક ભરપૂર મસાલા અને ગ્રેવી સાથે બનાવામાં આવે છે, અહીં એવીજ તીખી અને ચટાકેદાર રાજમા મસાલાની રેસીપી શેર કરી છે, જે તમને ઢાબા સ્ટાઇલ રાજમા મસાલાની યાદ અપાવશે.

Advertisment

રાજમામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, તે રાજમા તેના ફેવરિટ છે અને એક ખાસ ધાબા સ્ટાઇલ રાજમા બનાવાની રેસીપી શેર કરી છે

રાજમા મસાલા બનાવવાની રીત

રાજમા બાફવા માટે 

સામગ્રી 

250 ગ્રામ રાજમા
700 મિલી પાણી
6-7 તમાલપત્ર
સ્વાદ પ્રમાણે મીઠું

ગ્રેવી માટે સામગ્રી 

500 ગ્રામ દહીં
1/4 ચમચી હળદર
1 ચમચી ધાણા પાવડર
1/2 ચમચી ધાણા જીરું પાઉડર 
1/2 ચમચી ગરમ મસાલો
1 ટીસ્પૂન વરિયાળી પાઉડર
1/2 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું
30 ગ્રામ ઘી 
1/2 ચમચી જીરા 1/2
1 કાળી એલચી, 3-4 લીલી એલચી 
2 તજ
100 ગ્રામ ડુંગળીની પેસ્ટ
1 ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ
1 ચમચી કસ્તુરી મેથી
કોથમિર ગાર્નિશિંગ માટે.

રાજમા મસાલા રેસીપી

સૌ પ્રથમ રાજમાને ઓવર નાઈટ પાણીમાં પલાળી રાખો. હવે પલાળેલા રાજમામાં પાણી,  તમાલપત્ર અને મીઠું નાખી બાફી લો. એમાં દહીં, હળદર, ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો, વરિયાળી પાઉડર, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી સારી રીતે મિક્ષ કરી ગ્રેવી તૈયાર કરો.
એક પેનમાં ઘી ગરમ કરો, તેમાં જીરું, કાળી ઈલાયચી,લીલી ઈલાયચી, તજ, ડુંગળીની પેસ્ટ, આદુ લસણ મરચાની પેસ્ટ અને કસ્તુરી મેથી નાખી પ્રોપર કુક થવા દો. અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

Advertisment
રેસીપી