મહા શિવરાત્રી પર ઉપવાસમાં બનાવો ચટપટી અને હેલ્ધી ફરાળી આલુ ચાટ, આ રહી સરળ રેસીપી

લાઇફ સ્ટાઇલ | ફરાળી ચાટ ખુબજ ઓછી મિનિટોમાં અને ઓછી સામગ્રીમાં જલ્દી બની જાય છે અને ટેસ્ટી પણ બને છે, આ ચાટ ખાધા પછી તમારું પેટ પણ ભરેલું રહેશે, અહીં જાણો ફરાળી ચાટ રેસીપી 

લાઇફ સ્ટાઇલ | ફરાળી ચાટ ખુબજ ઓછી મિનિટોમાં અને ઓછી સામગ્રીમાં જલ્દી બની જાય છે અને ટેસ્ટી પણ બને છે, આ ચાટ ખાધા પછી તમારું પેટ પણ ભરેલું રહેશે, અહીં જાણો ફરાળી ચાટ રેસીપી 

author-image
shivani chauhan
New Update
Farali Aloo Chaat recipe

શિવરાત્રી સ્પેશિયલ ફરાળી આલુ ચાટ રેસીપી। Shivratri 2026 Farali Aloo Chaat recipe in gujarati Photograph: (Freepik)

જીવનશૈલી | મહા શિવરાત્રીને હવે થોડા દિવસ બાકી છે, આ પવિત્ર દિવસ પર ભક્તો ભગવાન શિવની ભક્તિ અને આરાધના કરે છે. આ દરમિયાન ઘણા ભક્તો ઉપવાસ પણ કરે છે,જેમાં ફરાળ કરવામાં આવે છે, જો તમને પણ ઉપવાસ દરમિયાન કંઈક સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા છે? તો ફરાળમાં તમે ફરાળી ચાટ બનાવી શકો છો, જે ખુબજ સ્વાદિષ્ટ બને છે.

Advertisment

ફરાળી ચાટ ખુબજ ઓછી મિનિટોમાં અને ઓછી સામગ્રીમાં જલ્દી બની જાય છે અને ટેસ્ટી પણ બને છે, આ ચાટ ખાધા પછી તમારું પેટ પણ ભરેલું રહેશે, અહીં જાણો ફરાળી ચાટ રેસીપી 

ફરાળી આલુ ચાટ રેસીપી 

સામગ્રી

3-4 બાફેલા બટાકા અથવા શક્કરીયા
1-2 ચમચી ઘી
સ્વાદ અનુસાર ફરાળી મીઠું
1/2 ટીસ્પૂન જીરું

ચટણી બનાવવા માટે સામગ્રી 

1 લીંબુ
1 ચમચી મગફળી
1 મુઠી સમારેલી કોથમીર
રોક સોલ્ટ

સર્વિંગ માટે સામગ્રી 

લીલી ચટણી
ગોળ આમલીની ચટણી
દહીં
દાડમના દાણા
શેકેલા મખાના અને મગફળી

ફરાળી આલુ ચાટ બનાવાની રીત 

સૌ પ્રથમ બટાકા અથવા શક્કરિયાને બાફી લો અથવા એર ફ્રાય કરી લો, બાફીને સમારીને એક બાઉલમાં ટ્રાન્સફર કરો, જેમાં 1-2 ચમચી ઘી ઉમેરો.
ફરાળી મીઠું અને જીરું ઉમેરો હવે સારી રીતે મિક્સ કરો અને બધા ટુકડાને એર ફ્રાયર ટ્રેમાં લો. આ મિક્ષરને 180⁰ પર 20 મિનિટ માટે એર ફ્રાય કરો.
હવે ચટણી બનાવવા માટે મિક્સર જારમાં 1 ચમચી મગફળી લો, 1 ટીસ્પૂન જીરું, લીલા મરચા, 1 મુઠ્ઠી કોથમીર, 1 લીંબુનો રસ અને સેંધા નમક ઉમેરો અને બ્લેન્ડ કરી લો.
આ તૈયાર ચટણીને એક બાઉલમાં ટ્રાન્સફર કરો, એર ફ્રાઈડ બટાકાને સર્વિંગ પ્લેટમાં લો, દહીં, ગોળ આમલીની ચટણી, લીલી ચટણી, શેકેલા મખાના અને મગફળી, દાડમના દાણા, રોક સોલ્ટ અને શેકેલું જીરું ઉમેરો. હવે આ હેલ્થી અને સ્વાદિષ્ટ ફરાળી આલુ ચાટને સર્વ કરો.

Advertisment

રેસીપી જીવનશૈલી