પાણી ફૂલકી બનાવવાની પરફેક્ટ રેસીપી, ધુળેટી પર ચટાકેદાર ખાવાની મજા પડશે!

લાઇફ સ્ટાઇલ | તમે ઘરે લારી જેવો સ્વાદ શોધી રહ્યા છો? તો ધુળેટી પર તમે ઘરે પાણી ફુલકી બનાવી શકો છો, અહીં જાણો સ્ટેપ-બાય-સ્ટેપ ચટપટું તીખું-મીઠું પાણી ફુલકી બનાવવાની સિક્રેટ રેસીપી.

લાઇફ સ્ટાઇલ | તમે ઘરે લારી જેવો સ્વાદ શોધી રહ્યા છો? તો ધુળેટી પર તમે ઘરે પાણી ફુલકી બનાવી શકો છો, અહીં જાણો સ્ટેપ-બાય-સ્ટેપ ચટપટું તીખું-મીઠું પાણી ફુલકી બનાવવાની સિક્રેટ રેસીપી.

author-image
shivani chauhan
New Update
Dhuleti special Pani phulki Recipe in gujarati

ઘરે બનાવો ટેસ્ટી અને ચટપટી પાણી ફૂલકી | Pani phulki Recipe in Gujarati Photograph: (Social Media)

જીવનશૈલી | ધુળેટી (Dhuleti) આ વર્ષે 4 માર્ચે ભારતભરમાં ઉજવવામાં આવશે. આ તહેવાર નજીક આવતા ઘરે તૈયારીઓ શરૂ થઇ જાય છે. કલર, ગુલાલ, હાસ્ય અને પ્રિયજનો સાથે વિતાવેલો સમય આ તહેવારને ખાસ બનાવે છે. રંગોના તહેવાર દરમિયાન વિવિધ પ્રકારની વાનગીઓ ખાવા-પીવાનો આનંદ પણ કંઈક અલગ હોય છે. 

Advertisment

જો તમે આ પ્રસંગ માટે કંઈક સ્વાદિષ્ટ બનાવવાનું વિચારી રહ્યા છો, તો તમે પાણી ફુલકી અજમાવી શકો છો. હોળીની મજા વચ્ચે, આ ઠંડી અને મસાલેદાર પાણી ફુલકી મહેમાનોને ખૂબ જ પસંદ આવશે. અહીં જાણો રેસીપી 

પાણી ફુલકી રેસીપી 

સામગ્રી 

થોડા કોથમીરના પાન
થોડા ફુદીનાના પાન
થોડી આમલી 
2-3  લીલા મરચા 
1 આદુનો ટુકડો 
3-4 લસણની કળી
1 સમારેલી ડુંગળી
સ્વાદ મુજબ મીઠું 
પાણીપુરી મસાલા 
1 ચમચી જીરું પાવડર 
થોડો ચણાનો લોટ 
1/2 ચમચી મરચાંનો પાવડર 
1/4 1 ચમચી ખાવાનો સોડા 
1/2 ચમચી અજમો 
થોડું તેલ 

ફુલકી બનાવાની રીત 

હવે એક મોટા બાઉલમાં એક કપ ચણાનો લોટ લો. તેમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ખાવાનો સોડા અને થોડી અજમો ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. એક પેનમાં તેલ ગરમ કરો. ચણાના લોટના મિશ્રણના ગરમ તેલમાં તળી નાના વડા તૈયાર કરો.

Advertisment

પાણી બનાવાની રીત 

પાણી તૈયાર કરવા માટે, થોડી આમલીને પાણીમાં થોડી વાર પલાળી રાખો. તેનો પલ્પ કાઢી લો. કોથમીર અને ફુદીનાના પાનને મિક્સર જારમાં ઉમેરો. થોડા આદુના ટુકડા, 3-4 લીલા મરચાં, 5-6 કળી લસણ અને આમલીનું પાણી ઉમેરો. લગભગ એક ચમચી મીઠું, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી પાણીપુરી મસાલો, અડધી ચમચી જીરું પાવડર અને થોડો લીંબુનો રસ ઉમેરો. 

એક કપ પાણી ઉમેરો અને બધું પીસી લો. મિશ્રણને એક બાઉલમાં નાખો. બારીક સમારેલી ડુંગળી, અડધી ચમચી લાલ મરચું પાવડર અને બારીક સમારેલી કોથમીર ઉમેરો. સારી રીતે મિક્સ કરો. 

સર્વ કરવાની રીત

પાણી ફુલકી પીરસવા માટે, તૈયાર કરેલા ચણાના લોટના વડાને એક બાઉલમાં રાખો. પછી  તૈયાર કરેલું પાણી રેડો અને ઠંડુ કરીને પીરસો. 

જીવનશૈલી રેસીપી