scorecardresearch

ડાયબિટીસ ડાયટ: ડાયબિટીસ દર્દીનું ડાયટ કેવું હોવું જોઈએ? જાણો શું છે Healthy Plate Concept?

Diabetes diet : ડાયબિટીસ ડાયટ (Diabetes diet)માં જો તમે પીઝા, બર્ગર, સોફ્ટ ડ્રિન્ક જેવું હેલ્થી ન હોય તેવું ફૂડ ડાયટમાં ન લેવું જોઈએ. જો તમે લો છો તો ડાયબિટીસ (Diabetes) થવાના વધારે ચાન્સ રહેલા છે. આ સિવાય એક્સરસાઇઝ (exercise) કે કોઈ ફિઝિકલ એક્ટવીટી (physical activity) કરતા નથી, તો પણ ટાઈપ-2 ડાયબિટીસ (type-2 Diabetes) થવાની શક્યતા વધારે રહેલી છે.

ડાયબિટીસ ડાયટ: ડાયબિટીસ દર્દીનું ડાયટ કેવું હોવું જોઈએ? જાણો શું છે Healthy Plate Concept?
ડાયાબિટીસ અને બ્લડ સુગર આહાર: ડાયાબિટીસના દર્દીઓએ કેટરિંગમાં તંદુરસ્ત આહાર પદ્ધતિને અનુસરવી જોઈએ. (Source – Diabettr.com)

ભારતમાં ડાયાબિટીસ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ડાયાબિટીસ 3 પ્રકારની (Types of Diabetes) હોય છે. ટાઈપ-1 ડાયાબિટીસ (Type 1 Diabetes), ટાઈપ-2 ડાયાબિટીસ (Type 2 Diabetes) અને જેસ્ટેશનલ ડાયાબિટીસ (Gestational Diabetes). દુનિયામાં ડાયબિટીસના કુલ દર્દીઓમાં 90% થી વધારે ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓ છે. ટાઈપ-2 ડાયાબિટિસનું કોમન કારણ જેનેટિક એટલે કે આનુવંશિક છે. જો તમારા મમ્મી પપ્પા કે પરિવારમાં કોઈને ડાયબિટીસ છે તો તમને થવાની પણ સંભાવના છે.

ટાઈપ-2 ડાયબિટીસનું કારણ શું છે? (Type 2 Diabetes Reason)

દેશના પ્રખ્યાત ડાયાબિટીસ એક્સપર્ટ એન ડો. મોહન ડાયબિટીસ સ્પેશિયાલિસ્ટના ચેરમેન ડો. વી. મોહન (Dr. V. Mohan) પોતાના એક વિડીયોમાં કહે છે કે ટાઈપ-2 ડાયબિટીસના લગભગ 40% દર્દી છે, જેની બીમારીનું કારણ જેનેટિક છે. બાકી 60 %નું કારણ લાઇફસ્ટાઇલ રિલેટેડ છે, જેમાં સૌથી વધુ મહત્વપૂર્ણ છે ડાયટ, તમે શું ખાઓ છો તો ખુબજ મહત્વનું છે.

જો તમે પીઝા, બર્ગર, સોફ્ટ ડ્રિન્ક જેવું હેલ્થી ન હોય તેવું ફૂડ ડાયટમાં લો છો તો ડાયબિટીસ થવાના વધારે ચાન્સ રહેલા છે. આ સિવાય એક્સરસાઇઝ કે કોઈ ફિઝિકલ એક્ટવીટી કરતા નથી, તો પણ ટાઈપ-2 ડાયબિટીસ થવાની શક્યતા વધારે રહેલી છે.

ડો. વી. મોહન કહે છે કે તમે શું ખાઓ છો, તેનાથી પણ વધારે મહત્વનું છે કેટલું ખાઓ છો અને કેવી રીતે ખાઓ છો. ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ઉત્તર હોય કે દક્ષિણ, આપણા ડાયટનો 70 થી 75 % ભાગ કાર્બોહાઇડ્રેટ હોય છે. ડાયટમાં આટલી વધારે માત્રમાં કાર્બોહાઇડ્રેટ લેવાથી ડાયબિટીસ થવાનું જોખમ વધારે રહે છે.

ડાયાબિટીસમાં કેવું હોવું જોઈએ ડાયટ: (Easy Diet Tips to Control Diabetes)

ડાયાબિટિસમાં ડાયટની જો વાત કરીએ તો, પોતાની ખાવાની પ્લેટને 3 ભાગમાં ડિવાઇડ (Healthy Plate Concept) કરવી જોઈએ. પ્લેટમાં થોડા ભાગમાં પોષ્ટીક લીલા શાકભાજી, સલાડનો સમાવેશ કરી શકાય. ત્યારબાદ પ્લેટમાં થોડા પ્રોટીનનો સમાવેશ કરવો, જે લોકો શાકાહારી છે તેઓ માટે ચણા, રાજમા, સોયાબીન, મગ- મસૂર અને મશરૂમ પ્રોટીનનો સારો સ્ત્રોત હોવાથી તેનો સમાવેશ કરી શકાય છે. નોન- વેજીરીયલ લોકો ફિશ અને ચિકન ખાઈ શકે છે. સાથે ઈંડાનો સફેદ ભાગ પણ ખાઈ શકાય છે. ઈંડાના પીળા ભાગમાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે, તેથી યેલ્લો ભાગ ખાવાનું ટાળવું જોઈએ. સાથે રેડ મીટ પણ ન ખાવું જોઈએ.

આ પણ વાંચો: Side Effect of Rusk: જો તમે પણ ચા સાથે ટોસ્ટ ખાઓ છો તો ચેતજો

પ્લેટમાં બાકીના ભાગમાં કાર્બોહાઇડ્રેટનો સમાવેશ કરવો, એ તમારી ચોઈસ અનુસાર રોટલી અને રાઈસ લઇ શકો છો. પરંતુ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે રાઈસ કે રોટલીની માત્રા ચોથા ભાગની હોવી જોઈએ. બ્રાઉન રાઈસ બેસ્ટ છે. જો તમે સફેદ રાઈસ ખાઓ છો તો તેની માત્રા લિમિટેડ હોવી જોઈએ. આ સિવાય ઈચ્છો તો એક નાની વાટકી દહીં કે એક ગ્લાસ દૂધનો પણ સમાવેશ ડાયટમાં કરી શકો છો.

ડાયાબિટીસના દર્દી ક્યા ફળ ખાય શકે છે? (What Foods Can Diabetics Eat Freely?)

રેડક્લિફ લેબ સાથે જોડાયેલ ડો. અરવિંદ કુમાર કહે છે કે ફળોમાં તમામ પ્રકારના પોષક તત્વો હોય છે, તેથી ફળ ખાવા જરૂરી છે. ડાયબિટીસ દર્દીએ ફળને લઈને સાવધાની રાખવી જરૂરી છે. કેટલાક એવા ફળ છે જેને ખાવાથી તરત બ્લડ શુગર (Blood Sugar) વધી જાય છે, કેમ કે તેનું ગ્લાયસેમીક ઈન્ડેક્ષ વધારે હોય છે. તેથી તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે ક્યા ફળ તમે ખાય રહ્યા છો.

સફરજન, જામફળ,પપૈયું,સંતરા, તડબૂચ વગેરે એવા ફળ છે જેનું ગ્લાયસેમીક ઈન્ડેક્ષ (Glycemic Index) ઓછું હોય છે. શુગરના દર્દીઓએ કેળા, કેરી વગેરે વધારે મીઠા ફળ ખાવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો: Vitamin D Deficiency: શું વિટામિન ડીની ઉણપ હૃદય માટે જોખમી સાબિત થઈ શકે? જાણો એક્સપર્ટ શું કહે છે

ડાયબિટીસ દર્દી કેટલા ફળ ખાઈ શકે છે?

ડાયબિટીસ દર્દીએ રોજ માત્ર એકજ ફળ ખાવું જોઈએ. વધારે જરૂર પડે તો 2 ફળ ખાઈ શકો છો. તેની માત્રા 72 ગ્રામ સુધી હોઈ શકે છે. પરંતુ હંમેશા ધ્યાન રાખવું કે ફળ જ ખાવા ફળનો જ્યુસ ન પીવો. પેક થયેલા જ્યુસથી દૂર રહેવું. ડો. અરવિંદ કુમાર કહે છે કે ડાયબિટીસ દર્દી ભોજનના 2 કલાક પછી ફળ ખાઈ શકાય છે. ભોજનની સાથે ફળ ન ખાવા જોઈએ. જે લોકોને ડાયબિટીસ નથી એ લોકો દિવસમાં ચાર કે પાંચ ફળ ખાઈ શકે છે.

Web Title: Diabetes diet food list blood sugar type 1 2 gestational symptoms reason cause health tips

Best of Express