Side Effect of Rusk: ચા લોકોનું ફેવરિટ પીણું છે. સામાન્ય રીતે દિવસની શરૂઆત ચાની સાથે કરીએ છીએ અને નાસ્તામાં આ ચાની ચુસ્કીની સાથે ટોસ્ટનું પણ સેવન કરીએ છીએ. સવાર-સાંજ ભૂખ લાગતાની સાથે ટોસ્ટનું સેવન ભૂખ મટાડે છે પરંતુ શું તમે જાણો છો કે ચા અને ટોસ્ટનું કોમ્બિનેશન શું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? હેલ્થ પેન્ટ્રીની સંસ્થાપક, નન્યૂસ્ટ્રીશનિસ્ટ એન્ડ ડાયાબિટીસ એજ્યુકેટર ખુશ્બુ જૈન ટીબિરેવાળાએ કહ્યું કે ચાની સાથે ટોસ્ટનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક છે. ટોસ્ટમાં હાજર પદાર્થની વાત કરીએ તો રિફાઈન્ડર લોટ, ખાંડ, સસ્તું તેલ, વધારે ગ્લુટેન (extra gluten) અને કેટલી ખાદ્ય સામગ્રીથી બને છે. જે સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક સાબિત થઇ શકે છે.
ચા અને ટોસ્ટનું સેવન કરવાથી કઈ મુશ્કેલીઓ થઇ શકે ?
ચા અને ટોસ્ટનું સેવન બ્લડ શુગર વધારે છે. અને શરીરમાં સોજો આવી જાય છે. ટોસ્ટનું સેવન કરવાથી આંતરડામાં ખરાબ બેક્ટેરિયાનો વિકાસ થાય છે. ટીબરેવાળાએ indianexpress.com ને કહ્યું કે ચા અને ટોસ્ટનું સેવન કરવાથી પાચન યોગ્ય રીતે થતું નથી અને પોષક તત્વોનું શોષણ અને બિનજરૂરી ફૂડ ક્રેવિંગ વધી જાય છે.
ટોસ્ટનું સેવન આપણી ઇમ્યુનીટીને નબળી બનાવે છે, હોર્મોનલ સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, ચરબી એન તણાવને વધારે છે અને શરીરમાં આળસ પેદા કરે છે. આવો જાણીએ એક્સપર્ટ પાસેથી કે ટોસ્ટમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે અને એ સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક છે.
આ પણ વાંચો : Vitamin D Deficiency: શું વિટામિન ડીની ઉણપ હૃદય માટે જોખમી સાબિત થઈ શકે? જાણો એક્સપર્ટ શું કહે છે
મેંદો:
રિફાઈન્ડ ઘઉંનો લોટ કે મેંદોનો લોટ ખુબજ પ્રોસેસ્ડ ફોર્મ હોય છે,જેમાં થુલી, વિટામિન (vitamins) અને ખનીજ (minerals) ને અલગ કરાય છે. તેથી ફાઈબર હોતું નથી. ફાઈબરની ઉણપના કારણે તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
ખાંડ : (Sugar)
ખાંડ તમારી કેલરી વધારે છે. જો તમારું કેલરી ઇન્ટેકને કંટ્રોલ કરી રહ્યા છો તો ટોસ્ટમાં હાજર ખાંડ તમારી બોડીમાં ખાંડની માત્રાને વધારી શકે છે.
રિફાઈન્ડ વેજેટેબલ ઓઇલ : (Refined vegetable oil)
રીફાઇન્ડ વેજેટેબલ ઓઇલ (Refined vegetable oil)થી બોડીને કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી. તેનો કોઈ પોષણ સંબંધી ફાયદો નથી આ ઉપરાંત તે બોડીમાં સોજો (increase inflammation) આવી જાય છે.
આ પણ વાંચો : અભ્યાસ : નવી ટેક્નોલોજી ઓછામાં ઓછી એનર્જી સાથે માઇક્રોપ્લાસ્ટિક્સને ફિલ્ટર કરી શકે
સોજી:
સોજી જો કે ઘઉં માંથી બને છે પરંતુ તેમાં ફાઈબર એન પોષક તત્વો હોતા નથી. ટોસ્ટને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે તેમાં કેટલાક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે.