Express News Service : દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ એક નવી વોટર પ્યુરીફિકેશન સિસ્ટમ વિકસાવી છે જે ઝડપથી અને અસરકારક રીતે માઇક્રોપ્લાસ્ટિકને ફિલ્ટર કરી શકે છે. મહત્વનું છે કે ,વપરાયેલ પોલિમર શોષણ પરફોર્મન્સ અને સારા ફોટોથર્મલ ગુણધર્મો સાથે પ્રમાણમાં સસ્તું છે.
એક પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં, માત્ર 10 સેકન્ડમાં 99.9 ટકાથી વધુ દૂષણોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Australia Helicopters Collide : ઓસ્ટ્રેલિયામાં 2 હેલિકોપ્ટર વચ્ચે હવામાં જોરદાર ટક્કર
વિશ્વમાં માઇક્રોપ્લાસ્ટિક્સનો વપરાશ ખુબજ વધારે છે. માનવ ખોરાકની સાંકળ (human food chain)માં માઇક્રોપ્લાસ્ટિક્સનો વપરાશ ખુબજ થાય છે. માઇક્રોમાઇક્રોપ્લાસ્ટિક્સ વિશ્વને ડૂબી ગયું છે, જયારે કેટલાક પરંપરાગત કાર્બન-આધારિત ફિલ્ટર માઇક્રોપ્લાસ્ટિક્સને ફિલ્ટર કરી શકે છે. પરંતુ તેમની કેટલી મર્યાદાઓ છે, તેનો શોષણ દર ધીમો હોય છે અને તે ઉર્જા-કાર્યક્ષમ નથી.
આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
કોરિયન ટીમની પ્રગતિશીલ સિસ્ટમને ઓછી એનર્જીની જરૂર છે. જે તેને સૌર આધારિત ઉપયોગ માટે આદર્શ બનાવે છે. આ ખાસ કરીને વિકાસશીલ દેશો માટે ઉપયોગી છે, જ્યાં વીજ પુરવઠો વારંવાર બદલાય અથવા અસંગત છે.