શું તમને પણ શિયાળામાં વધુ ઠંડી લાગે છે? આ 7 શારીરિક ખામીઓ હોઈ શેકે છે જવાબદાર

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે પરંતુ આ સિઝનમાં કેટલાક લોકોને ઠંડી વધુ લાગે છે. નિષ્ણાતોના મતે કેટલાક લોકોને લાઈફસ્ટાઈલ, ફૂડ અને બોડી સ્ટેમિનાના કારણે ઠંડી વધુ લાગે છે.

Written by Rakesh Parmar
December 05, 2025 14:21 IST
શું તમને પણ શિયાળામાં વધુ ઠંડી લાગે છે? આ 7 શારીરિક ખામીઓ હોઈ શેકે છે જવાબદાર
શિયાળામાં વધુ ઠંડી લાગવાના કારણો. (તસવીર: Canva)

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે પરંતુ આ સિઝનમાં કેટલાક લોકોને ઠંડી વધુ લાગે છે. નિષ્ણાતોના મતે કેટલાક લોકોને લાઈફસ્ટાઈલ, ફૂડ અને બોડી સ્ટેમિનાના કારણે ઠંડી વધુ લાગે છે. ધીમી ગતિએ કામ કરતા અંગો કરતાં વધુ મેટાબોલિઝમ ગરમી ઉત્પન્ન કરે છે, જેના કારણે અચાનક ધ્રુજારી આવે છે. કેટલાક લોકો એવા પણ છે જે શિયાળાથી બચવા માટે સ્વેટર અથવા જાડા કપડા પહેરે છે, તો પણ તેમની શરદી ઓછી થતી નથી. તો ચાલો જાણીએ કે કેટલાક લોકોને શિયાળામાં વધુ ઠંડી કેમ લાગે છે? વધુ ઠંડી લાગવાના કારણો શું છે?

ઠંડીમાં શરીર અચાનક ધ્રૂજવાનું કારણ શું છે?

વધતી ઠંડીની અસર સૌપ્રથમ ત્વચા પર જોવા મળે છે અને શરીરમાં ધ્રુજારી આવવા લાગે છે. જ્યારે આપણા શરીરના અંગો ધીમી ગતિએ કામ કરે છે, ત્યારે તેની વધુ મેટાબોલિક ગરમી ઉત્પન્ન થાય છે. ધ્રુજારીનો અર્થ એ છે કે, શરીર બહારના તાપમાનની તુલનામાં અંદરના તાપમાનને સંતુલિત કરી રહ્યું છે.

ઠંડી કેવી રીતે લાગે છે?

જેમ જેમ ઠંડી વધે છે તેમ તેમ શરીરના અંગોને અસર થવા લાગે છે. ઠંડીના કારણે હાથ-પગ સુન્ન થઈ શકે છે. તાપમાન ઓછુ અને વધારે થવા પર અસર આપણી સ્કિન સૌથી પહેલા અનુભવે છે. ઠંડીના કારણે આપણા રૂવાંડા ઉભા થઈ જાય છે. આપણી સ્કિનના એકદમ નીચે થર્મો-રિસેપ્ટર ચેતા જે તરંગોના રૂપમાં મગજને ઠંડીનો સંદેશ મોકલે છે.

આ પણ વાંચો: શાકાહારી લોકો માટે ટોપ-5 પ્રોટીન આહાર, શરીરમાં પ્રોટીનની ઉણપને કરશે દૂર

તેનું સ્તર અને તીવ્રતા અલગ-અલગ લોકોમાં અલગ-અલગ હોય છે. ત્વચામાંથી નીકળતા તરંગો મગજના હાયપોથેલેમસમાં જાય છે. હાયપોથેલેમસ શરીરના આંતરિક તાપમાન અને પર્યાવરણને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ સંતુલન પ્રક્રિયાને કારણે જ આપણા રૂવાંડા ઉભા થાય છે અને સ્નાયુઓમાં જડતા અનુભવાય છે.

what kind of people feel colder
વધારે ઠંડી લાગવા માટે 7 કારણો જવાબદાર છે.

વધારે ઠંડી લાગવા માટે આ કારણો જવાબદાર છે

  1. જે લોકોનું વજન તેમની ઊંચાઈ પ્રમાણે ઓછું હોય છે, તેઓને પણ ઠંડી વધુ લાગે છે.
  2. જે લોકોને થાઈરોઈડ ખૂબ જ વધારે છે, તેઓને ઠંડી વધુ લાગે છે.
  3. શરીરમાં આયર્નની ઉણપ હોય તો પણ ઠંડી વધુ લાગે છે. લોહી શરીરને ગરમ રાખે છે. આવા લોકોએ એવો ખોરાક લેવો જોઈએ જે આયર્નની ઉણપને પૂર્ણ કરે.
  4. જે લોકોને બ્લડ પ્રેશર ઓછું હોય છે તેઓને પણ શિયાળામાં ઠંડી વધુ લાગે છે.
  5. જે લોકોને પૂરતી ઊંઘ નથી આવતી તેમને પણ ઠંડી વધુ લાગે છે.
  6. શરીરમાં પાણીની ઉણપ હોય તો પણ કેટલાક લોકોને ઠંડી વધુ લાગે છે.
  7. શરીરમાં અમુક વિટામિન જેવા કે વિટામિન બીની કમી હોવાને કારણે શરીરમાં ઠંડીનો અનુભવ વધારે થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ