શક્કરટેટી મીઠી છે કે ફિક્કી, બજારમાંથી ખરીદતા પહેલા આવી રીતે કરો ચેક

how to detect muskmelon is sweet: ગરમીમાં શક્કરટેટી ખાવી તમારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. શક્કરટેટી જેટલી વધારે મીઠી હોય છે, તેનો ટેસ્ટ એટલો જ સારો હોય છે.

how to detect muskmelon is sweet: ગરમીમાં શક્કરટેટી ખાવી તમારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. શક્કરટેટી જેટલી વધારે મીઠી હોય છે, તેનો ટેસ્ટ એટલો જ સારો હોય છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
how to detect muskmelon is sweet, muskmelon health benefits,

મીઠી શક્કરટેટીમાંથી કુદરતી સુંગંધ આવે છે. (તસવીર: Freepik)

How to check muskmelon: ઉનાળાની ઋતુમાં મોટા ભાગના લોકો શક્કરટેટી અને તરબૂચને પોતાના ડાયેલ પ્લાનમાં જરૂરથી સામેલ કરે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ગરમીમાં શક્કરટેટી ખાવી તમારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. શક્કરટેટી જેટલી વધારે મીઠી હોય છે, તેનો ટેસ્ટ એટલો જ સારો હોય છે. આવો જાણીએ કે મીઠાસ ચેક કરવા માટેની રીત વિશે જાણીએ.

Advertisment

આ રીત અપનાવો

જો તમે શક્કરટેટીને કાપ્યા વિના તેની મીઠાસ વિશે અંદાજો લગાવવા માંગો છો તો તમારે તે ફળને સૂંઘીને જોવું જોઈએ. મીઠી શક્કરટેટીમાંથી કુદરતી સુંગંધ આવે છે. ત્યાં જ જો શક્કરટેટીમાંથી સુગંધ આવતી નથી તો પછી ઘાજ તેવી મહેક આવશે, તો તે ફીકી નિકળશે. તમારી જાણાકારી માટે જણાવી દઈએ કે સુગંધ સિવાય પણ કેટલીક વસ્તુઓ પર ધ્યાન આપીને શક્કરટેટીની મીઠાસ વિશે જાણકારી મેળવી શકાય છે.

રંગ પર ધ્યાન આપો

પાકેલી અને મીઠી શક્કરટેટીનો રંગ પીળો અથવા હલ્કો નારંગી હોય છે. ત્યાં જ કાચી શક્કરટેટી હલ્કા લીલા રંગની હોય છે. જો શક્કરટેટી પર ઊંડા અને ગાઢ જાળા હોય તો શક્કરટેટી મીઠી હોય છે. આ સિવાય તમે આ ફળને થપથપાવીને પણ તેની મીઠાસનો અંદાજો લગાવી શકો છો. શક્કરટેટીને થપથપાવો જો ગુંજવાનો અવાજ આવે છે તો સમજી જવું કે શક્કરટેટી પાકેલી અને મીઠી છે.

આ પણ વાંચો: બજાર જેવી મસ્ત સફેદ બટાકાની કાતરી બનાવવા માટે આ વસ્તુ મિક્સ કરો

Advertisment

સ્વાસ્થ્ય માટે ફાયદાકાર

શક્કરટેટીમાં પાણીની સારી એવી માત્રા હોય છે અને આ કારણે આ ફળને ખાવાથી તમારી બોડી હાઈટ્રેટેડ રહે છે. ગરમીમાં શક્કરટેટીનું સેવન કરવાથી તમે તમારા શરીરને અંદરથી ઠંડુ રાખી શકો છો. આ સિવાય શક્કરટેટીમાં જોવા મળતા તમામ તત્ત્વ તમારા ગટ હેલ્થ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે આ ફળને કંઝ્યૂમ કરવાથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે.

હેલ્થ જીવનશૈલી health tips