કેરીની સીઝન આવતા જ ભારતના ઘણા લોકો કેરી ખાવાના બહાના શોધવા લાગે છે. જો તમે પણ મેંગો લવર છો તો તમારે કેરીથી બનતી આ ડિશ જરૂરથી ટ્રાઈ કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે મેંગો કસ્ટર્ડ પુડિંગને બનાવવા માટે તમારે વધારે સમયની જરૂર નહીં પડે અને ન તો તમારે વધારે સામગ્રીની જરૂર પડે. આવો આજે અમે તમને મેંગો કસ્ટર્ડ પુડિંગ બનાવવાની સરળ રીત વિશે જણાવીએ.
પ્રથમ સ્ટેપ- મેંગો કસ્ટર્ડ પુડિંગ બનાવવા માટે સૌથી પહેલા તમારે એક પૈનમાં બે કપ દૂધ નાંખીને સારી રીતે બોઈલ કરી લેવાનું છે.
બીજુ સ્ટેપ- હવે તમારે લગભગ અડધા કપ ઠંડા દૂધમાં બે ચમચી કસ્ટર્ડ પાઉડર એડ કરવાનું છે અને પછી તેને બોઈલ્ડ દૂધમાં મિક્સ કરી લેવાનું છે.
ત્રીજુ સ્ટેપ- દૂધને ધીમી આંચ પર પાકવા દો. લગભગ બે મિનિટ બાદ આ દૂધમાં ખાંડ મિક્સ કરી લો.
ચોથું સ્ટેપ- હવે દૂધને ઠંડુ થવા દો. જ્યાં સુધી દૂધ ઠંડુ થઈ રહ્યું છે, ત્યાં સુધી એક મોટી કેરીને ધોઈને છોલી લો.
પાંચમું સ્ટેપ- કેરીને મિક્સરમાં નાંખીને સારી રીતે પીસી લો. હવે તમારે કેરીના આ રસને અને ઠંડા કસ્ટર્ડ દૂધને થોડુ-થોડુ કરીને એક ગ્લાસમા નાંખવાનું છે.
છઠ્ઠું સ્ટેપ- હવે તમારે આ ગ્લાસને ફ્રિજમાં ઠંડુ થવા માટે રાખવાનું છે. થોડી વારમાં જ મેંગો કસ્ટર્ડ બનીને તૈયાર થઈ જશે.
કેરીથી બનાવેલી આ ડિશને આ સિઝનમાં જરૂરથી ટ્રાય કરો. મેંગો કસ્ટર્ડ પુડિંગનો ટેસ્ટ ના માત્ર બાળકોને પરંતુ મોટા લોકોને પણ ખુબ જ પસંદ આવશે. આ પણ વાંચો: શક્કરટેટીના બીજ ફેંકવાથી થઈ શકે છે 3 હજાર રૂપિયાનું નુકસાન! જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો?