/indian-express-gujarati/media/media_files/2026/03/03/easy-way-to-store-lemons-in-summer-2026-03-03-20-02-23.jpg)
લીંબુનો સંગ્રહ કરવાની સરળ રીત. Photograph: (સોશિયલ મીડિયા)
Lemon storage Tips: ઉનાળામાં લોકો ઘણીવાર લીંબુ પાણી, લીંબુ સરબત અને લીંબુ સોડા જેના એનર્જી આપનારા પીણા પીવાનું પસંદ કરે છે. આ જ કારણ છે કે ઉનાળાની ઋતુમાં લીંબુના ભાવમાં ઘણો વધારો થઈ જાય છે. તમને જણાવી દઈએ કે જો લીંબુને યોગ્ય રીતે સંગ્રહિત ના કરવામાં આવે તો ગરમીના કારણે લીંબુની તાજગી ખૂબ જ ઝડપથી જતી રહે છે અને તે બગડવા લાગે છે. ચાલો જાણીએ લીંબુનો સંગ્રહ કેવી રીતે કરવો.
લીંબુ સ્ટોર કરવાની રીત
સૌ પ્રથમ બધા લીંબુને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો. હવે લીંબુને લૂછીને સૂકવી લો. લીંબુમાં ભેજ ન રહે તેનું ધ્યાન રાખો નહીં તો લીંબુ ઝડપથી સડી જશે. હવે એક બાઉલમાં થોડું રિફાઇન્ડ તેલ કાઢો. તમારે ફક્ત તમારી આંગળીઓ પર રિફાઇન્ડ તેલના બે ટીપાં લેવાના છે અને તેને લીંબુ પર સારી રીતે લગાવવાના છે.
લીંબુંને તાજા રાખવા આ બાબતનું ધ્યાન રાખો
બધા લીંબુ પર રિફાઇન્ડ તેલ લગાવ્યા પછી તેમને કોઈપણ હવાચુસ્ત પાત્રમાં રાખો. લીંબુવાળા આ હવાચુસ્ત વાસણને બહાર રાખવાની ભૂલ ન કરો. આ કન્ટેનરને ફ્રીજમાં રાખવાનું યાદ રાખો. લીંબુને રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરીને તેનું આયુષ્ય વધારી શકાય છે. આ પ્રક્રિયાને અનુસરીને લીંબુની તાજગી પણ લાંબા સમય સુધી જાળવી શકાય છે.
વજન ઘટાડવા માટે બેસ્ટ છે આ ગ્લુટેન-ફ્રી ખીચડી, જાણો બનાવવાની રીત અને ફાયદા
ઉનાળામાં લીંબુ પાણી પીવાના ફાયદા
આરોગ્ય નિષ્ણાતો ઘણીવાર ઉનાળામાં લીંબુ પાણી પીવાની સલાહ આપે છે. ઉનાળાની ઋતુમાં લીંબુ પાણી પીવાથી તમે ડિહાઇડ્રેશનની સમસ્યાનો ભોગ બનવાથી બચી શકો છો. વિટામિન સીથી ભરપૂર લીંબુ પાણી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. વજન ઘટાડવાની સફરને સરળ બનાવવા માટે લીંબુ પાણીનું સેવન પણ કરી શકાય છે.
ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી માટે છે કૃપા કરીને કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us