આપણી લાઈફ સ્ટાઇલ અને જોબનો પ્રકાર આપણી આંખોને અસર કરે છે. જોબ કે જે લોકોને કમ્પ્યુટર પર લાંબા કલાકો સુધી કામ કરવું પડે અથવા લાઈફ સ્ટાઇલ કે જેમાં ફોન પર સતત બ્રાઉઝિંગ સામેલ હોય, તે માત્ર સ્ક્રીન સમય જ નહીં પરંતુ બ્લ્યુ લાઈટના કોન્ટેક્ટમાં પણ વધારો કરે છે. આવી લાઈફ સ્ટાઇલ સ્ટ્રેસ પેદા કરી શકે છે અથવા માથાનો દુખાવો તરફ દોરી શકે છે અને લાંબા ગાળે આપણી આંખોને નબળી બનાવી શકે છે.
જેમ કે, આયુર્વેદ નિષ્ણાત ડૉ. ડિમ્પલ જાંગડાએ ત્રણ રીતો સૂચવી છે જે તમારી આંખો પરનું દબાણ ઘટાડવામાં મદદ કરી શકે છે અને તમને આંખોની સારી સંભાળ રાખવામાં સક્ષમ કરી શકે છે,
ઇન્સ્ટાગ્રામ પર તેની પોસ્ટમાં લખ્યું હતું કે, “મોડા સમય સુધી, દરરોજ, મોબાઇલ ફોન, લેપટોપ, ડેસ્કટોપના સતત સંપર્કને કારણે અમારી આંખો ઘણી બધી બ્યુ લાઈટનો વપરાશ કરે છે.”
વધુમાં, તેમણે નીચેની ટીપ્સ સૂચવી જે તમારી આંખોને મદદ કરી શકે છે:
આ પણ વાંચો: યોગ દર્શન : ‘શશાંકાસન’ થી પાચનક્રિયા મજબૂત બનશે અને આંખ માટે પણ લાભદાયી
જે લોકો પાવર ગ્લાસનો ઉપયોગ કરતા નથી તેમને વાંચતી વખતે રાઇડિંગ ગ્લાસ પહેરવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે તે બ્યુ લાઈટને ક્ટ કરી નાખે છે, વાંચતી વખતે તેને પહેરવાથી તમારી આંખો પરનો સ્ટ્રેસ ઓછો થાય છે. ડૉ ડિમ્પલે તેણીની પોસ્ટમાં જણાવ્યું હતું કે, “કોઈપણ રિંડગ ગ્લાસ પહેરો જે બ્લ્યુ લાઈટને કટ કરે છે અને તેનો ઉપયોગ ફોન અથવા લેપટોપમાંથી રાઇડિંગ કરવા માટે કરો,”
કમ્પ્યુટર સાથે આખો દિવસ કામ કર્યા પછી, સ્ટ્રેસ ઘટાડવા માટે તમારી આંખો પર ઠંડી વસ્તુનો ઉપયોગ કરવો જ ફાયદાકારક છે. ડૉ. ડિમ્પલના જણાવ્યા મુજબ, ઠંડકની અસર હોય તેવી પ્રોડક્ટસનો ઉપયોગ કરો જેમ કે છીણેલી કાકડી, કોટન પેડ પર કાકડીનો રસ, ગુલાબ જળ અને ટી બેગ જેમાં ફ્લેવોનોઈડ હોય છે અને તે બળતરા વિરોધી હોય છે. આને તમારી આંખોની આસપાસ લગાવો જેથી બળતરા અને ગરમી ઓછી થાય છે.
આ પણ વાંચો: મગજની પ્રવૃત્તિમાં ગ્લુકોઝની ભૂમિકા શું છે? જાણો અભ્યાસ શું કહે છે?
તમારી નીચેની પોપચા પર બદામના તેલ અથવા ઘી સાથે કાજલનો ઉપયોગ કરો, જે આંખોની ગરમી વધારશે અને આંસુ છોડવામાં અને તમારી આંખોમાં ફસાયેલી એલર્જન અથવા ધૂળને બહાર કાઢવામાં મદદ કરે છે.
ડિક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો,