/indian-express-gujarati/media/media_files/2026/02/10/fashion-tips-2026-02-10-15-59-34.jpg)
કપડાંમાં યોગ્ય કલર અને સ્ટાઇલ ખૂબ મહત્વની છે Photograph: (freepik)
fashion tips : દરેક વ્યક્તિ ફિટ, સુંદર અને યુવાન દેખાવા માંગે છે. આવી સ્થિતિમાં તમારા આઉટફિટ્સ તમારા દેખાવને વધારવામાં મોટી ભૂમિકા ભજવે છે. કપડાંમાં યોગ્ય કલર અને સ્ટાઇલ ખૂબ મહત્વની છે. ઘણી વખત તમે જોયું હશે કે કેટલાક રંગના કપડાં પહેરીને તમે પાતળા અને સ્માર્ટ દેખાવ છો. સ્થાને તમારી સ્કીન ટોનમાં પણ સુધારો કરે છે. શરીરનો શેપ પણ બેલેન્સ જોવા મળે છે. કેટલાક રંગના કપડાં બોડી ફેટ છુપાવવા માટે ભ્રમણા પેદા કરે છે. જેથી તમે પાતળા અને સુંદર લાગો છો. ચાલો આવા 5 રંગો વિશે જાણીએ.
પાતળા અને સ્ટાઇલિશ દેખાવા માટે આ રંગના આઉટફિટ્સ પહેરો
બ્લેક કલર
જો તમે તમારી જાતને પાતળા દેખાડવા માંગો છો, તો તમારે બ્લેક કલરના આઉટફિટ્સ પહેરવા જોઈએ. આ રંગ પહેરવાથી શરીરના એકસ્ટ્રા કર્વ્સ અને ચરબીને છુપાવવામાં મદદ મળે છે. મોટાભાગના લોકોને આ રંગમાં નેચરલી સ્લીમ લુક મળી શકે છે. સાથે તે તમારી ઓવરઓલ પર્સનાલિટીને નિખારવામાં પણ મદદ કરે છે.
નેવી બ્લૂ કલર
તમે ઓફિસ, પાર્ટી અથવા કેઝ્યુઅલ ડે આઉટિંગમાં નેવી બ્લુ કલર કપડાં પહેરી શકો છો. તેમાં તમને માત્ર સ્લિમ જ નહીં પરંતુ સ્ટાઇલિશ લુક પણ મળશે. તે મોટાભાગના લોકોને પોલિશ્ડ અને સાફ-સુથરો લુક આપે છે. તેમાં બોડી શેપ બેલેન્સ જોવા મળી શકે છે. આટલું જ નહીં તે ફેટ વાળા ભાગને કવર કરવામાં મદદ મળે છે.
વાઇન રેડ કલર
શરીરને પાતળું દેખાડવા માટે તમે વાઇન રેડ કલર પણ પહેરી શકો છો. તે તહેવાર કે ફોર્મલ ફંક્શનમાં પહેરવા માટે પરફેક્ટ રહેશે. આ રંગ જોવામાં ઘણો રિચ અને ક્લાસી લુક આપે છે.
આ પણ વાંચો - હવે ચોખા અને લોટમાં નહીં પડે જંતુ અને કીડા, ફક્ત આ 4 વાતોનું ખાસ ધ્યાન રાખો
ડાર્ક ગ્રીન કલર
જો તમે પાતળા દેખાવા માટે કંઈક અલગ પ્રયાસ કરવા માંગો છો તો પછી તમે ડાર્ક ગ્રીન કલર પહેરી શકો છો. આ કલર તમને સ્લિમ લુક આપે છે. ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન, ડાર્ક ગ્રીન દરેક પ્રકારના આઉટફિટમાં પરફેક્ટ લાગે છે.
સ્લિમ અને સ્ટાઇલિશ દેખાવા માટે આ ફેશન ટિપ્સને ફોલો કરો
પાતળા દેખાવા માટે, તમે નાના પ્રિન્ટવાળા કપડાં પહેરી શકો છો. મોટી પ્રિન્ટ શરીરને ભારે બતાવે છે. સ્ટાઇલિશ લુક મેળવવા માટે યોગ્ય ફિટિંગની કાળજી લો. શરીરની મુદ્રા પર પણ ધ્યાન આપો. સીધા ઊભા રહેવું, ખભા પાછળ રાખવા અને ઝુકીને ના ચાલવું. આ બધી બાબતો પણ તમને સ્લીમ અને આત્મવિશ્વાસ બતાવે છે.
ડિસ્ક્લેમર : લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us