/indian-express-gujarati/media/media_files/2026/03/09/ac-maintenance-tips-1-2026-03-09-14-06-35.jpg)
AC Maintenance Tips : એસી સંભાળ ટીપ્સ. Photograph: (Freepik)
AC Maintenance Tips : એસી ઉનાળાની ગરમીથી બચાવે છે. શિયાળામાં લાંબા સમય બંધ રાખ્યા બાદ ઉનાળામાં એર કન્ડિશનિંગ ચાલુ કરવાની પહેલા કાળજી રાખવી જરૂરી છે, જે તમને મોટા ખર્ચથી બચાવશે અને એસી પણ સારું કૂલિંગ આપશે. અહીં એસી શરૂ કરવાની આ 5 કામ કરવા જરૂરી છે.
1. AC ફિલ્ટરની સફાઇ
એસીનો સૌથી મહત્વનો પાર્ટ ફિલ્ટર છે. સામાન્ય રીતે એસી ફિલ્ટરની સફાઇ કરવી બહુ જરૂરી છે. શિયાળામાં એસી બંધ રાખો છે, તે દરમિયાન પણ ફિલ્ડરમાં ધૂળ અને ગંદકી જમા થાય છે, જેના કારણે એસીનું કુલિંગ બરાબર થતું નથી. આથી શિયાળામાં બાદ AC શરૂ કરતા પહેલા એસી ફિલ્ટરની સફાઇ કરવી જરૂરી છે. એસીનું ફિલ્ટર બહાર કાઢી તેને પાણીથી બરાબર સાફ કરો અને તડકામાં સુકવવા દો. પછી તેને પાછું એસીમાં ફિટ કરી દો. જો ફિલ્ટર ખરાબ કે બહુ જૂનું થઇ ગયું હોય તો નવું લગાવી દો. એસીનું ફિલ્ટર સાફ હશે તો બરાબર કુલિંગ આવશે.
2. એસીનું કોમ્પ્રેસર યુનિટ ચેક કરો
એસીનું આઉટડોર યુનિટ એટલે કે કોમ્પ્રેસરની બહાર અને અંદર ધૂળ, કચરો જામી જાય છે, શિયાળા બાદ ઉનાળામાં એસી ચાલુ કરવાની પહેલા કોમ્પ્રેસરની આસપાસ જમા કચરો સાફક કરો. તમે ખાતરી કરતો કોમ્પ્રેસરની આસપાસની ખુલ્લી જગ્યા જેથી હવાનો પ્રવાહ અવરોધાય નહીં. જો કોમ્પ્રેસરની નજીક સામાન મુક્યો છે તો તેને તાત્કાલિક હટાવી દો. હવાનો પ્રવાહ યોગ્ય હશે તો કોમ્પ્રેસર પર દબાણ ઓછું આવશે અને એસી સારું કુલિંગ આપશે.
3. વાયરિંગ અને પાવર કનેક્શનની તપાસ કરો
એસી ચાલુ કરવાની પહેલા પ્લગ, સર્કિટ અને વાયરિંગ કનેક્શનની તપાસ કરો. જો તમે સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરો છો તો તેની તપાસ કરો. ઢીલા કે તૂટેલા વાયર શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. ઇલેક્ટ્રિશિયન બદલાવી વાયરનું રિપેરિંગ કરાવો.
4. કૂલિંગ અને થર્મોસ્ટેટ ચેક કરો
એસી ચાલુ કર્યા બાદ તેના કુલિંગ પર ધ્યાન આપો. જો વિચિત્ર અવાજ આવે, પાણી લીકેજ થાય કે હવા ઓછી લાગે તો કોઇ ગરબડ હોઇ શકે છે. થર્મોસ્ટેટને લગભગ 24 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરો. તે તાપમાન કૂલિંગ અને વીજળીની બચત કરવામાં મદદરૂપ થાય છે. જો એસી બરાબર કૂલિંગ નથી આપી રહ્યું તો ગેસ ઓછી હોવી કે અંદર ટેકનિકલ ખરાબી હોઇ શકે છે.
આ પણ વાંચો | વિન્ડો AC કે સ્પ્લિટ એસી કિંમત થી લઇ મેન્ટેનન્સ સુધી ઘર માટે ક્યું ઉત્તમ છે? જાણો
5. એસી સર્વિસ કરાવો
તમારું એર કન્ડિશનિંગ બરાબર કૂલિંગ આપતું હોય, તેમ છતાં એક વર્ષમાં પ્રોફેશનલ સર્વિસ કરાવવી જરૂરી છે. પ્રોફેશનલ સર્વિસમાં ટેક્નિશિયન ગેસ લેવલ ચેક કરે છે, કોઇલ સાફ કરે છે, ડ્રેનેજ પાઇપ સાફ કરે છે, કોમ્પ્રેસર ચેક કરે છે. નિયમિત એસી સર્વિસથી ગરબડ થવાની સંભાવના ઘટી જાય છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us