/indian-express-gujarati/media/media_files/2026/01/15/reheating-food-side-effects-2026-01-15-14-51-00.jpg)
Reheating Food Side Effects : ફ્રિજમાં મુકેલો ખોરાક વારંવાર ગરમ કરીને ખાવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. Photograph: (Freepik)
Reheating Food Side Effects : શરીર સ્વસ્થ રાખવા આરોગ્યપ્રદ ભોજન જરૂરી છે. હકીકકમાં તાજું ગરમ ખોરાક માત્ર ખાવામાં જ આનંદદાયક નથી પરંતુ સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે. વિજ્ઞાન અને આયુર્વેદ બંને એ વિચારને સમર્થન આપે છે કે ઓછી આંચ પર રાંધેલું તાજું ખોરાક ખાવાથી આપણું શરીર પોષક તત્વોને પૂરતા પ્રમાણમાં શોષી લે છે અને આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. જીવનમાં વ્યસ્તતાને કારણે લોકો, ખાસ કરીને ઓફિસ જતા લોકો ઘણીવાર રાત્રે રાંધે છે અને સવારના નાસ્તાથી લઈને બપોરના ભોજન સુધી ખાય છે.
તમને ફ્રિજમાં ભોજન રાખવાની અને તેને ફરીથી ગેસ પર ગરમ કરીને ખાવાની આદત હશે, પરંતુ આ ખોરાક તમારા સ્વાસ્થ્ય માટે ઝેર સમાન સાબિત થાય છે. ખોરાકને વારંવાર ગરમ કરવાથી ખોરાકનો સ્વાદ બદલાય છે, પરંતુ આ ખોરાક તમારા સ્વાસ્થ્ય પર સાયલન્ટ કિલરનું કામ કરે છે.
ફ્રિજમાં રાખેલું ભોજન ગરમ કરો ત્યારે તે કેવી રીતે ઝેરી બને છે?
ઘણી વખત ડોકટરો વાસી ખોરાકને ગરમ કરીને ન ખાવાની સલાહ આપે છે. વાસી ખોરાકને ગરમ કરીને ખાવાની આદત સાયલન્ટ કિલરની જેમ કામ કરે છે. વૈજ્ઞાનિક રીતે, જ્યારે આપણે ખોરાકને વારંવાર ગરમ કરીએ છીએ, ત્યારે તેની રાસાયણિક રચના બદલાઈ જાય છે. તેને ધીમું ઝેર કહેવામાં આવે છે કારણ કે તેનાથી થતું નુકસાન તરત જ દેખાતું નથી, પરંતુ ધીમે ધીમે તે શરીરના આવશ્યક અંગોને નુકસાન પહોંચાડે છે. વાસી ખોરાકને દરરોજ ગરમ કરીને ખાવાથી યકૃત, કિડની અને પાચન પર અસર પડે છે.
ક્યો ખોરાક ફરી ગરમ કરવાથી ઝેર સમાન બની જાય છે?
આયુર્વેદિક અને યુનાની દવાઓના નિષ્ણાત ડો.સલીમ ઝૈદીના જણાવ્યા અનુસાર, કેટલીક ખાદ્ય ચીજોને વારંવાર ગરમ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આયુર્વેદ અને વૈજ્ઞાનિક સંશોધન અનુસાર, આ આદત ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, કેટલાક ખોરાકને ફરીથી ગરમ કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી અને આ પેટ ભરતો ખોરાક શરીર માટે ઝેર બની જાય છે.
પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજી ફરી ગરમ ન કરો
લીલા પાંદડાવાળા શાકભાજી, ખાસ કરીને પાલક ફરી ગરમ કરીને સેવન ન કરો. નાઇટ્રેટ્સ આ લીલા શાકભાજીમાં જોવા મળે છે જે સામાન્ય પરિસ્થિતિઓમાં ફાયદાકારક છે. પરંતુ તેમને વારંવાર ગરમ કરવાથી, આ નાઇટ્રાઇટ્સ, નાઇટ્રોસેમાઇનમાં ફેરવાઈ શકે છે, જે કેન્સરકારક તત્વ માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, લીલા શાકભાજીનું સેવન હંમેશા તાજા થવું જોઈએ.
ભાત ફરી ગરમ કરવાનું ટાળો
ચોખામાં બેસિલસ સેરિયસ (Bacillus cereus ) નામનો બેક્ટેરિયા મળી શકે છે. જો રાંધેલા ચોખાને લાંબા સમય સુધી ઓરડાના તાપમાને રાખવામાં આવે અને પછી ફરીથી ગરમ કરવામાં આવે તો તે ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે છે. વધેલા ચોખાને તરત જ ફ્રિજમાં રાખીને એક જ વાર ગરમ કરવું યોગ્ય છે, પરંતુ જો તમે તેને વારંવાર ગરમ કરો છો, તો આ ચોખા તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની જાય છે.
બટાટા ઝેર બની શકે છે
રાંધેલા બટાકાને ઓરડાના તાપમાને સંગ્રહિત કરવાથી ક્લોસ્ટ્રીડિયમ બોટુલિનમ નામના બેક્ટેરિયા ઉત્પન્ન થઇ શકે છે, જે બોટ્યુલિઝમ જેવા ગંભીર ફૂડ પોઇઝનિંગનું કારણ બને છે. જો તમે બટાકામાંથી તમામ પોષક તત્વો મેળવવા માંગતા હો, તો તમારે બટાકાને વારંવાર ગરમ કરીને ખાવાનું ટાળવું જોઈએ. તમે બટાકાનું શાક બનાવી તરત જ ખાઇ લો, તેનાથી ફાયદો થશે.
ચિકન અને ઇંડા ફરી ગરમ ન કરવા
ચિકન અને ઇંડા પ્રોટીનના સારા સ્ત્રોત છે, પરંતુ તેમને વારંવાર ગરમ કરવાથી, તેમની પ્રોટીન રચના સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ચિકન અથવા ઇંડાને ફરીથી ગરમ કરવાથી પાચન બગડે છે, પેટમાં ગેસ પેદા થાય છે, એસિડિટી અને અપચો થઇ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, આ ખોરાક ફૂડ પોઇઝનિંગનું કારણ પણ બની શકે છે.
મશરૂમ ગરમ ન કરવું
મશરૂમ એક એવું શાકભાજી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ આ શાકભાજીને ફરીથી ગરમ કરીને ખાવાથી સ્વાસ્થ્ય માટે ઝેર સમાન સાબિત થાય છે. જ્યારે ફરીથી ગરમ કરવામાં આવે છે, ત્યારે ખોરાકમાં હાજર પ્રોટીન અને ઉત્સેચકો નાશ પામે છે. આ ખોરાક ખાવાથી પેટમાં દુખાવો, ઉલટી અને પાચનની સમસ્યા થઈ શકે છે. મશરૂમ શાકભાજીને તાજું બનાવીને ખાવાથી તમને હંમેશા ફાયદો થશે.
આ પણ વાંચો | કાનમાં મેલ જમા થઇ ગયો છે? ઘરે કાન સાફ કરવાની સુરક્ષિત રીત જાણો
નિષ્કર્ષ : અમુક ખાદ્ય ચીજોને વારંવાર ગરમ કરવાથી તેમના પોષક તત્વો ઘટે છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં તેમને સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ બનાવે છે. ચા અને ઘી સિવાય, ઉપર જણાવેલ કેટલાક ખોરાકને ફરીથી ગરમ કરીને ખાવાનું ટાળો.
Disclaimer : આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી છે. કોઈપણ પ્રકારના સ્વાસ્થ્યલક્ષી ફેરફાર અથવા આહારમાં ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us