/indian-express-gujarati/media/media_files/2026/02/09/old-towels-reuse-idea-2026-02-09-19-01-27.jpg)
Old Towels Reuse Tips : જુના ટુવાલ ફરી ઉપયોગ કરવાની રીત. Photograph: (Freepik)
Old Towels Reuse For Home Cleaning Tips : ટુવાલ શરીર લુછવા માટે વપરાય છે. લોકો ઘણીવાર જૂના ટુવાલને નકામા તરીકે ફેંકી દે છે. જો કે, તમે આ ટુવાલનો સ્માર્ટ રીતે ફરી ઉપયોગ કરીને ઘરના કામકાજને પણ સરળ બનાવી શકો છો. જુના ટુવાલ જાડા, વધુ પાણી શોષી લેતા અને મજબૂત હોય છે, જે સફાઈ થી લઈને રસોડું અને બગીચામાં ખૂબ ઉપયોગી થઈ શકે છે.
જો તમે પણ તમારા જુના ટુવાલ ફેંકી દેતા હોવ તો થોભી જાઓ... તમે આ ટુવાલનો સ્માર્ટ રીતે ફરીથી ઉપયોગ પણ કરી શકો છો. અહીં અમે તમારા માટે પાંચ સરળ આઈડિયા લાવ્યા છીએ, જેને તમે અનુસરી શકો છો.
પગ લુછણીયા અથવા કિચન મેટ તૈયાર કરો
તમે જુના ટુવાલનો ઉપયોગ ડોરમેટ / પગ લુછણીયા અથવા કિચન મેટતરીકે કરી શકો છો. જો ટુવાલ જાડો હોય, તો તેને ફોલ્ડ કરો અથવા સીવી લો અને તેને દરવાજાની નજીક મૂકો. તે જુતા ચપ્પલ માંથી ધૂળ અને ગંદકી ઘરમાં આવતા અટકાવશે. તમે તેનો ઉપયોગ કિચન સિંક નજીક મેટ તરીકે પણ કરી શકો છો.
પોતું અથવા ડસ્ટિંગ ક્લોથ બનાવો
જુના ટુવાલને નાના ટુકડામાં કાપી લો, પછી તેનો ફ્લોર, દરવાજા બારી અને ફર્નિચર સાફ કરવા માટે ઉપયોગ કરી શકાય છે. તેનાથી કાર પણ સાફ કરી શકો છો. જાડા ટુવાલમાં પાણીને શોષવાની ક્ષમતા વધારે હોય છે, તેથી તે સફાઈ માટે યોગ્ય રહે છે.
પેટ ડોગ માટે પથારી બનાવો
જુના ટુવાલનો ઉપયોગ પાળતુ પ્રાણી માટે પથારી તરીકે પણ થઈ શકે છે. આ માટે પહેલા જૂના ટુવાલને ધોઈને ફોલ્ડ કરીને પેટ ડોગની ઊંઘવાની જગ્યા પર મૂકો.
જુના ટુવાલ વડે પેકિંગ કરો
કાચના વાસણો અથવા નાજુક વસ્તુઓ પેક કરતી વખતે જૂના ટુવાલનો ઉપયોગ કરી શકાય છે. તે સામાનને સુરક્ષિત રાખશે, એક ગાદી તરીકે કાર્ય કરે છે.
આ પણ વાંચો | દાળ શાકમાં વધારે મીઠું પડી ગયું? આ 5 કિચન ટીપ્સ વડે સ્વાદને સંતુલિત કરો
બાગકામમાં ઉપયોગ
ઘણી વખત છોડના કુંડામાં પાણી રેડ્યા બાદ આજુબાજુમા પાણી ફેલાઈ જાય છે. આવી સ્થિતિમાં તમે કુંડાની નીચે જુના ટુવાલ મૂકી શકો છો. તે પાણીને સરળતાથી શોષી લેશે, પાણી ફેલાતું અટકાવશે. આ ઉપરાંત જુના ટુવાલનો ઉપયોગ છોડની સફાઈમાં પણ થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us