ગાઝિયાબાદ ટ્રિપલ આત્મહત્યા: 'કોરિયન' ડ્રામાની કાલ્પનિક દુનિયામાં ખોવાયેલી ૩ બહેનોએ કેમ પસંદ કર્યો મોતનો માર્ગ? | Special Report

ગાઝિયાબાદમાં ત્રણ સગીર બહેનોની આત્મહત્યા પાછળનું ચોંકાવનારું કારણ અને બાળ સંભાળ અંગે વાલીઓએ શું ધ્યાન રાખવું? ઓનલાઇન કોરિયન ડ્રામા, ગેમ્સ અને ડિજિટલ દુનિયાના વ્યસને કેવી રીતે એક પરિવારને વેરવિખેર કરી નાખ્યો? વાંચો વિગતવાર અહેવાલ

ગાઝિયાબાદમાં ત્રણ સગીર બહેનોની આત્મહત્યા પાછળનું ચોંકાવનારું કારણ અને બાળ સંભાળ અંગે વાલીઓએ શું ધ્યાન રાખવું? ઓનલાઇન કોરિયન ડ્રામા, ગેમ્સ અને ડિજિટલ દુનિયાના વ્યસને કેવી રીતે એક પરિવારને વેરવિખેર કરી નાખ્યો? વાંચો વિગતવાર અહેવાલ

author-image
Ajay Saroya
New Update
ગાઝિયાબાદ ત્રિપલ આત્મહત્યા અને બાળ સંભાળ માટે ચોંકાવનારા તથ્યો કારણો - Ghaziabad triple tragedy alert for child parenting

ગાઝિયાબાદ ત્રિપલ આત્મહત્યા અને બાળ સંભાળ માટે ચોંકાવનારા તથ્યો કારણો Photograph: (Illustrations generated by Gemini/Nano Banana with theme specific prompts by Abhishek Mitra))

Ghaziabad triple suicide online addiction: ગાઝિયાબાદમાં બુધવારે વહેલી સવારે 2 વાગ્યે સર્જાયેલી એક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એક જ પરિવારની 12, 14 અને 16 વર્ષની ત્રણ સગીર બહેનોએ નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. પોલીસ તપાસમાં જે તથ્યો સામે આવ્યા છે તે સોશિયલ મીડિયા અને ઓનલાઇન કન્ટેન્ટના યુગમાં જીવતા દરેક વાલી માટે ચોંકાવનારા અને ચેતવણીરૂપ છે.

Advertisment

K ડ્રામા 'કોરિયન' કાલ્પનિક વિશ્વ 

પોલીસના જણાવ્યા અનુસાર, આ ત્રણેય બહેનો છેલ્લા કેટલાક સમયથી વાસ્તવિક દુનિયાથી દૂર થઇ ગઈ હતી. તેઓ 24 કલાક કોરિયન ડ્રામા (K-Dramas), કોરિયન સંગીત (K-Pop) અને ઓનલાઇન ગેમ્સમાં ડૂબેલી રહેતી હતી. 

તેમની સ્થિતિ એવી હતી કે તેઓ વાતચીતમાં પણ કોરિયન પાત્રોનું અનુકરણ કરતી અને તેમના જેવો જ વ્યવહાર કરતી હતી.

8 પાનાની સ્યુસાઈડ નોટ: "કોરિયન એ અમારું જીવન છે"

પોલીસને ઘટનાસ્થળેથી 8 પાનાની એક સ્યુસાઈડ નોટ મળી છે, જેમાં હૃદયદ્રાવક વાતો લખવામાં આવી છે.

Advertisment

લગ્નનો ડર: છોકરીઓએ લખ્યું હતું કે, "શું આપણે આ દુનિયામાં એટલા માટે જીવવું જોઈએ કે તમે અમને મારો? ભારતીય પુરુષો સાથે લગ્ન કરવાનો વિચાર પણ અમને તણાવ આપે છે. અમે કોરિયન્સને પ્રેમ કરીએ છીએ અને અહીં લગ્ન ક્યારેય સ્વીકારીશું નહીં."

જીવન છીનવી લેવાનો આક્ષેપ: પિતાએ જ્યારે તેમના ફોન લઈ લીધા ત્યારે તેમણે લખ્યું, "કોરિયન એ અમારું જીવન છે, તમે અમારું જીવન છીનવી લેવાની હિંમત પણ કેવી રીતે કરી? હવે તમે પુરાવો જોઈ લીધો હશે કે અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.

શાળા છૂટી ગઈ, ફોન જ સર્વસ્વ બની ગયો

પિતાના જણાવ્યા મુજબ, મોટી દીકરીએ 7મા ધોરણમાં અને અન્ય બે બહેનોએ 6ઠ્ઠા અને 5મા ધોરણમાં અભ્યાસ છોડી દીધો હતો. છેલ્લા 3 વર્ષથી તેઓ શાળાએ જતી નહોતી. 

પિતાએ તેમને કોચિંગ સેન્ટરમાં મોકલવાનો પ્રયાસ કર્યો પણ ત્યાં પણ ઝઘડો કરીને તેઓ ઘરે બેસી ગઈ હતી. દિવસ-રાત માત્ર ફોન અને ઈન્ટરનેટ જ તેમનું વિશ્વ હતું.

3 મહિના પહેલા તેમણે પોતાની યુટ્યુબ ચેનલ બનાવી હતી, જે પિતાએ ડિલીટ કરી દેતા તેઓ ખૂબ જ નારાજ થઈ ગઈ હતી.

ગરીબી, દેવું અને પારિવારિક તણાવ

આ કરુણાંતિકા પાછળ માત્ર ઓનલાઇન વ્યસન જ નહીં, પણ ઘરની આર્થિક સ્થિતિ પણ જવાબદાર હોવાનું જણાય છે. પિતા પર 2 કરોડ રૂપિયાનું દેવું હતું. પરિવાર મોટો હતો. 

બે પત્નીઓ (જે બંને સગી બહેનો છે), પાંચ બાળકો અને અન્ય સંબંધીઓ એક જ ભાડાના ફ્લેટમાં રહેતા હતા. બાળકો પર કડક શિસ્ત અને મારઝૂડનો આરોપ પણ સ્યુસાઈડ નોટમાં લગાવવામાં આવ્યો છે.

નિષ્ણાતોનું શું કહેવું છે? (Expert Analysis)

આ ઘટના દર્શાવે છે કે જ્યારે બાળકો વાસ્તવિક જીવનના તણાવ (ગરીબી, કલહ) થી બચવા માંગતા હોય, ત્યારે તેઓ ઓનલાઇન કાલ્પનિક દુનિયાને પોતાનું 'શરણાગતિ સ્થળ' (Escape) બનાવી લે છે.

કોરિયન કલ્ચરનું ગ્લેમર અને ઓનલાઇન ગેમ્સ (જેવી કે The Baby in Yellow, Evil Nun) તેમના મગજ પર એવો કબજો જમાવી લે છે કે તેમને વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેનો તફાવત સમજાતો નથી.

વાલીઓ માટે બોધપાઠ

  • બાળકોના ઓનલાઇન કન્ટેન્ટ પર નજર રાખો, પણ 'સ્ક્રીન ટાઈમ' અચાનક બંધ કરવાને બદલે તેમની સાથે વાતચીત કરીને ઉકેલ લાવો. 
  • જો બાળક અભ્યાસ છોડી દે કે એકાંતપ્રિય બની જાય, તો તાત્કાલિક મનોવૈજ્ઞાનિકની મદદ લો. 
  • કડક શિસ્ત અને મારઝૂડ ઘણીવાર બાળકને વિદ્રોહી બનાવી દે છે.

જાણો કઇ ઉંમરે કેટલી ઊંઘ જરુરી છે, જુઓ પરફેક્ટ સ્લીપ ચાર્ટ

આજની ભાગદોડભરી અને ઓનલાઇન દુનિયામાં બાળ સંભાળ એ પરિવાર માટે પડકારજનક છે. આ સંજોગોમાં વાલીઓએ સમજી વિચારીને અને યોગ્ય મનોવૈજ્ઞાનિક સલાહ અનુસરવી એ આજની તાતી જરુર છે. 

જીવનશૈલી