શું તમારી બીમારીનું કારણ ઓછી ઊંઘ તો નથીને? જાણો કઇ ઉંમરે કેટલી ઊંઘ જરુરી છે, જુઓ પરફેક્ટ સ્લીપ ચાર્ટ

Recommended Sleep Hours by Age Group : 2026માં 3 માંથી 1 પુખ્ત વયના લોકોને 7-9 કલાકની સંપૂર્ણ ઊંઘ લઇ રહ્યા નથી. ડિજિટલ ઓવરલોડ અને મોબાઇલના આડેધડ ઉપયોગને કારણે 2026માં અનિદ્રાના કેસોમાં 47% નો વધારો જોવા મળ્યો છે

Recommended Sleep Hours by Age Group : 2026માં 3 માંથી 1 પુખ્ત વયના લોકોને 7-9 કલાકની સંપૂર્ણ ઊંઘ લઇ રહ્યા નથી. ડિજિટલ ઓવરલોડ અને મોબાઇલના આડેધડ ઉપયોગને કારણે 2026માં અનિદ્રાના કેસોમાં 47% નો વધારો જોવા મળ્યો છે

author-image
Ashish Goyal
New Update
Recommended Sleep Hours by Age Group

કઇ ઉંમરે કેટલી ઊંઘ જરુરી છે જાણો Photograph: (chatgpt)

Recommended Sleep Hours by Age Group : નેશનલ સ્લીપ ફાઉન્ડેશન દ્વારા રિસર્સ બતાવે છે કે આપણું મગજ ઊંઘ દરમિયાન ટોક્સિન સાફ કરે છે. જો તમે યુવાન છો અને 6 કલાકથી ઓછી ઊંઘ લો છો તો તમે તણાવ, સ્થૂળતા અને દિલની બીમારીઓનું જોખમ 40% સુધી વધી શકે છે. ઊંઘ એ આપણા શરીર અને મનને ફ્રેશ કરવાની કુદરતી રીત છે. દિવસ ભરના થાક પછી રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ આપણા મનને ફરીથી રિસેટ કરે છે. 

Advertisment

ઊંઘ શા માટે મહત્વપૂર્ણ છે?

મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે શરીરને રક્ષણાત્મક સાયટોકાઇન, એન્ટિબોડી અને ટી-કોષો ઉત્પન્ન કરવામાં મદદ કરે છે જે ચેપ અને બળતરા સામે લડે છે.

લાંબા સમય સુધી ઊંઘનો અભાવ વાયરસ પ્રત્યે સંવેદનશીલતા વધારે છે અને શરીરમાં રોગોનું જોખમ વધારે છે.

ઊંઘનો અભાવ શરીરમાં સુજનનું કારણ બને છે.

ઊંઘ એ શરીરની રિપેયર મોડ છે. આ સમય દરમિયાન મગજ સંપૂર્ણપણે બંધ થતું નથી, પરંતુ તે દિવસભર મળેલી માહિતી પર પ્રક્રિયા કરે છે, મહત્વપૂર્ણ યાદોને બચાવે છે અને બિનજરૂરી માહિતીને દૂર કરે છે. 

Advertisment

સારી ઊંઘ લીધા પછી મગજ વધારે તેજ, શાંત અને ફોક્સ્ડ લાગે છે.

ઓછી ઊંઘના ગેરફાયદા

જો તમે રાત્રે 6 કલાકથી ઓછી ઊંઘ લો છો, તો તે તમારી કામ કરવાની ક્ષમતા અને મૂડને અસર કરી શકે છે.

ઊંઘ પુરી ના થાય તો માનસિક તણાવ અને થાક વધી જાય છે.

ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે અને મૂડ સ્વિંગ્સ, ચીડિયાપણું, એંઝાઇટી જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

2026 માં ઊંઘની ઉણપના કેસો વધી રહ્યા છે

2026માં 3 માંથી 1 પુખ્ત વયના લોકોને 7-9 કલાકની સંપૂર્ણ ઊંઘ લઇ રહ્યા નથી. ડિજિટલ ઓવરલોડ અને મોબાઇલના આડેધડ ઉપયોગને કારણે 2026માં અનિદ્રાના કેસોમાં 47% નો વધારો જોવા મળ્યો છે. 2026માં ઊંઘની ઉણપ માત્ર થાકના કારણ તરીકે જ નહીં પરંતુ વૈશ્વિક આરોગ્ય કટોકટીના કારણ તરીકે ઉભરી આવી છે. 

2026 માટેના તાજેતરના સંશોધન અને ડેટા અનુસાર આપણી ખરાબ લાઇફસ્ટાઇલ આપણી રાતોની ઊંઘ છીનવી રહી છે. જાન્યુઆરી 2026 માં ભોપાલ એઈમ્સના એક નવા સંશોધન મુજબ ઊંઘના અભાવ અને કેન્સર વચ્ચે મજબૂત સંબંધ જોવા મળ્યો છે. પૂરતી ઊંઘ ન મળવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, જેના કારણે શરીર કેન્સરના કોષો અને ચેપ સામે લડવામાં નિષ્ફળ જાય છે.

દિવસમાં 6 કલાકથી ઓછી ઊંઘ તમારા સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે?

ભારતમાં 70 ટકા લોકો દિવસમાં 6 કલાકથી ઓછી ઊંઘ લે છે અને 30 ટકા લોકો ખરાબ ઊંઘની ફરિયાદ કરે છે. શું તમે જાણો છો કે દરરોજ 6 કલાકથી ઓછી ઊંઘ માત્ર થાક જ નહીં પરંતુ સ્થૂળતા, તણાવ અને દિલના રોગોનું કારણ પણ બની શકે છે?

આ પણ વાંચો - વજન ઘટાડવા માટે 6-6-6 Walking Rule વિશે જાણો? સમજો કસરતની આ ફોર્મ્યુલા

એક્સપર્ટ કોમેન્ટ 

છેલ્લા 15 વર્ષથી ડોક્ટર તરીકે સેવા આપી રહેલા આયુર્વેદિક અને યુનાની દવાઓના નિષ્ણાત ડો.સલીમ ઝૈદીના જણાવ્યા અનુસાર લોકડાઉન પછી ઊંઘની ઉણપમાં 25 ટકાનો વધારો થયો છે. ઊંઘની ઉણપ જેને અનિદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આપણા શરીર અને માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે. ઊંઘની ઉણપના કારણે આખો દિવસ થાક લાગે છે, શારીરિક ક્ષમતામાં ઘટાડો થાય છે અને શરીર યોગ્ય રીતે કામ કરી શકતું નથી. જો લાંબા સમય સુધી અનિદ્રાની અવગણના કરવામાં આવે તો ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા અને દિલ સંબંધિત રોગોનું જોખમ વધી જાય છે.

ઉંમરના હિંસાબે કેટલી ઊંઘ જરૂરી છે?

  • 0-3 વર્ષ : 14-17 કલાક
  • 4-12 વર્ષ : 9-12 કલાક
  • 13-18 વર્ષ : 8-10 કલાક
  • 18-64 વર્ષ : 7-9 કલાક
  • 65+ વર્ષ    : 7-8 કલાક

ઊંઘ કેવી રીતે સુધારવી?

  • દિવસમાં 7-8 કલાક ઊંઘ લો
  • સૂતા પહેલા મોબાઇલ અને સ્ક્રીનનો સમય ઘટાડો
  • હળવી કસરત અને મેડિટેશન કરો
  • કેફીન અને આલ્કોહોલથી દૂર રહો

નિષ્કર્ષ

ઊંઘ માત્ર આરામ નથી, પરંતુ તમારો સુપર પાવર છે. સારી ઊંઘ મગજને તેજ, મૂડ સારો રાખે છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અને શરીરને સંપૂર્ણ સ્વસ્થ રાખે છે.

ડિસ્ક્લેમર - આ સ્ટોરી સામાન્ય માહિતીના હેતુઓ માટે તૈયાર કરવામાં આવી છે. કોઈપણ પ્રકારનું સ્વાસ્થ્ય પરિવર્તન અથવા આહારમાં ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો.

health tips જીવનશૈલી