ડાયાબિટીસ એક એવો રોગ છે જેને કાબૂમાં ન રાખવામાં આવે તો કિડની, હૃદય, સ્થૂળતા અને ફેફસાં જેવા અનેક જૂના રોગોનું જોખમ વધી જાય છે. ડાયાબિટીસ ટાઇપ-1 અને ટાઇપ-2 ડાયાબિટીસ બે પ્રકારના હોય છે. બંને પ્રકારના ડાયાબિટીસના લક્ષણો લગભગ સરખા જ હોય છે. બંને પ્રકારના ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ડાયટનું ધ્યાન રાખવું, શરીરને સક્રિય રાખવું, સ્ટ્રેસથી દૂર રહેવું અને બ્લડ સુગરની નિયમિત તપાસ કરવી ખુબજ જરૂરી છે.
કેટલાક ઘરેલું ઉપચાર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે, જેના સેવનથી બ્લડ સુગરને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે આદુ એક ઉત્તમ ઔષધી છે, જેના સેવનથી બ્લડ સુગરને ખૂબ જ સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. આવો નિષ્ણાતો પાસેથી જાણીએ કે આદુનું સેવન સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે અને તે બ્લડ સુગરને કેવી રીતે કંટ્રોલ કરે છે..
આ પણ વાંચો: અનુષ્કા શર્મા: અભિનેત્રી સાંજે 6 વાગે કરે છે ડિનર, શું તે ડાયાબિટીસ, વજન કંટ્રોલમાં થઇ શકે મદદગાર?
આદુના ઔષધીય ગુણો:
આદુ એ ઔષધીય ગુણોથી ભરપૂર મસાલો છે, જેનો ઉપયોગ શરદી અને ફ્લૂની સારવાર માટે થાય છે. તેમાં જિંજરોલ અને શોગોલ જેવા સંયોજનો છે, જેમાં એન્ટિ-વાયરલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો પણ છે. ઘણા સંશોધનોમાં તે બહાર આવ્યું છે કે આદુનો અર્ક ઈન્ફલ્યુએન્ઝા વાયરસને કંટ્રોલ કરવામાં અસરકારક છે. આદુનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને ચેપથી બચાવે છે. આના સેવનથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે.
આદુ બ્લડ સુગરને કેવી રીતે કંટ્રોલ કરે છે:
આદુના એન્ટી-ઓક્સિડેટીવ અને બળતરા વિરોધી ગુણો ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં અસરકારક છે. તેનું સેવન કરવાથી બ્લડ સુગરની સાથે કિડનીનું સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહે છે. ટાઈપ- 2 ડાયાબિટીસવાળા દર્દીઓમાં ઓક્સિડેટીવ તણાવ અને બળતરા ઘટાડવામાં આદુનું સેવન અસરકારક છે.
આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ : એલોવેરા પેક તમને આપશે દોષરહિત સુંદર ત્વચા, આ રીતે બનાવો ફેસ પેક
ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ સિડનીના સંશોધકોના જણાવ્યા અનુસાર ઉંદરો પર કરવામાં આવેલા અભ્યાસમાં આદુના રસનું સેવન ડાયાબિટીક નેફ્રોપથીને નિયંત્રણમાં રાખવાની સાથે સાથે ઉંદરોની કિડનીના કાર્યમાં સુધારો કરે છે. નિષ્ણાતોના મતે કિડનીની બીમારી ડાયાબિટીસની કોમ્પ્લીકેશનમાં વધારો કરે છે.
જીંજરોલ આદુમાં જોવા મળે છે જે આદુનો સક્રિય ઘટક છે. તેનું સેવન કરવાથી ઈન્સ્યુલિન કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. આદુના રસનું નિયમિત સેવન લોહીમાં ગ્લુકોઝના સ્તરને કંટ્રોલ કરે છે. ઉંદરો પર કરવામાં આવેલા અભ્યાસમાં, સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે જે ઉંદરોને આદુનો અર્ક આપવામાં આવ્યો હતો તેઓને બ્લડ સુગરમાં 35 ટકાનો ઘટાડો થયો હતો. યુરોપીયન જર્નલ ઓફ ફાર્માકોલોજી (2009) માં, સંશોધકોએ અહેવાલ આપ્યો કે આદુના બે અલગ અલગ અર્ક, સ્પિસમ અને તેલયુક્ત અર્ક, ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવામાં અસરકારક હતા.