scorecardresearch

ભાગ્યશ્રીએ લીલા કઠોળના ફાયદાઓની આપી યાદી, સ્વાદિષ્ટ રેસીપી કરી શેર

green beans : ગ્રીન બીન્સ (green beans ) તેમાં વિટામિન સી અને કે, ફોલેટ, આયર્ન અને પોટેશિયમ સહિત કેટલાક પોષક તત્વો પણ છે. તેમાં દ્રાવ્ય ફાઇબર હોય છે જે સામાન્ય રીતે આંતરડા માટે સારા હોય છે અને તમામ વનસ્પતિ ફાઇબરની જેમ, ગ્રીન બીન્સ પણ સ્વસ્થ આંતરડાના બેક્ટેરિયાને ખવડાવવા માટે પ્રીબાયોટિક્સ તરીકે કામ કરે છે.

Bhagyashree shares the benefits of green beans (Source: Bhagyashree/Instagram)
ભાગ્યશ્રી લીલા કઠોળના ફાયદાઓ શેર કરે છે (સ્રોત: ભાગ્યશ્રી/ઇન્સ્ટાગ્રામ)

ફિટનેસ અને ટ્રાવેલિંગ ગોલ્સ પૂરા કરવા ઉપરાંત, ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર જરૂરી પોષણ સંબંધી પોસ્ટ પણ શેર કરતી રહે છે, વિવિધ ફળો, શાકભાજી અને મસાલાના ફાયદાઓ પોસ્ટ કરતી રહે છે. એવી જ રીતે, અભિનેત્રીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર સૌથી સ્વાદિષ્ટ ભારતીય રસોડાનાં મુખ્ય – ગ્રીન બીન્સના વિવિધ લાભો વિષે વાત કરી હતી, તેના જણાવ્યા મુજબ, ગ્રીન બીન્સના અથવા સ્ટ્રીંગ બીન્સ ઘણા સ્વાસ્થ્ય લાભો ધરાવે છે.

તેમાં કેલરી ઓછી છે, તેમાં ચરબી નથી અને શર્કરા ખુબજ ઓછી માત્રામાં છે તેવું શેર કરતાં, ભાગ્યશ્રીએ કહ્યું કે ગ્રીન બીન્સ “જ્યારે તમે તમારી કમરલાઇનને જોતા હોવ ત્યારે અદ્ભુત હોય છે”. તેણે ઉમેર્યું હતું કે ગ્રીન બીન્સના એક કપમાં “મેગ્નેશિયમ (હૃદયની તંદુરસ્તી જાળવી રાખે છે), પોટેશિયમ, ફાઈબર (બ્લડ પ્રેશર ઘટાડીને અને સોજાને ઘટાડીને હૃદયના સ્વાસ્થ્ય માત્ર ફાયદાકારક છે ), લગભગ 2 ગ્રામ પ્રોટીન અને વિટામિન એ, સી, કે અને ફોલેટ” હોય છે.

કાર્યાત્મક પોષક મુગ્ધા પ્રધાન, જે iThrive ના CEO અને સ્થાપક છે તેમણે જણાવ્યું હતું કે લીલા કઠોળમાં ફાયટોન્યુટ્રિઅન્ટ્સ, એન્ટીઑકિસડન્ટો, ફાઇબર અને ક્લોરોફિલ જેવા ફાયદાકારક સંયોજનો છે. તેમણે જણાવ્યું હતું કે, “તેમાં વિટામિન સી અને કે, ફોલેટ, આયર્ન અને પોટેશિયમ સહિત કેટલાક પોષક તત્વો પણ છે. તેમાં દ્રાવ્ય ફાઇબર હોય છે જે સામાન્ય રીતે આંતરડા માટે સારા હોય છે અને તમામ વનસ્પતિ ફાઇબરની જેમ, લીલા કઠોળ પણ સ્વસ્થ આંતરડાના બેક્ટેરિયાને ખવડાવવા માટે પ્રીબાયોટિક્સ તરીકે કામ કરે છે,”

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય વન દિવસ 2023 : શું છે મહત્વ? કેટલો છે ભારતમાં વન વિસ્તાર?

તમારા આહારમાં ગ્રીન બીન્સનો સમાવેશ કરવાની ઘણી બધી રીતો છે, ત્યારે અભિનેત્રીએ એક સરળ રેસીપી શેર કરી છે જે તમે ઓછા ટાઈમમાં તૈયાર કરી શકો છો.

સામગ્રી

તેલ
1 ચમચી જીરું (જીરા)
1 ચમચી (અજવાઈન)
એક ચપટી હિંગ (હીંગ)
2 સમારેલા લીલા મરચા
મીઠું સ્વાદ પ્રમાણે
1 ચમચી ખાંડ
1 ચમચી ધાણા પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
છીણેલું નારિયેળ
300 ગ્રામ સમારેલા કઠોળ

આ પણ વાંચો: મગરમાંથી ચેપી રોગની દવા બનશે, એક સંશોધનમાં દાવો કરાયો

મેથડ

એક પેનમાં થોડું તેલ ગરમ કરો.
પેનમાં જીરૂ, હિંગ અને અજમો ઉમેરો. એક મિનિટ માટે સાંતળો.
તેમાં લીલા મરચાં ઉમેરીને બીજી મિનિટ સાંતળો.
હવે કડાઈમાં લીલા કઠોળ ઉમેરો અને તેને ખુલ્લી આંચ પર ચડવા દો.
બધી સામગ્રીને બરાબર હલાવો. કડાઈમાં મીઠું અને ખાંડ ઉમેરો જેથી કઠોળ ભેજવાળી થઈ જાય અને કઠોળ જાતે જ રંધાઈ જાયને તેમનો લીલો રંગ જાળવી શકે.
એકવાર કઠોળ લગભગ 80 ટકા રંધાઈ જાય પછી, તેમાં ધાણા પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.
તેને છીણેલા નાળિયેર પાવડર એડ કરી સર્વ કરો.

જ્યારે ગ્રીન બીન્સમાં ઘણા સ્વાસ્થ્ય લાભો છે, એક્સપેર્ટે સમજાવ્યું કે મોટાભાગના નોન-ફ્રૂટ પ્લાન્ટ ફૂડમાં સંરક્ષણ રસાયણો હોય છે અને તેની નકારાત્મક અસરો થઈ શકે છે,.પોષણશાસ્ત્રીએ જણાવ્યું હતું. “સહનશીલતા વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. મોટાભાગની વ્યક્તિઓ માટે, મધ્યમ વપરાશ બરાબર હોવો જોઈએ. ગંભીર લાંબાગાળાની સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા લોકો માટે, ખાસ કરીને સ્વયંપ્રતિરક્ષા સ્થિતિ અને આંતરડાની સમસ્યાઓ, શાકભાજી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેઓ સઓટોઈમ્યુન રિએકશન્સને ઉત્તેજિત કરી શકે છે અને ફાઇબર આંતરડાની સમસ્યાઓને વધારી શકે છે. લીલા કઠોળમાં લેક્ટીન અને ફાયટીક એસિડ નામના અમુક સંયોજનો હોય છે, જે આયર્ન અને કેલ્શિયમ જેવા કેટલાક ખનિજોના શોષણમાં દખલ કરી શકે છે. તેઓ આંતરડાને પણ અમુક માત્રામાં નુકસાન પહોંચાડી શકે છે.”

Web Title: Green beans bhagyashree health benefits nutrition tips recipe awareness ayurvedic life style

Best of Express