New Update
/indian-express-gujarati/media/media_files/2026/01/23/mooli-gajar-achar-recipe-2026-01-23-16-35-15.jpg)
તમે પાણીથી મૂળા અને ગાજરમાંથી સ્વાદીષ્ટ અથાણું બનાવી શકો છો Photograph: (cravekitchen26)
mooli gajar achar recipe: અથાણાંનો ચટપટો સ્વાદ બધા લોકોને પસંદ આવે છે. જોકે તેલમાં બનાવેલા અથાણાં સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જોકે અમે તમારા માટે આ સમસ્યાનો ઉપાય લાવ્યા છીએ. તમે પાણીથી મૂળા અને ગાજરમાંથી સ્વાદીષ્ટ અથાણું બનાવી શકો છો અને એક વર્ષ સુધી સંગ્રહિત પણ કરી શકો છો. આ અથાણું માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી. આ સ્વાદિષ્ટ મૂળા-ગાજરના અથાણાની રેસીપી ઇન્સ્ટાગ્રામ ક્રેવ કિચન પર શેર કરવામાં આવી છે. જેને તમે ટ્રાય કરી શકો છો.
Advertisment
મૂળા-ગાજર અથાણાની સામગ્રી
- 2 ગાજર
- 2 મૂળા
- 10-12 લીલા મરચા
- અડધો કપ લીલી ડુંગળી
- 2 ચમચી પીળી રાઇના દાણા
- 2 ચમચી કાળી રાઇના દાણા
- 1 ચમચી લાલ મરચાનો પાવડર
- 1 ચમચી હળદર પાવડર
- સ્વાદ મુજબ મીઠું
- વિનેગર
મૂળા-ગાજરના અથાણાની રેસીપી
- સૌપ્રથમ મૂળા અને ગાજરને છોલીને, ધોઈને સૂકવી લો. આ પછી તેમને લાંબા અથવા ગોળ આકારમાં કાપો.
લીલા મરચાને પણ લાંબા આકારમાં કટ કરી લો.
- હવે બધી સામગ્રી એક પ્લેટમાં ફેલાવીને રાખી દો. કાળી રાઇ અને પીળા રાઇના દાણાને ક્રશ કરો અને પીસી લો અથવા ગ્રાઇન્ડરમાં બરછટ પીસી લો.
Advertisment
- હવે ગાજર, મૂળા અને લીલા મરચાને કાચની બરણીમાં નાખો. પાણીને ઉકાળો અને પછી ઠંડુ કરો. ત્યારબાદ તેને ગાળી લો અને બરણીમાં ભરો.
- છીણેલા અને પીસેલા રાઇના દાણા ઉમેરો. હવે બાકીના મસાલા ઉમેરો. લાલ મરચું, લીલી ડુંગળી, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
આ પણ વાંચો - ગામડાની સ્ટાઇલમાં રીંગણની ચટણી તૈયાર કરો, પાંચ મિનિટમાં બની જશે એકદમ ટેસ્ટી
- તમે આ અથાણાને ઢાંકણ બંધ રાખીને ત્રણથી ચાર દિવસ માટે તેને તડકામાં રાખો. પછી તે ખાવા માટે તૈયાર થઈ જશે. જો તમે આ અથાણાને એક વર્ષ સુધી સ્ટોર કરવા માંગતા હો તો તેને સાચવવા માટે તેમાં બે ચમચી સફેદ વિનેગર ઉમેરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us