ગામડાની સ્ટાઇલમાં રીંગણની ચટણી તૈયાર કરો, પાંચ મિનિટમાં બની જશે એકદમ ટેસ્ટી

Vegetable Brinjal Chutney Recipe : ભારતીય ભોજનમાં ચટણીનું હંમેશા ખાસ સ્થાન રહ્યું છે. આજે રીંગણથી બનેલી ચટણીની વાત કરીશું. તેનો સ્વાદ ખૂબ જ અલગ છે. જેમને રીંગણ પસંદ નથી તેઓ પણ તેના સ્વાદના દિવાના બની જશે

Vegetable Brinjal Chutney Recipe : ભારતીય ભોજનમાં ચટણીનું હંમેશા ખાસ સ્થાન રહ્યું છે. આજે રીંગણથી બનેલી ચટણીની વાત કરીશું. તેનો સ્વાદ ખૂબ જ અલગ છે. જેમને રીંગણ પસંદ નથી તેઓ પણ તેના સ્વાદના દિવાના બની જશે

author-image
Ashish Goyal
New Update
vegetable brinjal chutney

Brinjal Chutney Recipe : રીંગણની ચટણી રેસીપી Photograph: (સોશિયલ મીડિયા)

Vegetable Brinjal Chutney Recipe : ભારતીય ભોજનમાં ચટણીનું હંમેશા ખાસ સ્થાન રહ્યું છે. સામાન્ય રીતે બધા નારિયેળની ચટણી અને ટામેટાનો સોસ ખાતા હોય છે.  જોકે આજે રીંગણથી બનેલી ચટણીની વાત કરીશું. તેનો  સ્વાદ ખૂબ જ અલગ છે. જેમને રીંગણ પસંદ નથી તેઓ પણ તેના સ્વાદના દિવાના બની જશે. તે ઇડલી, ઢોસા અને ભાત માટે પણ એક ઉત્તમ મિશ્રણ છે. ચાલો તેની રેસીપી જાણીએ.

Advertisment

રીંગણની ચટણી બનાવવાની સામગ્રી

  • રીંગણ - 3 થી 4 
  • ડુંગળી - 10 થી 12
  • લસણ - 4 કળી 
  • લીલા મરચાં - 4
  • ટામેટું - 1
  • આમલી 
  • રાઇ
  • કરી પત્તા
  • તેલ 
  • મીઠું 
  • અડદની દાળ 

રીંગણની ચટણી રેસીપી

સૌપ્રથમ રીંગણ ધોઈ લો અને પછી નાના ટુકડા કરી લો અને પાણીમાં રાખો. જેથી તે ભૂરા ન થાય. આ પછી એક કડાઈમાં થોડું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યારે તેમાં ડુંગળી, લસણ અને લાલ મરચાં ઉમેરો અને સારી રીતે ફ્રાય કરો. ડુંગળી ગોલ્ડન થઈ જાય પછી, સમારેલા રીંગણ ઉમેરો અને ફ્રાય કરો. જ્યારે રીંગણ અડધા રંધાઈ જાય, ત્યારે સમારેલા ટામેટાં અને આમલી ઉમેરો અને ફ્રાય કરો.

આ પણ વાંચો - 30 દિવસ સુધી દરરોજ 3 લીટર પાણી પીવાથી શરીરમાં શું-શું ફેરફાર થાય છે

Advertisment

બધી સામગ્રી સારી રીતે રંધાઈ જાય પછી ગેસ બંધ કરો અને મિશ્રણને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થઈ જાય પછી, જરૂરી માત્રામાં મીઠું ઉમેરો અને તેને મિક્સરમાં પીસી લો. ફરીથી પેનમાં તેલ રેડો અને તેમાં રાઈ, અડદની દાળ અને કરી પત્તા ઉમેરો, તેને ફ્રાય કરી લો અને તેને પીસેલી ચટણીમાં ઉમેરો.

હવે સુગંધિત અને સ્વાદિષ્ટ રીંગણની ચટણી તૈયાર છે. તેને ગરમા ગરમ ઈડલી અથવા ક્રન્ચી ઢોસા સાથે પીરસો. તેનો સ્વાદ એકદન અલગ લાગશે.  ચટણી ભાત સાથે પણ ખાઇ શકો છે.

જીવનશૈલી ભોજન રેસીપી