Coconut shell: ભારતમાં ઘણી વાનગીઓમાં નાળિયેરનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. સાઉથ ઈન્ડિયન ફૂડ હોય કે કોંકણી ફૂડ, આ વાનગી નાળિયેર વગર પૂરી થતી નથી. નાળિયેરનું સેવન કરવાના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. આવામાં આરોગ્ય નિષ્ણાતો પણ નાળિયેરને આહારનો ભાગ બનાવવાની સલાહ આપે છે.
જો કે, ઘણા લોકોને નાળિયેરની કાચલી (નાળિયેરની ઉપરની સખત છાલ) નીકાળવામાં ખૂબ જ અણગમો હોય છે. કારણ કે તે ઘણો સમય બગાડે છે. આટલું જ નહીં ક્યારેક નાળિયેરની કાચલીમાંથી નાળિયેર કાઢવામાં એક કલાકનો સમય લાગે છે. આવામાં લોકો અણગમાને કારણે નાળિયેર ખાવાનું ટાળે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ લેખ તમારા માટે છે.
આજે અમે તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે માત્ર પાંચ મિનિટમાં નાળિયેરની કાચલીને અલગ કરી શકશો. આ ઉપાયની રીત માસ્ટરશેફ પંકજ ભદૌરિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.
આ પણ વાંચો: શું તમે જાણો છો બજરંગબલીની ગદાનું નામ શું છે? જાણો આખરે કોણે આપ્યું હતું હનુમાન દાદાને આ શસ્ત્ર
માત્ર પાંચ મિનિટમાં નાળિયેરને કાચલીમાંથી કાઢી લો
સ્ટેપ 1 – સૌથી પહેલા નાળિયેરને તોડીને તેના બે ટુકડા કરી લો.
સ્ટેપ 2 – તે પછી તૂટેલા નારિયેળને ગેસના ફ્લેમ પર મૂકો અને જ્યાં સુધી કાચલી કાળી ન થાય ત્યાં સુધી રાખો.
સ્ટેપ 3 – લગભગ બે-ત્રણ મિનિટ પછી નાળિયેરની કાચલી કાળી થઈ જશે, પછી તેને ચીપીયાની મદદથી પકડીને સીધા જ ઠંડા પાણીથી ભરેલા બાઉલમાં મૂકી દો.
સ્ટેપ 4 – હવે નાળિયેર શેલની અંદર સંકોચવાનું શરૂ કરશે, શેલ થોડું ઠંડુ થાય પછી છરી લો અને તેને કાચલીની અંદર ખસેડો. આમ કરવાથી નાળિયેર કાચલીમાંથી બહાર આવશે.
પંકજ ભદૌરિયાના કહેવા પ્રમાણે, આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આ પદ્ધતિથી તમે વધારે મહેનત કર્યા વિના પાંચ મિનિટમાં નારિયેળ કાઢી શકો છો. જો કે આ સમયગાળા દરમિયાન કેટલીક ખાસ તકેદારી રાખવી જરૂરી છે. ઉદાહરણ તરીકે જ્યારે નાળિયેર ગરમ હોય ત્યારે તેને કાળજીપૂર્વક પકડો અને કાળજીપૂર્વક છરીને કાચલીની અંદર ખસેડો.