દેશી જાદુઈ રાબની ભાગ્યશ્રીએ માણી જયપુરમાં લહેજત! જાણો ઠંડીમાં કેમ આ ગુણકારી?

લાઇફ સ્ટાઇલ | ભાગ્યશ્રીએ પોતાની વાનગીનો ફોટો પોસ્ટ કરીને ચાહકોને અનુમાન લગાવતા રાખ્યા કે તે બપોરના ભોજનમાં શું ખાધું. આગળની પોસ્ટમાં, તેણે ખુલાસો કર્યો કે તે બાજરી કી રાબ છે.

લાઇફ સ્ટાઇલ | ભાગ્યશ્રીએ પોતાની વાનગીનો ફોટો પોસ્ટ કરીને ચાહકોને અનુમાન લગાવતા રાખ્યા કે તે બપોરના ભોજનમાં શું ખાધું. આગળની પોસ્ટમાં, તેણે ખુલાસો કર્યો કે તે બાજરી કી રાબ છે.

author-image
shivani chauhan
New Update
Bhagyashree bajra raab recipe Health benefits

બાજરીની રાબ રેસીપી પીવાના સ્વાસ્થ્ય ફાયદા વિન્ટર સ્પેશિયલ ભાગ્યશ્રી ફૂડ પોસ્ટ સેલિબ્રિટી ખાવાની આદતો | Bhagyashree bajra raab recipe Health benefits winter special celebrity eating habits Photograph: (Social Media)

જીવનશૈલી | સ્વસ્થ અને પૌષ્ટિક ફૂડ માટે જાણીતી ભાગ્યશ્રીએ તાજેતરમાં જ જયપુરમાં પોતાના ફૂડ એક્સપિરિયન્સ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. લોકલ ફૂડનો આનંદ માણતી વખતે તેણે એક ટ્રેડિશનલ રાજસ્થાની પીણું 'બાજરી ની  રાબ' નો ફોટો તેના ચાહકો સાથે શેર કરીને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

Advertisment

ભાગ્યશ્રીએ પોતાની વાનગીનો ફોટો પોસ્ટ કરીને ચાહકોને અનુમાન લગાવતા રાખ્યા કે તે બપોરના ભોજનમાં શું ખાધું. આગળની પોસ્ટમાં, તેણે ખુલાસો કર્યો કે તે બાજરી કી રાબ છે, જે બાજરી (મિલેટ) અને છાશથી બનેલું પૌષ્ટિક પીણું છે. રાજસ્થાન અને ગુજરાતના વાઇબ્રન્ટ ફૂડ ક્લચરમાં મૂળ ધરાવતું, બાજરી કી રાબ તેના સ્વાસ્થ્ય લાભો અને બનાવવામાં સરળ હોવાથી આ ખોરાક લોકલમાં વિશેષ સ્થાન ધરાવે છે.

બાજરીની રાબ શું છે?

હેડ શેફ અને રેસ્ટોરન્ટ કન્સલ્ટન્ટ તરવીન કૌર સમજાવે છે કે રાબ એક ટ્રેડિશનલ વાનગી છે જે બાજરાના લોટ અને છાશના મિશ્રણમાં આથો આપીને બનાવવામાં આવે છે. ઐતિહાસિક રીતે તે ખેડૂતો અને ગ્રામીણ સમુદાયોમાં દૈનિક આહાર છે, જે હૂંફ અને પોષણ પ્રદાન કરતી હતી. તે સામાન્ય રીતે બે સ્ટાઇલમાં ખાવામાં આવે છે.

બે સ્ટાઇલમાં બાજરીની રાબ

સ્વાદિષ્ટ રાબ: આદુ, જીરું અને છાશથી બનાવામાં આવે છે.
મીઠી રાબ: ગોળ અને ઘી ઉમેરીને વધુ સ્વાદિષ્ટ બનાવામાં આવે છે.

Advertisment

રાજસ્થાન ગુજરાતમાં ઠંડીમાં બાજરી કેમ વધારે ખવાય છે?

બાજરી એ હજારો વર્ષોથી ભારતમાં ઉગાડવામાં આવતું દુષ્કાળ-પ્રતિરોધક અનાજ છે, જે તેને રાજસ્થાન અને ગુજરાતના શુષ્ક પ્રદેશોમાં મુખ્ય ઘટક બનાવે છે. તે મહત્વપૂર્ણ એનર્જી પ્રદાન કરે છે અને ખાસ કરીને ઠંડા મહિનાઓમાં તેના ગરમ ગુણધર્મો માટે વધુ ખવાય છે.

બાજરીની રાબ પીવાના સ્વાસ્થ્ય ફાયદા

પરંપરાગત રીતે ઉપચારાત્મક ઉપાય તરીકે ઉપયોગમાં લેવાતું, બાજરે કી રાબ શરદી સામે લડવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને પાચનમાં સુધારો કરવા માટે માનવામાં આવે છે. તેમાં હાઈ ફાઇબર અને પોષક તત્વો ભરપૂર હોય છે તેથી તે  એનર્જી લેવલ જાળવવા અને આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે ઉત્તમ છે.
બાજરે કી રાબ રાજસ્થાન ઉપરાંત હવે ઘણા ઘરોમાં માણવામાં આવતા લોકપ્રિય શિયાળાના પીણામાં ફેરવાઈ ગયું છે, જેને ઘણીવાર આદુ, અજમા અને જીરું જેવા મસાલા ઉમેરીને પીરસવામાં આવે છે.

જો તમે કંઈક પૌષ્ટિક અને ટ્રેડિશનલ અજમાવવા માંગતા હો, તો બાજરે કી રાબ અવશ્ય ખાઓ. ભલે તમે ઠંડીના દિવસે ગરમા ગરમ તેનો સ્વાદ માણો કે તાજગીભર્યા પીણા તરીકે તેનો આનંદ માણો, આ જૂની રેસીપી કાયમી છાપ છોડશે.

જીવનશૈલી