લારી જેવી રગડા પેટીસ બનાવવાની સિક્રેટ રેસીપી, બધા ખાતા રહી જશે!

લાઇફ સ્ટાઇલ | રગડા પેટીસ બનાવવામાં તમારે અગાઉથી થોડી તૈયારીઓ કરવી પડે છે, પછી ઓછા સમયમાં ખુબજ સ્વાદિષ્ટ બને છે, જો તમે પણ લારી સ્ટાઇલ રગડા પેટીસ બનાવવા માંગતા હોવ તો આ રેસીપી અજમાવી શકો છો, જાણો રગડા પેટીસ બનાવવાની સિક્રેટ રેસીપી

લાઇફ સ્ટાઇલ | રગડા પેટીસ બનાવવામાં તમારે અગાઉથી થોડી તૈયારીઓ કરવી પડે છે, પછી ઓછા સમયમાં ખુબજ સ્વાદિષ્ટ બને છે, જો તમે પણ લારી સ્ટાઇલ રગડા પેટીસ બનાવવા માંગતા હોવ તો આ રેસીપી અજમાવી શકો છો, જાણો રગડા પેટીસ બનાવવાની સિક્રેટ રેસીપી

author-image
shivani chauhan
New Update
Street Style Ragda Pattice Secret Recipe in gujarati

લારી જેવી રગડા પેટીસ બનાવવાની સિક્રેટ રેસીપી। Street Style Ragda Pattice Secret Recipe in gujarati Photograph: (Freepik)

જીવનશૈલી | લારી પર રગડા પેટીસ ખાવાની મજા પડે છે, પાણીપુરી કરતા પણ ટેસ્ટી અને હેલ્ધી આ રેસીપી ઘરે પણ સરળતાથી ઓછા સમયમાં સ્ટ્રીટ સ્ટાઇલમાં બની જાય છે, આ રેસીપી નાના બાળકોથી લઈને મોટા બધાને ભાવશે અને તમારી વાહ વાહ કરશે!

Advertisment

રગડા પેટીસ બનાવવામાં તમારે અગાઉથી થોડી તૈયારીઓ કરવી પડે છે, પછી ઓછા સમયમાં ખુબજ સ્વાદિષ્ટ બને છે, જો તમે પણ લારી સ્ટાઇલ રગડા પેટીસ બનાવવા માંગતા હોવ તો આ રેસીપી અજમાવી શકો છો, જાણો રગડા પેટીસ બનાવવાની સિક્રેટ રેસીપી

રગડા પેટીસ બનાવવાની સિક્રેટ રેસીપી

રગડા માટે સામગ્રી

સફેદ વટાણા (રાતભર પલાળેલા)
2 સમારેલી ડુંગળી (વૈકલ્પિક)
1 ચમચી આખું જીરું
1/2 હિંગ 
2 સમારેલ ટામેટા 
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
હળદર, લાલ મરચાંનો પાવડર
આખું જીરું, ગરમ મસાલો
મીઠું

પેટીસ રેસીપી સામગ્રી

6-7 બાફેલા બટાકા
1/2 ચમચી હળદર
1 ચમચી ધાણા જીરું પાવડર
1 ચમચી લાલ મરચાં પાવડર
2 લીલા મરચાં
1/2 આદુની પેસ્ટ 
મીઠું સ્વાદ અનુસાર 

Advertisment

રગડા રેસીપી 

પલાળેલા વટાણાને હળદર અને મીઠું નાખીને નરમ થાય ત્યાં સુધી પ્રેશર-કુક કરો.
થોડું મેશ કરો.
તેલ, જીરું, હિંગ આદુ-લસણ, મસાલા અને પાણી સાથે થોડી વાર માટે કુક થવા દો.

પેટીસ રેસીપી 

સૌ પ્રથમ બધા બટાકા ફોલીને રાખો અને બધા મસાલા મિક્ષ કરો અને બધું એકસાથે મેશ કરો. ફ્લેટ પેટીસ બનાવો. 
હવે પેન ગરમ કરો અને સોનેરી અને કરકરા થાય ત્યાં સુધી શેલો-ફ્રાય કરો. 

શું ઉમેરવું?

ગરમ પેટીસ પ્લેટમાં મૂકો તેના પર ગરમ રગડા રેડો, હવે લીલી ચટણી ઉમેરો ત્યારબાદ  આમલીની ચટણી ઉમેરો.
હવે એના પર સમારેલી ડુંગળી/ટામેટાં ઉમેરો, અને થોડી સેવ નાખો, ત્યારબાદ ચાટ મસાલા અને લાલ મરચું પાઉડર નાખીને ગરમ ગરમ સેવ કરો.

રેસીપી જીવનશૈલી