લસુણી મેથી રેસીપી, આ રીતે બનાવો જરાય કડવી નહિ બને!

લાઇફ સ્ટાઇલ | લીલી મેથી મોટાભાગના લોકોને કડવી લાગે છે પરંતુ તમે આ સ્ટાઇલમાં મેથીમાં લસણ નાખીને બનાવશો તો જરા પણ કડવી નહિ બને અને બાળકોથી લઇ મોટા બધાને લસુણી મેથી ખાવાની મજા પડશે, જે ઝટપટ બની પણ જશે.

લાઇફ સ્ટાઇલ | લીલી મેથી મોટાભાગના લોકોને કડવી લાગે છે પરંતુ તમે આ સ્ટાઇલમાં મેથીમાં લસણ નાખીને બનાવશો તો જરા પણ કડવી નહિ બને અને બાળકોથી લઇ મોટા બધાને લસુણી મેથી ખાવાની મજા પડશે, જે ઝટપટ બની પણ જશે.

author-image
shivani chauhan
New Update
lasooni methi recipe in gujarati

વિન્ટર સ્પેશિયલ લસુણી મેથી રેસીપી। Winter Special lasooni methi recipe in gujarati Photograph: (Social media)

જીવનશૈલી | લસુણી મેથી મોટાભાગના લોકો રેસ્ટોરન્ટમાં ખાસ ઓર્ડર કરતા હોય છે, પણ તમે આને હવે ઘરે પણ આસાનીથી બનાવી શકો છો. શિયાળામાં જ્યારે તાજી મેથી મળતી હોય ત્યારે આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે. અહીં જાણો શેફ મેઘનાએ શેર કરેલ ખાસ લસુણી મેથી રેસીપી 

Advertisment

લીલી મેથી મોટાભાગના લોકોને કડવી લાગે છે પરંતુ તમે આ સ્ટાઇલમાં મેથીમાં લસણ નાખીને બનાવશો તો જરા પણ કડવી નહિ બને અને બાળકોથી લઇ મોટા બધાને લસુણી મેથી ખાવાની મજા પડશે, જે ઝટપટ બની પણ જશે.

લસુણી મેથી રેસીપી 

સામગ્રી:

2 મોટી ચમચી તેલ
1 ચમચી જીરું
3-4 કળી લસણ (ઝીણું સમારેલું)
2-3 લીલા મરચાં (સમારેલા)
1 મધ્યમ ડુંગળી
1/4 ચમચી હિંગ
1 નાનું ટામેટું
1/2 ચમચી હળદર
1 કપ મેથી (સમારેલી)
મીઠું સ્વાદ મુજબ
1 ચમચી ધાણાજીરું પાવડર
2 મોટી ચમચી શેકેલા સીંગદાણાનો ભૂકો

વઘાર માટે 

2 મોટી ચમચી તેલ
2-3 કળી લસણ
1 ચમચી લાલ મરચું પાવડર

Advertisment

લસુણી મેથી બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેન ગરમ કરવા મૂકો અને તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે જીરું નાખો. ત્યાર બાદ તેમાં સમારેલું લસણ અને લીલા મરચાં નાખીને બરાબર મિક્સ કરો.
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો અને ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં હિંગ, ટામેટાં અને હળદર નાખો. ટામેટાં નરમ થાય ત્યાં સુધી ચઢવા દો.
 હવે તેમાં સમારેલી મેથી, મીઠું અને ધાણાજીરું પાવડર ઉમેરો. સાથે જ શેકેલા સીંગદાણાનો ભૂકો નાખીને બધું બરાબર હલાવી લો.
ઢાંકીને 2-3 મિનિટ ધીમા તાપે ચઢવા દો. છેલ્લે થોડું પાણી નાખી, ફરી ઢાંકીને 7-8 મિનિટ સુધી થવા દો.
વઘાર માટે એક નાની વઘારિયામાં તેલ ગરમ કરી લસણની કળીઓ અને લાલ મરચું પાવડર નાખો. આ વઘારને તૈયાર થયેલા શાક ઉપર રેડી દો. ગરમા ગરમ લસણી મેથી પરાઠા અથવા રોટલી સાથે સર્વ કરો.

જીવનશૈલી રેસીપી