શિયાળામાં હેરફોલથી છુટકારો મેળવવા આ ટિપ્સ અજમાવો.. જાણો ક્યા તેલથી મસાજ કરશો,

hair fall Solution in winter: ગરમ પાણીનું વધુ પડતું સેવન પણ શિયાળામાં વાળ સુકા થવાનું કારણ છે. ગરમ પાણીનો વધુ પડતો ઉપયોગ વાળ પર નુકસાનકારક અસર કરે છે.

hair fall Solution in winter: ગરમ પાણીનું વધુ પડતું સેવન પણ શિયાળામાં વાળ સુકા થવાનું કારણ છે. ગરમ પાણીનો વધુ પડતો ઉપયોગ વાળ પર નુકસાનકારક અસર કરે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Winter Special | Winter Special Tips | Homemade Hair Care Oil | Health Tips

Winter Special : શિયાળામાં ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યાથી ત્રાસી ગયા છો? તો આ હોમમેડ તેલ તમને રાહત આપશે

શિયાળાની ઋતુમાં સ્કિનની જેટલી સાર સંભાળ લઈએ છીએ તેટલીજ વાળની પણ લેવી ખુબજ જરૂરી છે. આ ઋતુમાં વાળની સમસ્યા ખુબજ વધી જાય છે. શિયાળામાં વાળમાં ડેન્ડ્રફ અને હેયરફોલ પણ ખુબજ પરેશાન કરે છે, આ ઋતુમાં ઠંડો પવન ખોપરી ઉપરની ચામડીની ભેજને શોષી લે છે, જેના કારણે માથાની ચામડી શુષ્ક થઈ જાય છે. ડ્રાય સ્કૅલ્પ વાળને પણ શુષ્ક બનાવે છે. વાળમાં ડ્રાયનેસ વધી જવાને કારણે વાળ ઝડપથી તૂટે છે. ગરમ પાણીનું વધુ પડતું સેવન પણ શિયાળામાં વાળ સુકા થવાનું કારણ છે. ગરમ પાણીનો વધુ પડતો ઉપયોગ વાળ પર નુકસાનકારક અસર કરે છે.

Advertisment

ગરમ પાણીથી વાળ ધોવાથી વાળનું નેચરલ મોઈશ્ચર ઓછું થઇ જાય છે,જેનાથી વાળ તૂટવા લાગે છે અને ધીમે ધીમે ખરવા લાગે છે. શિયાળાની ઋતુમાં તમે પણ હેયરફોલની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો નેચરલ ઓઇલથી મસાજ કરવું જોઈએ. ઘણા પ્રકારના ઓઇલથી ઓઇલ મસાજ કરવાથી સરળતાથી હેયર ફોલ અને ડેન્ડ્રફથી બચી શકાય છે.આવો જાણીએ કે ક્યાં 3 તેલનો ઉપયોગ હેયર ફોલથી બચાવે છે.

બદામનું તેલ લગાવો

બદામનું તેલ વાળ પર કોઈપણ દવા કરતાં ઓછી અસર કરતું નથી. બદામના તેલમાં પ્રોટીન, વિટામિન ઇ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હાજર હોય છે જે બોલને પોષણ આપે છે. આ તેલથી નિયમિત હેર મસાજ કરવાથી વાળ મજબૂત અને સ્વસ્થ રહે છે. આ તેલ વાળ ખરતા અટકાવે છે અને ડેન્ડ્રફથી છુટકારો મેળવે છે.

આ પણ વાંચો: આ ઋતુમાં ખંજવાળથી પરેશાન છો ?.. અહીં જાણો આયુર્વેદિક ઉપાયો

ઓલિવ તેલનો ઉપયોગ કરો:

ઓલિવ ઓઈલ વાળ માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જો તમે શિયાળામાં વાળ ખરવાથી પરેશાન છો તો નહાવાના એક કલાક પહેલા વાળમાં આ તેલનો ઉપયોગ કરો. આ તેલમાં મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે જે વાળને નુકસાનથી બચાવે છે. તેનો ઉપયોગ વાળને મજબૂત બનાવે છે અને માથાની ચામડીને પોષણ આપે છે. આ તેલથી વાળમાં માલિશ કરવાથી વાળ જલ્દી તૂટતા નથી અને ડેન્ડ્રફ પણ દૂર થાય છે.

Advertisment

આ પણ વાંચો: Pregnancy Tips: ઓફિસ જતી ગર્ભવતી મહિલાઓએ કઈ મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું, જાણો

તલના તેલથી મસાજ કરવું:

શિયાળામાં તલના તેલથી વાળમાં મસાજ કરવું જોઈ. ઔષધીય ગુણોથી ભરપૂર તલના તેલમાં ઓમેગા-3 ફેટી એસિડ, ઓમેગા-6 ફેટી એસિડ હાજર હોય છે જે વાળને હેલ્થી રાખે છે. આ તેલથી શિયાળામાં મસાજ કરવાથી હેયરફોલથી બચી શકાય છે અને વાળ ઘાટા અને સુંદર થાય છે. આ તેલનો ઉપયોગ તમે વાળમાં રાત્રે સૂતા પહેલા કરી શકો છો અને સવારે ઉઠીને હેયરવૉશ કરી શકો છો. આ તેલ વાળને મજબૂત અને હેલ્થી બનાવે છે.

ઓલિવ ઓઈલનો કરો ઉપયોગ :

ઓલિવ ઓઇલ વાળ પર ખુબજ અસરકારક સાબિત થાય છે. શિયાળામાં હેયરફોલથી પરેશાન છો તો આ તેલનો ઉપયોગ નાહ્યાના 1 કલાક પહેલા કરવો જોઈએ. આ તેલમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હાજર હોય છે જે વાળને થતા નુકસાનથી બચાવે છે.અને વાળ મજબૂત કરે છે અને ખોપરીને પોષણ આપે છે. આ તેલથી વાળ પર મસાજ કરવાથી વાળ તૂટતાં નથી અને વાળનો ડેંડ્રફ પણ ઓછો થઇ જાય છે.

health tips