જોરદાર ટેસ્ટ સાથે હરાભરા ચણા પાલક રેસીપી, બાળકો પણ પાલક ખાતા થઇ જશે!

લાઇફ સ્ટાઇલ | હરાભરા ચણા પાલક ઓછા સમયમાં બની જાય છે અને ઓછી સામગ્રીમાં પણ ખુબજ સ્વાદિષ્ટ બને છે, જો બાળકો પાલક ન ખાતા હોય તો એ લોકો પણ ખાતા થઇ જશે, અહીં જાણો હરાભરા ચણા પાલક સબ્જી રેસીપી

લાઇફ સ્ટાઇલ | હરાભરા ચણા પાલક ઓછા સમયમાં બની જાય છે અને ઓછી સામગ્રીમાં પણ ખુબજ સ્વાદિષ્ટ બને છે, જો બાળકો પાલક ન ખાતા હોય તો એ લોકો પણ ખાતા થઇ જશે, અહીં જાણો હરાભરા ચણા પાલક સબ્જી રેસીપી

author-image
shivani chauhan
New Update
Hara bhara Chana Palak easy secret Recipe In gujarati

હરાભરા ચણા પાલક રેસીપી। Hara bhara Chana Palak easy secret Recipe in gujarati Photograph: (Freepik)

જીવનશૈલી | તમે હરાભરા કબાબ, હરાભરા પુલાવનું નામ સાંભળ્યું હશે અને ટ્રાય પણ કર્યું હશે પરંતુ શું તમે ક્યારેય હરાભરા ચણા પાલકનો સ્વાદ માણ્યો છે? જે ખુબજ ટેસ્ટી અને બને છે, હેલ્થ માટે પણ ગુણકારી માનવામાં આવે છે, કારણ કે પાલકમાં રહેલ વિટામિન કે, આયર્ન અને ચણામાં રહેલ પ્રોટીન, ફાઈબર શરીરને મળી રહે છે.

Advertisment

હરાભરા ચણા પાલક ઓછા સમયમાં બની જાય છે અને ઓછી સામગ્રીમાં પણ ખુબજ સ્વાદિષ્ટ બને છે, જો બાળકો પાલક ન ખાતા હોય તો એ લોકો પણ ખાતા થઇ જશે, અહીં જાણો હરાભરા ચણા પાલક સબ્જી રેસીપી

ચણા પાલક રેસીપી 

સામગ્રી

1 કપ બાફેલા ચણા (ચણા)
2 કપ બારીક સમારેલી પાલક 
1 મધ્યમ બારીક સમારેલી ડુંગળી
1-2 સમારેલી લીલા મરચાં
1 ચમચી સમારેલી આદુ-લસણ
½ ચમચી જીરું
¼ ચમચી હળદર
1 ચમચી ધાણા પાવડર
2 ચમચી લાલ મરચાં પાવડર (સ્વાદ મુજબ)
½ ચમચી ગરમ મસાલો
સ્વાદ મુજબ મીઠું
2 ચમચી તેલ
લીંબુનો રસ

Advertisment

હરાભરા ચણા પાલક રેસીપી

સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. જીરું ઉમેરો, તેને ચડવા દો. ડુંગળી ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરો, પ્રોપર કુક થઇ જાય ત્યાં સુધી કુક કરો.
ટામેટાં, હળદર, મરચાં પાવડર, ધાણા પાવડર અને મીઠું ઉમેરો. તેલ અલગ થાય ત્યાં સુધી કુક કરો.
બાફેલા ચણા ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને 3-4 મિનિટ કુક કરો.
સમારેલી પાલક ઉમેરો. હલાવો અને 3-5 મિનિટ માટે ઢાંકીને રાખો.
ગરમ મસાલો અને જો તમને ગમે તો લીંબુ નીચોવીને ઉમેરો અને સબ્જી પરાઠા સાથે સર્વ કરો.

જીવનશૈલી રેસીપી