સારી ઊંઘ માટે સૂતા પહેલા આ 4 રૂટિન ફોલો કરો, આખા દિવસનો થાક અને તણાવ ગાયબ થઈ જશે

better Sleep tips: જો તમે પણ બિસ્તર પર જાઓ છો અને કલાકો સુધી કરવટ બદલતા રહો છો તો તમે ઊંઘતા પહેલા કોઈ ખાસ પ્રકારની રુટિન ફોલો કરી શકો છો. તેનાથી આખા દિવસનો થાક તો દૂર થશે જ, સાથે સાથે તણાવ પણ ઓછો થશે.

better Sleep tips: જો તમે પણ બિસ્તર પર જાઓ છો અને કલાકો સુધી કરવટ બદલતા રહો છો તો તમે ઊંઘતા પહેલા કોઈ ખાસ પ્રકારની રુટિન ફોલો કરી શકો છો. તેનાથી આખા દિવસનો થાક તો દૂર થશે જ, સાથે સાથે તણાવ પણ ઓછો થશે.

author-image
Ashish Goyal
New Update
Sleep

સારી ઊંઘ માટે સૂતા પહેલા કેટલીક સારી આદતો વિકસાવવી જોઇએ. Photograph: (freepik)

better Sleep tips: આજના ભાગદોડભર્યા જીવનમાં રાત્રે સારી ઊંઘ મેળવવી એ મોટાભાગના લોકો માટે કોઈ પડકારથી ઓછું નથી. મોડી રાત સુધી મોબાઇલ, લેપટોપ અને ટીવી જોવાની આદત પણ ઊંઘની ગુણવત્તા પર ખરાબ અસર કરે છે. જેના કારણે ઘણા લોકો મોડી રાત્રે ઊંઘે છે અને સવારે લેટ ઉઠે છે.

Advertisment

સવારે મોડા ઉઠવાથી થાક, ચીડિયાપણું અને તણાવ અનુભવાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ બિસ્તર પર જાઓ છો અને કલાકો સુધી કરવટ બદલતા રહો છો તો તમે ઊંઘતા પહેલા કોઈ ખાસ પ્રકારની રુટિન ફોલો કરી શકો છો. તેનાથી આખા દિવસનો થાક તો દૂર થશે જ, સાથે સાથે તણાવ પણ ઓછો થશે.

સ્ક્રીન સમય ઘટાડો

આજના ડિજિટલ યુગમાં સૂતા પહેલા મોબાઇલ, ટીવી અને લેપટોપથી અંતર રાખવું ખૂબ જ જરૂરી છે. તેના ઉપયોગથી બ્લૂ લાઇટ નીકળે છે, જેના કારણે ઊંઘવામાં મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં સૂવાના લગભગ એક કલાક પહેલા મોબાઇલ, ટીવી અને લેપટોપથી અંતર રાખો. તમે સૂતા પહેલા કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા કેટલાક શાંત મ્યૂઝીક સાંભળી શકો છો.

ઊંઘતા પહેલા ધ્યાન કરો

તમે ઊંઘથા પહેલા યોગ અથવા ધ્યાન પણ કરી શકો છો. દિવસના થાકને દૂર કરવા માટે સૂતા પહેલા હળવી સ્ટ્રેચિંગ પણ ફાયદાકારક છે. આ સ્નાયુઓનો તણાવ ઘટાડે છે અને શરીરને રિલેક્સ મોડમાં મૂકે છે. તમે થોડા સમય માટે શ્વાસ લેવાની કસરતો પણ કરી શકો છો. આ મનને શાંત કરે છે અને રાત્રે ગાઢ ઊંઘ તરફ દોરી જાય છે.

Advertisment

દરરોજ એક જ સમય પર ઊંઘવા જાવ

દરરોજ એક જ ટાઇમ પર સૂવા અને જાગવાની આદત પાડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી શરીરની ઇન્ટરનલ ક્લોક યોગ્ય રહે છે. અનિયમિત સમયે ઊંઘવાથી વારંવાર ઊંઘ ઉડે છે છે અને સવારે થાક લાગે છે.

આ પણ વાંચો - કેળા ખાવાની આ 3 બેસ્ટ રીત, વજન ઘટાડવા માંગતા વ્યક્તિએ જરૂર અપનાવવી જોઈએ

ઊંઘતા પહેલા તમારા પગની માલિશ કરો

તમે સૂતા પહેલા તમારા પગની મસાજ પણ કરી શકો છો. પગની હળવી મસાજ ચેતાને આરામ આપે છે અને તણાવ ઘટાડે છે, જે રાત્રે સારી ઊંઘ તરફ દોરી જાય છે.

health tips જીવનશૈલી