પેટની ચરબી ડબલ ઝડપથી ઘટશે, બાબા રામદેવની આ 3 ટિપ્સથી થોડા જ દિવસોમાં દેખાશે અસર

Yoga Tips for Belly Fat: યોગ ગુરુ બાબા રામદેવે પેટની ચરબી ઘટાડવા માટે કેટલાક સરળ યોગ આસનો વિશે જણાવ્યું છે, જેને તમે ફોલો કરી શકો છો. બાબા રામદેવના મતે પેટની ચરબી ઘટાડવા માટે પવનમુક્તાસન ખૂબ જ અસરકારક યોગ આસન છે

Yoga Tips for Belly Fat: યોગ ગુરુ બાબા રામદેવે પેટની ચરબી ઘટાડવા માટે કેટલાક સરળ યોગ આસનો વિશે જણાવ્યું છે, જેને તમે ફોલો કરી શકો છો. બાબા રામદેવના મતે પેટની ચરબી ઘટાડવા માટે પવનમુક્તાસન ખૂબ જ અસરકારક યોગ આસન છે

author-image
Ashish Goyal
New Update
baba ramdev Belly Fat Tips

બાબા રામદેવની પેટની ચરબી ઘટાડવાની ટિપ્સ Photograph: (ફ્રીપિક)

Yoga Tips for Belly Fat : આજના સમયમાં પેટની ચરબી વધારવી એ સમગ્ર વિશ્વમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. તે લુક્સને તો બગાડે છે પરંતુ ઘણી બીમારીઓનું કારણ પણ બને છે. ખરાબ ખાનપાન, ફિઝીકલ એક્ટિવિટીનો અભાવ અને કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવાને કારણે પેટ પર ચરબી ઝડપથી જમા થવા લાગે છે.

Advertisment

લોકો વધતી જતી પેટની ચરબીને ઘટાડવા માટે અલગ-અલગ ઉપાયોને ફોલો કરે છે. યોગ ગુરુ બાબા રામદેવે પેટની ચરબી ઘટાડવા માટે કેટલાક સરળ યોગ આસનો વિશે જણાવ્યું છે, જેને તમે ફોલો કરી શકો છો.

પવનમુક્તાસન

બાબા રામદેવના મતે પેટની ચરબી ઘટાડવા માટે પવનમુક્તાસન ખૂબ જ અસરકારક યોગ આસન છે. દરરોજ આ આસન કરવાથી પેટમાં સંગ્રહિત ગેસને બહાર નીકળવામાં મદદ મળે છે અને પાચન પણ સારું રહે છે.

પવનમુક્તાસન કેવી રીતે કરવું?

પવનમુક્તાસન કરવા માટે સૌ પ્રથમ યોગ મેટ મુકી તમારી પીઠના બળે સૂઈ જાઓ. આ પછી બંને પગને વાળો અને ઘૂંટણને છાતી તરફ લાવો અને તેને તમારા હાથથી પકડો. હવે ધીમે ધીમે માથું ઊંચું કરો અને તેને ઘૂંટણથી સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. શરૂઆતમાં આ આસનને 20 થી 30 સેકન્ડ સુધી કરો અને પછી ધીમે ધીમે સમય વધારો.

Advertisment

ઉત્તાન પાદાસન

બાબા રામદેવના જણાવ્યા અનુસાર નાભિની આસપાસની ચરબી ઘટાડવા માટે ઉત્તાન પાદાસન એક સારું યોગ આસન છે. આ કરવા માટે તમારી પીઠ પર સૂઈ જાઓ અને બંને પગને એકસાથે સીધા ઉપર ઉઠાવો. હવે તેને 15-20 સેકન્ડ સુધી રોકી રાખો અને પછી ધીમે ધીમે તેને નીચે લાવો. આવું 3-5 વખત પુનરાવર્તન કરી શકાય છે.

પદ્મ ઉત્તાન મયુરાસન

પદ્મ ઉત્તાન મયુરાસનને પેટની ચરબી ઘટાડવા માટે અસરકારક યોગ આસન માનવામાં આવે છે. તેનો નિયમિત અભ્યાસ પાચનતંત્રને વધુ સારું રાખે છે. તે મેટાબોલિઝમને પણ મજબૂત બનાવે છે.

આ પણ વાંચો -  શિયાળામાં બનાવો ગુંદરના લાડુ, બાબા રામદેવે પાસેથી સરળ રીતે ઘરે બનાવવાની રીત શીખો

આ આસન કરવા માટે પહેલા પદ્માસનમાં બેસો. આ પછી બંને હથેળીઓને ઘૂંટણની નજીક જમીન પર મુકો. હવે ધીમે ધીમે હાથ પર દબાણ લગાવીને પગ સહિત આખા શરીરને ઊંચું કરવાનો પ્રયાસ કરો. શરીરનું સંતુલન જાળવી રાખો અને આ મુદ્રામાં થોડા સમય સુધી હોલ્ડ કરો.

(ડિસ્ક્લેમર: અહીં આવેલી વિગતો એકત્ર કરેલી માહિતીને આધારે રજૂ કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.

health tips જીવનશૈલી