/indian-express-gujarati/media/media_files/2025/12/27/walking-benefits-2025-12-27-17-33-58.jpg)
વોકને સૌથી સરળ અને અસરકારક કસરત માનવામાં આવે છે
Barefoot Walking vs Walking in Shoes Benefits : આજના ભાગદોડભર્યા જીવનમાં સ્વસ્થ અને ફિટ રહેવું એ કોઈ પડકારથી ઓછું નથી. ખરાબ ડાયેટ, કલાકો સુધી બેસી રહેવું અને ફિઝીકલ એક્ટિવિટીના અભાવને કારણે લોકો ઘણી બીમારીઓનો ભોગ બને છે. આ કિસ્સામાં ચાલવું એ સૌથી સરળ અને અસરકારક કસરત માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉઘાડા પગે ચાલવું અથવા શૂઝ પહેરીને ચાલવામાં કઈ રીત વધુ ફાયદાકારક છે?
ફિટનેસ ઇન્ફ્લુએંસર, ડોકટરો અને રિસર્ચના આ વિષય પર જુદા જુદા મંતવ્યો છે. કોલકાતાના સીએમઆરઆઈના ઓર્થોપેડિક સર્જન ડો.અયાન રોય પાસેથી જાણીએ કે બંનેના ફાયદા અને ગેરફાયદા શું છે અને કયો વિકલ્પ તમારા માટે યોગ્ય હોઈ શકે છે.
ઉઘાડા પગે ચાલવાના ફાયદા
ઉઘાડા પગે ચાલવાથી શરીરની કુદરતી હિલચાલને પ્રોત્સાહન મળે છે. જ્યારે આપણે પગરખાં વિના ચાલીએ છીએ, ત્યારે પગના નાના-નાના સ્નાયુઓ અને લિંગામેટ્સ વધુ સક્રિય બને છે. કોલકાતાના સીએમઆરઆઈના ઓર્થોપેડિક સર્જન ડો.અયાન રોયના જણાવ્યા અનુસાર ઉઘાડા પગે ચાલવાથી સંતુલન અને સ્થિરતા સુધરે છે, કારણ કે પગને જમીનનો સીધો અહેસાસ થાય છે.
રિસર્ચ જણાવે છે કે ઉઘાડા પગે ચાલવાથી ચાલ (ગેટ)માં સુધારો થાય છે અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. જર્નલ ઓફ ઇન્ફ્લેમેશનમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર દરરોજ થોડો સમય જમીન પર ઉઘાડા પગે ચાલવાથી શરીરમાં બળતરા ઓછી થઈ શકે છે. આ જ કારણ છે કે ઘાસ, માટી અથવા રેતી પર ઉઘાડા પગે ચાલવું તણાવ ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે.
આ ઉપરાંત વૃદ્ધોમાં ઉઘાડા પગે ચાલવું બેલેન્સ રિકવરી માટે ફાયદાકારક હોવાનું જણાયું છે. જોકે ધ્યાનમાં રાખવાની વાત એ છે કે લાંબા સમય સુધી ઉઘાડા પગે રહેવાથી પગ પર દબાણ વધી શકે છે. આપણા પગમાં કુદરતી કમાન હોય છે, જે શરીરના વજનને સંતુલિત કરે છે. જા સપાટી યોગ્ય ન હોય તો આ કમાનને અસર થઈ શકે છે.
ઉઘાડા પગે ચાલવામાં સાવધાની જરૂરી
ઉઘાડા પગે ચાલવું દરેક માટે સલામત નથી. જે લોકોને ડાયાબિટીસ, ન્યુરોપેથી, ફુટ ડિર્ફોમિટી કે જૂની ઇજાની સમસ્યા હોય તેઓએ તેને ટાળવું જોઈએ. ખરાબ કે પત્થરવાળી સપાટી પર ઉઘાડા પગે ચાલવાથી કાપ અને ચેપનું જોખમ વધે છે. તેથી જો તમારે ઉઘાડા પગે ચાલવું હોય તો સ્વચ્છ અને સલામત જગ્યા પસંદ કરો અને ધીમે ધીમે તેની આદત પડો.
શૂઝ પહેરીને ચાલવાના ફાયદા
હાલના વોકિંગ શૂઝ ફક્ત સ્ટાઇલ માટે જ નહીં પરંતુ સલામતી અને સપોર્ટ માટે ડિઝાઇન કરવામાં આવે છે. સારા શૂઝ પગને ઈજા, ગંદકી અને બેક્ટેરિયાથી બચાવે છે. સાથે તેઓ પગની કમાનને સપોર્ટ પૂરો પાડે છે અને ચાલતી વખતે લાગતા ઝટકાને ઓછો કરે છે. શૂઝ પહેરીને ચાલવાથી પગ પર દબાણ સમાનરૂપે વહેંચાઇ જાય છે, જે સ્ટ્રેસ ફેક્ચર સ્નાયુની ઇજાઓ અને ઘૂંટણના દુખાવાનું જોખમ ઘટાડે છે.
આ પણ વાંચો - આ 4 યોગાસનથી દિવસની શરૂઆત કરો, આખો દિવસ શરીરમાં એનર્જી રહેશે
જે લોકોને ફ્લેટ ફીટ, સંધિવા અથવા પ્લાન્ટર ફેશિયાઇટિસની સમસ્યા છે, તેમના માટે યોગ્ય પગરખાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. બહાર સડક, પાર્ક અથવા ટ્રેક પર વોક કરતા લોકો માટે પગરખાં પહેરવું વધુ સલામત માનવામાં આવે છે.
ઉઘાડા પગે ચાલવું કે શૂઝ પહેરીને કયો વિકલ્પ વધુ સારો?
તે સંપૂર્ણપણે તમારી ઉંમર, આરોગ્ય અને જરૂરિયાતો પર આધારિત છે. જો તમે મશલ્સ સ્ટ્રેન્થ, સંતુલન અને નેચરલ મૂલમેન્ટમાં સુધારો કરવા માંગતા હો, તો મર્યાદિત સમય માટે ઉઘાડા પગે ચાલવું ફાયદાકારક હોઈ શકે છે. પરંતુ તેને ધીમે ધીમે અપનાવવું જરૂરી છે.
જો તમે બહાર વોક કરો છો, તમારા પગમાં દુખાવો છે અથવા કોઈ મેડિકલ સમસ્યા છે, તો પગરખાં પહેરીને ચાલવું એ વધુ સારો અને સલામત વિકલ્પ છે. શ્રેષ્ઠ રીત એ છે કે બંનેને સંતુલિત રાખો, ઘરે અથવા ઘાસ પર થોડા સમય માટે ઉઘાડા પગે ચાલો અને બહાર જતી વખતે યોગ્ય શૂઝ પહેરો.
નિષ્કર્ષ
ઉઘાડા પગે અને શૂઝ સાથે ચાલવાથી બંનેના પોતાના ફાયદા છે. તે મહત્વનું છે કે તમે તમારા શરીરની જરૂરિયાતોને સમજો અને તે મુજબ નિર્ણયો લો. ધ્યાનમાં રાખો કે યોગ્ય રીત તે છે જે તમને તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યા વિના ફિટ રાખે છે.
ડિસ્ક્લેમર : આ વાર્તા સામાન્ય માહિતીના હેતુઓ માટે તૈયાર કરવામાં આવી છે. કોઈપણ પ્રકારના આરોગ્યમાં ફેરફાર અથવા આહારમાં ફેરફાર કરતા પહેલા, તમારા ડૉક્ટર અથવા લાયકાત ધરાવતા આરોગ્ય નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us