હાડકાંને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ જરુરી છે કે વિટામિન ડી, ડોક્ટર પાસેથી જાણો બન્નેનું યોગ્ય તાલમેલ

Calcium vs Vitamin D : મજબૂત હાડકાં માટે કેલ્શિયમ અને વિટામિન ડી નું સેવન ખૂબ જ મહત્વપૂર્ણ છે. શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડી જે રીતે કામ કરે છે તે અલગ છે

Calcium vs Vitamin D : મજબૂત હાડકાં માટે કેલ્શિયમ અને વિટામિન ડી નું સેવન ખૂબ જ મહત્વપૂર્ણ છે. શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડી જે રીતે કામ કરે છે તે અલગ છે

author-image
Ashish Goyal
New Update
Calcium vs Vitamin D

વિટામિન ડી અને કેલ્શિયમની યોગ્ય માત્રા લેવી ખૂબ જ જરૂરી છે Photograph: (pinterest)

Calcium vs Vitamin D : મજબૂત હાડકાં માટે કેલ્શિયમ અને વિટામિન ડી નું સેવન ખૂબ જ મહત્વપૂર્ણ છે. શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડી જે રીતે કામ કરે છે તે અલગ છે. નિષ્ણાંતોના મતે હાડકાંને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે આ બંને પોષક તત્વોનું સંતુલન ખૂબ જ જરૂરી છે. વિજ્ઞાન અનુસાર, કેલ્શિયમ અને વિટામિન-ડી બંને પાર્ટનર છે. 

Advertisment

કેલ્શિયમ એ હાડકાંની ઇંટ છે, જે તેમને એક રચના પ્રદાન કરે છે, જ્યારે વિટામિન-ડી એ ચાવી છે જેના વિના તમારું શરીર ખોરાકમાંથી કેલ્શિયમ શોષી શકતું નથી. જો તમે ઘણું કેલ્શિયમ ખાઓ છો પરંતુ શરીરમાં વિટામિન-ડી ઓછું હોય છે તો તે કેલ્શિયમ હાડકાં સુધી પહોંચવાને બદલે શરીરમાંથી બહાર નીકળી જાય છે.

કેલ્શિયમ અને વિટામિન ડી ની અલગ-અલગ ભૂમિકા

કેલ્શિયમ અને વિટામિન ડી ને ઘણીવાર એક સાથે લેવામાં આવે છે, પરંતુ શરીરમાં તેમની ભૂમિકા અલગ-અલગ હોય છે. તમને જણાવી દઈએ કે કેલ્શિયમ એક ખનિજ છે, જે હાડકાંની રચનાને મજબૂત બનાવે છે અને તેને મજબૂતી આપે છે. તેનો સીધો સંબંધ હાડકાની મજબૂતાઈ સાથે છે. વિટામિન ડી ની ભૂમિકા વિશે વાત કરો તો તે શરીરને કેલ્શિયમને યોગ્ય રીતે શોષવામાં મદદ કરે છે. જો વિટામિન ડી ની ઉણપ હોય તો કેલ્શિયમ લેવા છતાં શરીર તેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતું નથી.

કેલ્શિયમ હાડકાંનું નિર્માણ કરે છે અને તેમને મજબૂત બનાવે છે. જ્યારે વિટામિન ડી એ સુનિશ્ચિત કરે છે કે કેલ્શિયમ શરીરમાં યોગ્ય રીતે કામ કરે છે. ક્લિનિકલ ફાર્માસિસ્ટ અને અનુભવી હેલ્થ કન્ટેન્ટ રાઇટર ડો.ટી.કેયા બાઝિને એક લેખમાં સમજાવ્યું છે કે વિટામિન ડી અને કેલ્શિયમનું સંતુલિત સેવન કરવું મહત્વપૂર્ણ છે. આ બંનેનું કોમ્બિનેશનમાં સેવન કરવાથી વૃદ્ધોમાં ફ્રેક્ચરનું જોખમ ઓછું થઈ શકે છે. કોઇ એકની ઉણપથી હાડકાં નબળા અને બરડ થઈ શકે છે, જ્યારે વધુ પડતું લેવાથી આડઅસરો પણ થઈ શકે છે.

Advertisment

કેલ્શિયમ હાડકાંને કેવી રીતે મજબૂત બનાવે છે?

જો શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન મળે તો તે લોહીમાં કેલ્શિયમનું સ્તર જાળવવા માટે હાડકાંમાંથી કેલ્શિયમ લેવાનું શરૂ કરે છે. લાંબા સમય સુધી આમ થવાથી હાડકાં નબળા પડે છે અને ઓસ્ટિઓપોરોસિસનું જોખમ વધે છે. ઓસ્ટિયોપોરોસિસ એ હાડકાંનું ભંગાણ છે, જેના કારણે હાડકાં નબળા પડવા લાગે છે.

કેલ્શિયમના પ્રમુખ ફુડ સ્ત્રોત

કેલ્શિયમની ઉણપને પહોંચી વળવા માટે, તમારે આહારમાં દૂધ અને ડેરી ઉત્પાદનોનું સેવન કરવું જોઈએ. ફોર્ટિફાઇડ દૂધ, અનાજ અને નારંગીનું જ્યુસ, લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, કેળા, ટોફુ, ડબ્બાબંધ માછલી સાર્ડિન, સેલ્મોનનું સેવન કરો. વિટામિન ડી વિના કેલ્શિયમ લેવાથી તેનું શોષણ થતું નથી.

આ પણ વાંચો - ગાલને ગુલાબી બનાવવા માટે બીટરૂટમાંથી આ રીતે બનાવો ચિક ટિંટ, કુદરતી ગુલાબી રંગ આપશે

હાડકાં માટે વિટામિન ડી શા માટે મહત્વપૂર્ણ છે?

વિટામિન ડી ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે, જે શરીરમાં કેલ્શિયમનું શોષણ વધારે છે. જો વિટામિન ડી ની ઉણપ હોય તો કેલ્શિયમ લેવાથી કોઈ ફાયદો થતો નથી.

વિટામિન ડી ના સ્ત્રોત

શરીરમાં વિટામિન ડી ની ઉણપને પહોંચી વળવા માટે તમે તડકામાં બેસો. સૂર્યપ્રકાશ એ વિટામિન ડીનો શ્રેષ્ઠ અને સૌથી કુદરતી સ્ત્રોત છે. આહારમાં ફેટી ફિશ જેમ કે સેલ્મન, ટ્યૂના, મેકરેલ, ઇંડાની જરદી, ફોર્ટિફાઇડ દૂધ, જ્યુસ અને અનાજનું સેવન કરો. તમે તમારા ડોક્ટરની સલાહ મુજબ સપ્લીમેન્ટ્સ પણ લઈ શકો છો. જ્યાં સુધી આહારમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન હોય ત્યાં સુધી એકલા વિટામિન ડી અસરકારક નથી.

કેટલી માત્રાની જરૂર પડે છે?

નિષ્ણાંતોના મતે વિટામિન ડી અને કેલ્શિયમની યોગ્ય માત્રા લેવી ખૂબ જ જરૂરી છે.

વિટામિન ડી

70 વર્ષથી ઓછી ઉંમરના અને પુખ્ત વયના લોકો માટે દરરોજ 600 IU

કેલ્શિયમ

50 વર્ષ સુધીના લોકો માટે દરરોજ 1,000 થી 1,300 મિલિગ્રામ

જોકે ઉંમર, આરોગ્ય અને જીવનશૈલી અનુસાર જરૂરિયાત બદલાઈ શકે છે. સપ્લિમેન્ટ્સ શરૂ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

નિષ્કર્ષ

કેલ્શિયમ અને વિટામિન ડી બંને મજબૂત અને તંદુરસ્ત હાડકાં માટે એકબીજાને પૂરક બનાવે છે. એક ઉપર આધાર રાખવો યોગ્ય નથી. સંતુલિત આહાર, તડકામાં બેસવું અને જરૂર પડે તો ડૉક્ટરની સલાહ સાથે સપ્લિમેન્ટ્સ લેવું એ હાડકાના સ્વાસ્થ્ય માટે યોગ્ય ફોર્મ્યુલા છે.

(ડિસ્ક્લેમર : આ કહાની સામાન્ય જાણકારીના હેતુઓ માટે તૈયાર કરવામાં આવી છે. કોઈપણ પ્રકારનો સ્વાસ્થ્ય સંબંધી ફેરફાર અથવા આહારમાં ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો.)

health tips જીવનશૈલી