/indian-express-gujarati/media/media_files/2026/02/24/walk-benefits-2026-02-24-22-04-24.jpg)
રાત્રે જમ્યા પછી 1000 પગલા ચાલવાથી ઘણા ફાયદા થાય છે Photograph: (freepik)
Health News Gujarati : આજના ભાગદોડભર્યા જીવનમાં આરોગ્યની કાળજી રાખવી ખૂબ જ પડકારજનક બની ગઈ છે, કારણ કે કામમાં વ્યસ્ત રહેવાને કારણે ખાન-પાન બરાબર રહેતું નથી અને શારીરિક પ્રવૃત્તિ પણ ઘટી છે. જેના કારણે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ ઊભી થાય છે, પરંતુ ચાલવાથી અનેક બીમારીઓ સામે તો રક્ષણ મળે જ છે, સાથે સાથે શરીર પણ ફિટ રહે છે.
આવી સ્થિતિમાં જો તમે રાત્રે જમ્યા પછી માત્ર 1,000 ડગલાં જ ચાલો છો, તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. હૈદરાબાદની કામિનેની હોસ્પિટલના સિનિયર જનરલ ફિઝિશ્યન અને ડાયબિટોલોજિસ્ટ ડો.મુકશીથ કાદરીએ ડિનર બાદ ચાલવાના ફાયદા સમજાવ્યા છે.
ઘણા લોકો જમ્યા પછી ઊંઘી જાય છે અથવા કલાકો સુધી બેસી રહે છે. તેઓ જમ્યા પછી ચાલતા નથી, જેના કારણે પાચનતંત્રને લગતી સમસ્યાઓ થવા લાગે છે, કારણ કે ખોરાક યોગ્ય રીતે પચતો નથી. જોકે જમ્યા બાદ ઓછામાં ઓછા 1000 ડગલાં ચાલવાથી ફાયદો થાય છે.
હૃદય માટે ફાયદાકારક
રાત્રિભોજન પછી હળવું ચાલવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે. આ હૃદયને મજબૂત બનાવે છે અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે, જ્યારે સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે, જેથી કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટે છે.
વજન કંટ્રોલ
જમ્યા પછી ચાલવાથી વધારાની કેલરી બર્ન થાય છે, જેનાથી શરીરમાં વધારાની ચરબી ઉત્પન્ન થતી નથી. તેનાથી મેટાબોલિઝમ વધે છે અને શરીર એક્ટિવ રહે છે. જેનાથી વજન ઘટાડવામાં કે મેઇન્ટેનન્સમાં મદદ મળે છે. જમ્યા પછી ચાલવાની નિયમિત ટેવ તંદુરસ્ત જીવનશૈલીમાં મદદ કરે છે અને શરીરને સુધારે છે.
આ પણ વાંચો - મિક્સર ગ્રાઇન્ડર જારને ક્લિન કરવાની સરળ રીત, આ રીતે અંદર ફસાયેલી ગંદકી મિનિટોમાં દૂર થઈ જશે
પાચનમાં સુધારો
જમ્યા પછી ચાલવાથી જઠર અને આંતરડા ઉત્તેજિત થાય છે અને પાચનમાં મદદ મળે છે, જેથી પેટ ફૂલતા કે એસિડ રિફ્લક્સ થતું અટકે છે. તે પાચનતંત્રના માધ્યમથી આહારની ગતિને પ્રોત્સાહિત કરે છે, અસુવિધા ઓછી કરે છે અને આંતરડાના આરોગ્ય માટે પોષકતત્વોનું વધુ સારી રીતે શોષણ સુનિશ્ચિત કરે છે.
શુગર કંટ્રોલ કરવામાં અસરકારક
રાત્રે જમ્યા પછી ચાલવું એ ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરીને અને ગ્લુકોઝ સ્પાઇક્સ ઘટાડીને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ચાલવાથી શુગર વધવાનો ખતરો ઓછો થાય છે. આ સાથે જ શરીરમાં એનર્જી લેવલ જાળવી રાખવા અને મેટાબોલિઝમને જાળવી રાખવા માટે તે ખૂબ જ કારગર છે.
(ડિસ્ક્લેમર: અહીં આવેલી વિગતો એકત્ર કરેલી માહિતીને આધારે રજૂ કરવામાં આવી છે. ઉપયોગ કરતાં પૂર્વે તબીબી સલાહ આવશ્યક છે.)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us