/indian-express-gujarati/media/media_files/2026/02/24/clean-mixer-grinder-jar-2026-02-24-16-55-20.jpg)
મિક્સર ગ્રાઇન્ડર જારને ક્લિન કરવાની સરળ રીત જાણો Photograph: (Pinterest)
Mixer Cleaning Tips : રસોડામાં મિક્સરનો ઉપયોગ દરરોજ થાય છે. લાંબા સમય સુધી ઉપયોગને કારણે તે અંદરથી ગંદા થવા લાગે છે. તેના જાર અને ઢાંકણની અંદરના ભાગમાં ગંદકી જામી જાય છે જે સામાન્ય રીતે સાફ થતી નથી. મસાલા, પ્યુરી, પેસ્ટ અથવા ખીરું બનાવતી વખતે તેના છાંટા જારની દિવાલો અને બ્લેડ્સ પર ચોંટી જાય છે, જેને ઘણી વખત સાફ કરવા ખૂબ મુશ્કેલ હોય છે.
આવી સ્થિતિમાં જો તમારું મિક્સર ગ્રાઇન્ડર પણ ગંદુ થઈ ગયું છે અને તેના પર હઠીલા ડાઘ છે, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે કેટલીક ખાસ ટિપ્સને અનુસરીને તેને સરળતાથી સાફ કરી શકો છો. અહીં અમે તમારા માટે કેટલાક સરળ કિચન હેક્સ લાવ્યા છીએ, જેની મદદથી તમે મિક્સર જારને થોડી મિનિટોમાં પહેલાની જેમ ચમકદાર બનાવી શકો છો.
નવશેકા પાણીથી સાફ કરો
જો મિક્સર ગ્રાઇન્ડર સહેજ ગંદું હોય તો તમે તેને નોર્મલ રીતે સરળતાથી સાફ કરી શકો છો. આ માટે પહેલા પાણીને નવશેકું ગરમ કરો. હવે તેનાથી જારને ધોઈ લો. નવશેકું પાણીથી જાર પર લાગેલા કણોને ઢીલા થઇ જાય છે.
આ પછી તમે જારમાં એક કપ ગરમ પાણી રેડો અને તેમાં એક ચમચી લિક્વિડ ડિશવોશ નાખો અને ઢાંકણને બંધ કરો અને થોડા સમય માટે મિક્સર ચલાવો. આ રીતે અંદર અટવાયેલી ગંદકી અને ઓઇલી લેયર સરળતાથી સાફ કરી શકાશે.
આ પણ વાંચો - પંખા પર જામેલી ધૂળ અને ચિકાસને દૂર કરવા માટે આ રીત અપનાવો, પંખાને ચમકાવવામાં મદદ કરશે
બેકિંગ સોડા અને લીંબુનો ઉપયોગ કરો
જો મિક્સર ગ્રાઇન્ડર વધારે ગંદું થઈ ગયું છે, તો તમે તેને બેકિંગ સોડા અને લીંબુની મદદથી સરળતાથી સાફ કરી શકો છો. આ માટે જારમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરો અને તેમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરો. તેને લગભગ 10 મિનિટ માટે આ રીતે છોડી દો. હવે તેમાં થોડું પાણી ઉમેરો અને મિક્સર ચલાવો. તેનાથી ગંદકી સરળતાથી સાફ થઈ જશે. છેલ્લે તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us