/indian-express-gujarati/media/media_files/2026/02/23/clean-a-ceiling-fan-2026-02-23-17-29-01.jpg)
પંખામાંથી ધૂળ અને ચિકાશને સરળતાથી દૂર કરો Photograph: (Pinterest)
Cleaning ceiling fan hack : ગરમી હવે ધીમે-ધીમે શરુ થઇ રહી છે. આવી સ્થિતિમાં ઘરોમાં પંખા શરુ થઇ ગયા છે. શિયાળામાં પંખા બંધ હોવાને કારણે ઘણી વખત તેની સાફ-સફાઈની પણ અવગણના કરવામાં આવે છે. હવે જ્યારે પંખા ચાલી રહ્યા છે, ત્યારે તેને સાફ કરવા પણ ખૂબ જ જરૂરી છે.
આવી સ્થિતિમાં અહીં અમે તમને કેટલીક સરળ રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે ઓછા પ્રયાસમાં પંખા પર એકઠી થયેલી કાળી ધૂળ અને ચિકાશને દૂર કરી શકશો. તમને છતના પંખાને સાફ કરવામાં મુશ્કેલી પડશે નહીં. અમે તમારા માટે કેટલાક હેક્સ લાવ્યા છીએ, જેની મદદથી તમે મિનિટોમાં પંખામાંથી ધૂળ અને ચિકાશને સરળતાથી દૂર કરી શકશો. ચાલો તેના વિશે જાણીએ.
તકિયા કવર
પંખા પર જમા થયેલી ગંદકીને સાફ કરવા માટે તમે જૂના તકિયાના કવરનો ઉપયોગ કરી શકો છો. આ માટે પંખાની એક પાંખીયા પર તકિયાનું કવર દાખલ કરો. તે પછી તેને ધીમે ધીમે બહાર ખેંચો. આનાથી કવરની અંદરની બધી ધૂળ આવી જશે. જો પંખો બેડ અથવા સોફાની ઉપર લગાવવામાં આવેલા છે તો તે ગંદા પણ નહીં થાય.
ક્લીનિંગ ડસ્ટર
જો તમે ખુરશી અથવા ટેબલ પર ચઢ્યા વિના પંખાને સાફ કરવા માંગતા હોવ તો તમારે ક્લીનિંગ ડસ્ટરનો ઉપયોગ કરવો જોઈએ. આ તમને ગંદકી દૂર કરવામાં મદદ કરશે. આ માટે સૌ પ્રથમ એક ડોલમાં પાણી, સરકો અને ડિટર્જન્ટ મિક્સ કરીને દ્રાવણ તૈયાર કરો. તેમાં ડસ્ટરને પલાળીને નીચોડીને પંખાને સાફ કરો.
આ પણ વાંચો - માત્ર દૂધ જ નહીં, આ ખોરાક પણ કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોત છે, ચાર્ટ પરથી સમજો કઈ ઉંમરે કેટલું કેલ્શિયમ જરૂરી
સરકો અને પાણી
જો પંખા પર ખૂબ ચિકાશ અને ધૂળ હોય તો તમે સરકો અને પાણીથી દ્વાવણ બનાવી શકો છો અને તેને ચમકાવી શકો છો. સરકોમાં ડિટર્જન્ટ મિક્સ કરો. આ પછી થોડું પાણી ઉમેરો અને દ્વાવણ બનાવો. તેને પંખા પર લગાવો અને તેનો ઉપયોગ સ્ક્રબ તરીકે કરો. તેને થોડા સમય માટે પંખા પર રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી સાફ કરી લો.
લીંબુ અને ડિટર્જન્ટ
પંખો ચમકવા માટે તમે લીંબુ અને ડિટર્જન્ટનો ઉપયોગ કરો. નવશેકા પાણીમાં લીંબુ અને ડિટર્જન્ટ ઉમેરો. તેનાથી પંખો સાફ કરો. થોડી વાર પછી આ કપડાને પાણીમાં પલાળીને સાફ કરી લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us