/indian-express-gujarati/media/media_files/2026/02/28/joging-2026-02-28-22-29-54.jpg)
કસરત કરવાથી શરીર તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે Photograph: (freepik)
Self Caring In Weather Change : રાજ્યમાં હવામાન બદલાઇ રહ્યું છે. ઘણી જગ્યાએ માત્ર સવાર-સાંજ જ હળવી ઠંડી પડે છે અને બપોરે ગરમી વધી રહી છે. આવી ડબલ ઋતુમાં શરીરની ખાસ સંભાળ રાખવી પડે છે.
બદલાતી ઋતુમાં ઈમ્યુનિટી ઘણી વખત નબળી પડી જાય છે, જેના કારણે અનેક સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં, અમે તમારા માટે બદલાતી સિઝનમાં તમારા શરીરનું ધ્યાન રાખવા માટે કેટલીક ટીપ્સ લઈને આવ્યા છીએ. જેને તમે ફોલો કરી શકો છો અને તંદુરસ્ત રહી શકો છો.
ખાનપાન પર ખાસ ધ્યાન આપો
બદલાતી ઋતુમાં તમારે તમારા ખોરાક પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આ ઋતુમાં મોસમી ફળો અને શાકભાજી ખાવા શ્રેષ્ઠ છે. સાથે જ બદલાતી સિઝનમાં ઈમ્યુનિટીનો અભાવ જોવા મળે છે. આવી સ્થિતિમાં તમે તેને વધારવા માટે નારંગી, આમળા, લીંબુનું સેવન પણ કરી શકો છો. આ સિવાય હળદર, આદુ અને તુલસી જેવી વસ્તુઓને પણ તમે તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો.
પુષ્કળ પાણી પીવો
બદલાતી ઋતુમાં ઘણી વખત શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં તમારે તેની સાથે નિપટવા માટે પુષ્કળ પાણી પીવું જોઈએ. જેનાથી તમે બીમાર પડવાથી તો બચી જશો જ, સાથે સાથે શરીરનો કચરો પણ સરળતાથી બહાર કાઢવામાં મદદ મળશે.
આ પણ વાંચો - એક વાટકી દાળમાં કેટલી શક્તિ હોય છે? જાણો આ 5 દાળોની સંપૂર્ણ ન્યૂટ્રિશનલ પ્રોફાઇલ
કસરત માટે થોડો સમય કાઢો
કસરત કરવાથી શરીર તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે. તમે દરરોજ ઓછામાં ઓછા એક કલાક કસરત કરી શકો છો. આ ઉપરાંત યોગ, વોકિંગ અને મેડિટેશનને પણ તમે તમારી દિનચર્યામાં સામેલ કરી શકો છો. સાથે જ વહેલી સવારે સૂર્યપ્રકાશ લેવાથી ખૂબ લાભ થાય છે. તમે થોડો સમય તડકામાં પણ વિતાવી શકો છો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us