પીરિયડ્સ પહેલા બ્રેસ્ટમાં દુખાવો શા માટે થાય છે? કેવી રીતે ઘરે જ સારવાર કરી શકાય

health tips : માસિક ચક્ર (periods) દરમિયાન કેટલીક મહિલાઓને સ્તન (breast pain) માં દુખાવો થતો હોય છે, તેની પાછળનું કારણ શું છે? આ સમયે ઘરે જ ઉપચાર (Home Remedies) કેવી રીતે કરી શકાય? જુઓ તમામ વિગત

health tips : માસિક ચક્ર (periods) દરમિયાન કેટલીક મહિલાઓને સ્તન (breast pain) માં દુખાવો થતો હોય છે, તેની પાછળનું કારણ શું છે? આ સમયે ઘરે જ ઉપચાર (Home Remedies) કેવી રીતે કરી શકાય? જુઓ તમામ વિગત

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

પીરિયડ્સ પહેલા બ્રેસ્ટમાં દુખાવો કેમ થાય છે?

health tips : પીરિયડ એ સ્ત્રીઓમાં દર મહિને થનારી સાઈકલ છે, જેના લક્ષણો દરેક સ્ત્રીમાં અલગ અલગ હોય છે. માસિક ચક્રનો સમય દરેક સ્ત્રીમાં બદલાય છે, પરંતુ સરેરાશ ચક્રનો સમય લગભગ 24 થી 28 દિવસનો હોય છે. આ દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના હોર્મોનલ ફેરફાર થાય છે. કોઈ સ્ત્રી પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે, તો કોઈને પીઠમાં દુખાવો અને સ્તનમાં દુખાવો થવાની ફરિયાદ રહે છે.

Advertisment

કેટલીક મહિલાઓ પીરિયડ્સ દરમિયાન સ્તનમાં દુખાવાથી પરેશાન રહે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે, પીરિયડ્સ દરમિયાન મહિલાઓ બ્રેસ્ટમાં દુખાવાની ફરિયાદ શા માટે કરે છે. ચાલો જાણીએ કે પીરિયડ સાયકલ અને બ્રેસ્ટના દુખાવા વચ્ચે શું સંબંધ છે.

પીરિયડ સાઇકલ અને બ્રેસ્ટ પેઇન વચ્ચે શું સંબંધ છે?

નિષ્ણાંતોના મતે પીરિયડ દરમિયાન મહિલાઓના શરીરમાં થતા હોર્મોનલ બદલાવને કારણે મહિલાઓના બ્રેસ્ટમાં દુખાવો થાય છે. પીરિયડ્સ પહેલા મહિલાઓમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સનું સ્તર બદલાય છે, જેના કારણે સ્તનમાં દુખાવાની ફરિયાદ રહે છે. આ બંને હોર્મોન્સમાં ફેરફારને કારણે શરીરમાં ફેટી એસિડ્સ અસંતુલિત થવા લાગે છે, જેના કારણે બ્રેસ્ટમાં દુખાવાની સમસ્યા પણ થાય છે.

બ્રેસ્ટના દુખાવાથી છુટકારો મેળવવાના ઉપાયો

જો પીરિયડ દરમિયાન સ્તનમાં દુખાવો હંમેશા પરેશાન કરે છે, તો તમારે તેને બરફથી મસાજ કરો. બરફથી બ્રેસ્ટ પર માલિસ કરવાથી સ્તનના દુખાવામાં રાહત મળશે. જો તમારી પાસે આઈસ પેક નથી, તો તમે ટુવાલમાં બરફ મુકીને તેને કોમ્પ્રેસ પણ કરી શકો છો. દસ મિનિટ સુધી બરફથી માલિસ તમને સ્તનના દુખાવામાં રાહત આપશે.

Advertisment

દુખાવામાં રાહત માટે ચા અને કોફી લે છે

જો તમે સ્તનના દુખાવાની સારવાર કરવા માંગતા હોવ તો પીરિયડ દરમિયાન ચા અને કોફી લો. કેફીનનું સેવન દુખાવામાં રાહત આપવામાં કારગર સાબિત થાય છે.

તેલથી માલિશ કરો

જો તમે સ્તનમાં દુખાવાથી પરેશાન છો તો એરંડાના તેલ (દિવેલ) થી સ્તનની માલિશ કરો. તમે સ્નાન કરતા પહેલા આ તેલનો ઉપયોગ કરી શકો છો. ન્હાવાના એક કલાક પહેલા આ તેલથી સ્તન પર માલિશ કરો અને અડધા કલાક પછી હુંફાળા પાણીથી સ્નાન કરો, તમને દુખાવામાં રાહત મળશે. એરંડાના તેલમાં દુખાવો દૂર કરવાના ગુણ હોય છે.

આ પણ વાંચો - શું ગર્ભાવસ્થા દરમિયાન શારીરિક સંબંધ બનાવવાથી બાળકને નુકસાન થાય છે? જાણો ડૉક્ટર પાસેથી

આહારમાં વિટામિન ઈનું સેવન કરો

જો તમે પીરિયડ દરમિયાન સ્તનમાં દુખાવાથી પરેશાન છો, તો તમારે આહારમાં વિટામિન ઈ લેવું જોઈએ. કોળાના બીજ, સૂર્યમુખીના બીજ જેવા વિટામિન Eથી ભરપૂર પૌષ્ટિક ખોરાક લો. તેનું સેવન કરવાથી પાચન બરાબર થાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે.

health tips