જો તમે એક મહિના સુધી ખાંડ ખાવાનું બંધ કરો તો શરીર પર શું અસર પડે, એક્સપર્ટ પાસેથી જાણીએ

30 Days Sugar Detox : સફેદ ખાંડ એટલે કે રિફાઈન્ડ શુગર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. આવો એક્સપર્ટ પાસેથી જાણીએ કે એક મહિના સુધી રોજ ખાંડનું સેવન ન કરવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે

30 Days Sugar Detox : સફેદ ખાંડ એટલે કે રિફાઈન્ડ શુગર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. આવો એક્સપર્ટ પાસેથી જાણીએ કે એક મહિના સુધી રોજ ખાંડનું સેવન ન કરવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે

author-image
Ashish Goyal
New Update
Sugar

સફેદ ખાંડ એટલે કે રિફાઈન્ડ શુગર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે Photograph: (freepik)

30 Days Sugar Detox : આપણે દૈનિક આહારમાં જે ડાયેટનું સેવન કરીએ છીએ તે બધામાં ખાંડ સૌથી અનહેલ્ધી ફૂડ છે. સફેદ ખાંડ જે આપણે ઘણી રીતે ચા, કોફી, શરબત અને મીઠાઈમાં ખાઈએ છીએ. સફેદ ખાંડ એટલે કે રિફાઈન્ડ શુગર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. ખાંડમાં સુક્રોઝ હોય છે, જેનો ઉપયોગ શરીરમાં ઊર્જા તરીકે થાય છે.ખાંડનું સતત અને વધુ પડતું સેવન સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. 

Advertisment

ભારતીય યોગ ગુરુ, લેખક, સંશોધક અને ટીવી પર્સનાલિટી ડો.હંસા યોગેન્દ્રના જણાવ્યા અનુસાર જો તમે એક મહિના સુધી રિફાઇન્ડ ખાંડનું સેવન નહીં કરો તો તમને તમારા સ્વાસ્થ્ય પર ચમત્કારિક લાભ જોવા મળશે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે જો તમે ખાંડનું સેવન મર્યાદિત કરશો તો આ સ્વીટ તમને સ્વીટ ઊર્જા આપશે અને જો તમે વધુ સેવન કરશો તો તે તમારા શરીર માટે ઝેર બની જશે. આવો એક્સપર્ટ પાસેથી જાણીએ કે એક મહિના સુધી રોજ ખાંડનું સેવન ન કરવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે.

શરીરમાં જોવા મળશે આ ફેરફારો

જો તમે એક મહિના સુધી ખાંડનું સેવન નહીં કરો તો તમારા શરીરમાં એનર્જી લેવલમાં ફેરફાર થશે. એનર્જીના સ્તરમાં ઘટાડો થઈ શકે છે અને પાચન પર પણ અસર થઈ શકે છે. તમારું શરીર ધીમે ધીમે ખાંડના ઓછા સેવનને અનુકૂળ થશે. જો તમે ખાંડનું સેવન અચાનક બંધ કરી દો છો તો પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે બ્લોટિંગ અને અનિયમિત મળત્યાગ જેવી પરેશાની થઈ શકે છે.

બ્લડ સુગર સામાન્ય રહેશે

જો તમે એક મહિના સુધી ખાંડનું સેવન ન કરો તો તમારા લોહીમાં શુગરનું સ્તર સામાન્ય રહેશે. જે લોકોને ડાયાબિટીઝ છે, જો તેઓ આખો મહિનો ખાંડનું સેવન ન કરે તો તેમના શરીરમાં લોહીમાં શુગરનું પ્રમાણ સામાન્ય રહેશે. ડાયાબિટીસના દર્દીઓ માટે કાર્બ્સના સેવનથી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે છે.

Advertisment

શરીરની ચરબી અને પાણી રહેશે કંટ્રોલ

જો તમે એક મહિના સુધી રોજ ખાંડનું સેવન ન કરો તો તમારા શરીરની ચરબી અને શરીરનું પાણી નિયંત્રણ રહે છે. ખાંડ એ કાર્બ્સ છે જે શરીરમાં કેલરીની માત્રા વધારે છે, જે ચરબીના રૂપમાં શરીરમાં જમા થાય છે. આ ચરબી માત્ર વજન વધારે છે. ખાંડનું સેવન કરવાથી શરીરમાં વોટર રિટેન્શનનો ખતરો પણ વધી જાય છે, જેના કારણે શરીરમાં પાણીનું વજન વધુ રહે છે.

એક અઠવાડિયામાં મીઠાની ક્રેવિંગ થઈ જશે કંટ્રોલ

જો તમે એક અઠવાડિયા સુધી ખાંડનું સેવન ન કરો તો પછી તમારું ગળ્યું ખાવાની ક્રેવિંગ કંટ્રોલ થઈ જશે, જેથી તમે ગળી વસ્તુઓથી બચી શકો છો. એક અઠવાડિયા સુધી મીઠાઈ ન ખાવાથી એનર્જી લેવલ સ્થિર થવા લાગે છે.

આ પણ વાંચો - આ બીજની ફક્ત એક ચમચી લોહીનું પ્રમાણ વધારે છે, દાડમ કરતાં 300 ગણું વધારે હોય છે આયર્ન

માનસિક સ્થિતિ સુધારે છે

જો એક મહિના સુધી ખાંડનું સેવન ન કરવામાં આવે તો માનસિક સ્થિતિમાં પણ સુધારો થાય છે. તમે એકાગ્રતા સાથે વધુ સારી રીતે વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. ખાંડ ન ખાવાથી માનસિક સ્પષ્ટતા અને એકાગ્રતા સુધરે છે, જે દૈનિક કાર્યોનું સંચાલન કરવાનું સરળ બનાવે છે.

મૂડ સારો રહે છે

જો તમે એક મહિના સુધી ખાંડનું સેવન નથી કરતા તો તમારી મૂડ સ્વિંગ જેવી સમસ્યા કંટ્રોલમાં રહે છે. ખાંડનું ઓછું સેવન તમારા મૂડને પણ સારો કરે છે.

પાચનમાં સુધારો કરે છે

નિયમિત મળત્યાગ કરવાથી પાચન ઉપર પણ અસર પડે છે. વધુ સારી રીતે પાચનનો અર્થ એ છે કે કબજિયાત, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ નિયંત્રિત થાય છે. ખાંડનું ઓછું સેવન પાચનમાં સુધારો કરે છે અને બ્લોટિંગને કંટ્રોલ કરે છે.

health tips જીવનશૈલી