Healt Tips: રાતે 11 વાગ્યા પછી ઊંઘવાથી શરીર પર કેવી અસર થાય છે? જાણો ડોક્ટર પાસેથી

Side Effects Of Sleeping After Late Night: શરીર સ્વસ્થ રાખવા માટે સમયસર અને પુરતી ઊંઘ લેવી જરૂરી છે. આજકાલ લોકો રાતે મોડી સુધી જાગે છે, જેની સીધી અસર શરીરના આરોગ્ય પર થાય છે. ડૉ. અમિત સરાફે, રાતે 11 વાગ્યા પછી ઊંઘવાથી શરીર પર કેવી અસર થાય છે તેના વિશે જાણકારી આપી છે.

Side Effects Of Sleeping After Late Night: શરીર સ્વસ્થ રાખવા માટે સમયસર અને પુરતી ઊંઘ લેવી જરૂરી છે. આજકાલ લોકો રાતે મોડી સુધી જાગે છે, જેની સીધી અસર શરીરના આરોગ્ય પર થાય છે. ડૉ. અમિત સરાફે, રાતે 11 વાગ્યા પછી ઊંઘવાથી શરીર પર કેવી અસર થાય છે તેના વિશે જાણકારી આપી છે.

author-image
Ajay Saroya
New Update
Late Night Sleep Side Effects | Health Tips | sleeping disorders

Side Effects Of Sleeping After Late Night : રાતે મોડું ઊંઘવાથી શરીર પર પ્રતિકુળ અસર થાય છે. Photograph: (Freepik)

Late Night Sleep Side Effects On Body : ઊંઘ શરીર માટે બહુ જરૂરી છે. શરીર સાથે મગજને આરામ માટે દરરોજ 6 થી 7 કલાકની ઊંઘ લેવી આવશ્યક છે. જ્યારે લોકો વજન ઘટાડવાની ચર્ચા કરે છે, ત્યારે તેઓ સામાન્ય રીતે આહાર, કસરત અથવા ચાલવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કે, તેઓ ઘણીવાર ઊંઘના મહત્વને અવગણે છે, ખાસ કરીને રાતના 12 વાગ્યા પહેલાના સમયગાળાને. ઘણા લોકો મોડું જમે છે અને તેના કારણે ઊંઘવાનો સમય પણ મોડો હોય છે, જે તેમના પાચનતંત્રને અસર કરે છે, પરિણામ શરીરનું પણ પ્રભાવિત થાય છે. આનું એક મુખ્ય કારણ નબળી ઊંઘ છે," એવું થાણેની જ્યુપિટર હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન ડિરેક્ટર ડૉ. અમિત સરાફે જણાવ્યું.

Advertisment

અમારા IndianExpress.Com ને ડૉ. અમિત સરાફે જણાવ્યું હતું કે, શરીર એક બાયોલોજીક ઘડિયાળને અનુસરે છે. "રાત્રે 10:30 વાગ્યાની આસપાસ, એક કુદરતી તબક્કો શરૂ થાય છે જ્યાં પાચનતંત્ર ધીમું થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ ખુબ મોડે સુધી જાગે છે, તો તેનું શરીર તણાવમાં રહે છે, જેના કારણે કોર્ટિસોલ લેવલ વધે છે. જ્યારે રાત્રે કોર્ટિસોલ ઊંચું રહે છે, ત્યારે ખોરાકની ગુણવત્તાને ધ્યાનમાં લીધા વિના, ચરબીનો સંગ્રહ કરવો સરળ અને તેને બાળવાનું મુશ્કેલ બને છે. આ જ કારણ છે કે જે લોકો સારો આહાર જાળવે છે તેમને શરીરના વધતા વજનની સમસ્યાનો સામનો કરવો પડે છે.

શરીરની કુદરતી ચયાપચયની કામગીરી "સૌથી કાર્યક્ષમ રીતે રાત્રે 11 વાગ્યાથી સવારે 3 વાગ્યાની વચ્ચે થાય છે". "જો ઊંઘમાં વિલંબ થાય છે, તો મેટાબોલિક અસ્વસ્થતાનો સમયગાળો શરૂ થાય છે. તે બ્લડ શુગર લેવલને અસર કરે છે , ભૂખના હોર્મોન્સને ગૂંચવે છે અને બીજા દિવસે તૃષ્ણા વધારે છે,"  એવું ડૉ. સરાફે જણાવ્યું હતું.

તેમના મતે, મોડે સુધી જાગવાથી લેપ્ટિન અને ઘ્રેલિન જેવા હોર્મોન્સમાં ખલેલ પહોંચે છે, જે ભૂખ અને પેટ ભરેલું રાખવાની કામગીરી સંતુલિત કરવામાં મદદ કરે છે. "ઊંઘમાં વિલંબ થવાથી હોર્મોન્સ અસંતુલન થાય છે, જેના કારણે ભૂખ વધે છે, કાર્બોહાઇડ્રેટ્સની વધુ તૃષ્ણા થાય છે અને ભોજન કર્યા બાદ પણ સંતોષ ઓછો થાય છે. ઇન્સ્યુલિન સંવેદનશીલતા ઘટે છે, જેનાથી શરીર માટે ચરબીનો સંગ્રહ કરવાનું સરળ બને છે," ડૉ. સરાફે જણાવ્યું હતું. તેમના મતે નબળું ડિટોક્સ સવારે ભારેપણું, પાણી જાળવી રાખવું અથવા થાક સ્વરૂપે શરીર પર જોવા મળશે છે.

Advertisment

ડૉ. સરાફે કહે છે કે,, ધીમે ધીમે રાતે ઊંધનો સમય 11 વાગેનો કરવો મદદરૂપ થાય છે. સામાન્ય રીતે રાતે ઊંધવાના 2 થી 3 કલાક પહેલા જમવું આદર્શ રીત માનવામાં આવે છે. રાતે 11 વાગે પહેલા ઊંઘવાથી મોડી રાતની ભૂખ ઓછી કરવામાં મદદ કરી શકે છે. જે લોકો વારંવાર રાત્રે જાગે છે તેઓ સ્ક્રીનનો સમય ઓછો કરી, લાઇટ ઝાંખી કરી અને ઊંઘવાના સમય પહેલા ભારે ભોજન ખાવાનું ટાળવાથી ફાયદો થઈ શકે છે."

આ પણ વાંચો | એલિમિનેશન ડાયેટ શું છે? ક્યો ખોરાક તમારા શરીરને અનુકુળ છે કે નહીં? આ રીતે જાણો

આરોગ્યપ્રદ આહાર વિક્ષેપિત ઊંઘ ચક્રની ભરપાઈ કરી શકતો નથી . "રાત્રે 11 વાગ્યા પહેલાં ઊંઘી જવું ઘણીવાર ચયાપચય માટે શાંત પ્રવેગક તરીકે કામ કરે છે, તૃષ્ણાઓને સ્થિર કરે છે અને શરીરનું વજન નિંયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

હેલ્થ લાઇફસ્ટાઇલ