/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Healthy-meal-in-monsoon.jpg)
બાળકોનું રાત્રિભોજન થોડું હળવું હોવું જોઈએ. (તસવીર: Freepik)
વરસાદની સીઝનમાં બીમાર થવાનું જોખમ સૌથી વધુ હોય છે. આ ઋતુમાં લોકો તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ખાવાની ઇચ્છા રાખે છે. બાળકો આ બાબતોમાં કેવી રીતે પાછળ રહી શકે. જેના કારણે ખોરાક પર વધુ ધ્યાન આપવું પડે છે. સાથે જ બાળકોના શાળા માટે સ્વસ્થ ટિફિન કયું હોવું જોઈએ. આ દરેક માતા-પિતાની સૌથી મોટી સમસ્યા છે. તેઓ સમજી શકતા નથી કે ટિફિનમાં એવું શું હોવું જોઈએ જે તેમના બાળક માટે સ્વસ્થ હોય. એટલા માટે અમે તમને કેટલાક એવા સ્વસ્થ ખોરાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે તમારે તમારા બાળકના ટિફિનમાં રાખવા જ જોઈએ.
બસ ધ્યાનમાં રાખો કે વરસાદની ઋતુમાં બાળકોએ બહારનો ખોરાક, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. આનાથી તેઓ બીમાર થઈ શકે છે.
બાળકને દરરોજ ગ્રોથ માટે ઓછામાં ઓછા 70% પોષણ તત્વોની જરૂર હોય છે. જે સારા ખોરાક પર આધાર રાખે છે. જે મગજ અને યાદશક્તિને તીક્ષ્ણ બનાવવા ઉપરાંત સ્વસ્થ રાખે છે.
બાળકોનું ટિફિન આ પ્રકારનું હોવું જોઈએ
બાળકો માટે સવારનો નાસ્તો
સવારે તમે બાળકોના ટિફિનમાં ઉપમા, પોહા, સ્ટફ્ડ પરાઠા, સેન્ડવીચ અથવા સોજીમાંથી બનેલી કોઈપણ રેસીપી રાખી શકો છો. આ ફુડ્ય બાળકોને ટેસ્ટની સાથે સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
આ પણ વાંચો: સીધી ગેસની આંચ પર શેકેલી રોટલી ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ખતરનાક નુકસાન
બાળકો માટે લંચ
બપોરના સમયે બાળકોને લંચમાં સલાડ સાથે રોટલી, ભાત, દાળ, લીલા શાકભાજી આપો. બપોરનું ભાણું બાળકોને હેલ્ધી રાખશે. સાથે જ લીલા શાકભાજીમાં ઘણા પોષણ તત્વો હોય છે, લીલી ભાજીમાં ફાઈબર, વિટામિન્સ, આયર્ન, ફોલિક એસિડ, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્ત્વો હોય છે.
બાળકો માટે સાંજનો નાસ્તો
સાંજના સમયે બાળકો માટેનો નાસ્તો પણ સ્વસ્થ હોવો જોઈએ. સાંજના સમયે તમે બાળકોને બિસ્કિટ, દૂધ, મિલ્કશેક, જ્યુસ, ઈંડા આપી શકો છો.
બાળકો માટે રાત્રિભોજન
બાળકોનું રાત્રિભોજન થોડું હળવું હોવું જોઈએ. દાળ, રોટલી, શાકભાજી અને સલાડ આપો. આનાથી તેમને સંપૂર્ણ પોષક તત્વો મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us