/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/01/world-heart-day_file_759.jpg)
હાર્ટ એટેક જેવી બીમારીઓમાં ચાલવું અને દોડવા જેવી શારીરિક પ્રવૃત્તિઓ જોખમોને રોકવામાં ખૂબ મદદરૂપ છે.(Source: File Photo)
Anuradha Mascarenhas : હાર્ટ એટેકના જોખમથી બચવા માટે તમારે દરરોજ કેટલાં સ્ટેપ ચાલવા જોઈએ, 10,000 સ્ટેપ્સ ફિટનેસ માટે સુવર્ણ કહેવાય છે? એક નવા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે મોટાભાગે 60 થી વધુ વયના પુખ્ત વયના લોકો દરરોજ 6,000 અને 9,000 જેટલા સ્ટેપ્સ ચાલેતો તેમના કાર્ડિયોવેસ્ક્યુલર રોગ (CVD) ના જોખમને ઘટાડી શકે છે. તાજેતરમાં જર્નલ ‘સર્ક્યુલેશન’માં પ્રકાશિત થયું હતું કે, તેઓએ યુએસ અને અન્ય 42 દેશોના 20,000 થી વધુ લોકોના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું.
મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીના મુખ્ય લેખક, ડૉ. અમાન્દા પાલુચે જણાવ્યું છે કે દરેકે 1000 સ્ટેપ્સ ઉમેરાતા CVD જોખમમાં ઘટાડો થાય છે, આ અભ્યાસમાં સરેરાશ ઉંમર 63 વર્ષ હતી અને જૂથમાં 52 ટકા મહિલાઓ હતી. દરરોજ 2,000 સ્ટેપ્સ ચાલનારા લોકોની સરખામણીમાં, સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે દરરોજ 6,000 થી 9,000 પગલાંઓ વચ્ચે ચાલનારા લોકોમાં હૃદયરોગના હુમલા અને સ્ટ્રોક સહિત કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ 40 ટકાથી 50 ટકા ઓછું હતું. સંશોધકોએ જણાવ્યું છે કે, CVD ના જોખમને ઘટાડવા માટે દર્દીના સ્વાસ્થ્ય માટે દરરોજ સ્ટેપ્સનું પ્રોત્સાહન અને સ્ટેપ્સનું નિરીક્ષણ કરવું જરૂરી છે.
આ પણ વાંચો: ક્રિતી સેનન ફિટ રહેવા આ પડકારજનક વર્કઆઉટને કરે છે સરળતાથી
મુંબઈની રિહેબિલિટેશન એન્ડ સ્પોર્ટ્સ મેડિસિન, સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડો.આશિષ કોન્ટ્રાક્ટર, ડિરેક્ટર કહે છે કે, "આ સ્ટડી અન્ય ઘણા મોટા પાયાના અભ્યાસોના તારણોને સમાન છે, જે દર્શાવે છે કે 7,000-10,000 દરરોજ સ્ટેપ્સ સામાન્ય અને કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.જો કે તે મુશ્કેલ નથી, જો તમે ધ્યાન રાખો છો અને તમારી શારીરિક પ્રવૃત્તિ વધારવા માટે સભાન પગલાં લો છો, જેમ કે સીડી નો વધુ ઉપયોગ કરવો, તમારી કારને થોડી દૂર પાર્ક કરવી, નાના કામ માટે ચાલીને જવું, આવા સભાન પગલાં લો છો તો તમે તમારા લક્ષ્યને વિના પ્રયાસે પહોંચી શકો છો. એક અઠવાડિયા માટે દરરોજ 500 સ્ટેપ્સ વધારે ચાલવાનો પ્રયાસ કરો, આ ત્યાં સુધી કરો જ્યાં સુધી તમે તમારું લક્ષ્ય હાંસલ કરી લો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/01/pixabay_physical-fitness-heart-health_1200.jpg)
પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના માનદ પ્રતિષ્ઠિત પ્રોફેસર ડૉ કે શ્રીનાથ રેડ્ડી માને છે કે આ અભ્યાસએ સંદેશ આપે છે કે ચાલવું એ હૃદય અને રક્તવાહિનીઓને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક છે, જે પુરાવા પૂરા પાડે છે કે તે વૃદ્ધ લોકો માટે પણ ચાલવું સારું છે. “એક ડોઝ રિસ્પોન્સ રિલેશનશિપ દર્શાવવામાં આવી હતી, કારણ કે વ્યક્તિ દરરોજ 3000 સ્ટેપ્સથી 9000 સ્ટેપ્સ સુધી આગળ વધે છે. જ્યારે ચાલવું સામાન્ય કસરતનોજ ભાગ છે. જે હૃદયને ટ્રેનિંગ આપે છે, દિવસમાં 6,000 સ્ટેપ્સથી વધુ ચાલવાથી સ્નાયુઓમાં ઇન્સ્યુલિન પ્રતિકાર ઓછો થઈ શકે છે, હૃદય અને રક્ત વાહિનીઓને ફાયદો થાય છે,જ્યારે બળતરા (inflammation) ઓછી થાય છે. તે બ્લડ પ્રેશર અને શરીરના વજનને પણ નિયંત્રણમાં રાખી શકે છે. મોટી ઉંમરે અન્ય ફાયદાઓ પણ છે, જેમ કે કબજિયાત ન થવો, વધુ માનસિક સતર્કતા અને ડિપ્રેશનનું ઓછું જોખમ. બ્રિસ્ક વૉકિંગ અથવા તો પાવર વૉકિંગ, લગભગ 100 પગલાં પ્રતિ મિનિટની ઝડપે ચાલવું એ ખાસ કરીને ઉપયોગી છે.
આ પણ વાંચો: Winter Drinks: ખૂબ ઠંડી લાગે છે? આ પાંચ પીણાં દ્વારા શરીરને રાખો ગરમ
નવી દિલ્હી, AIIMS ના કાર્ડિયોલોજીના પ્રોફેસર ડૉ. અંબુજ રોયના જણાવ્યા અનુસાર, “અમે કહી શકીએ છીએ કે અભ્યાસ હૃદય અને મગજના હુમલાથી બચાવવામાં શારીરિક પ્રવૃત્તિની ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. કોઈપણ સ્તરની પ્રવૃત્તિ ફાયદાકારક છે અને દિવસમાં ઓછામાં ઓછા 15,000 સ્ટેપ્સ સુધી પ્રવૃત્તિની માત્રામાં વધારો કરી શકાય છે. કસરતના લાભ એ BP ઘટાડવાની દવાઓ અને સ્ટેટિન્સ જેવી સ્થાપિત થેરાપીની સમાન જ છે.
કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ,ડૉક્ટર ભૂષણ બારી કહે છે કે શારીરિક પ્રવૃત્તિ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેમાં કોઈ અતિરેક નથી. “આ અભ્યાસ એવા લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે જેઓ ઘરેથી કામ કરી રહ્યા છે અને ચાલવા માટે બિલકુલ સમય મળતો નથી. 1,000 થી 2,000 પગલાંનો નાનો વધારો પણ ઘણી મદદ કરી શકે છે. ડાયાબિટીસ, હાયપરટેન્શન અને ડિસ્લિપિડેમિયા જેવા જોખમ ધરાવતા વ્યક્તિઓને પણ મદદરૂપ થાય છે. “તે કહે છે. “ત્યાં અસંખ્ય અભ્યાસો છે જે દર્શાવે છે કે ચાલવું અને દોડવા જેવી શારીરિક પ્રવૃત્તિઓ બીમારિઓના જોખમોને રોકવામાં ખૂબ મદદરૂપ છે. તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે કોઈપણ શારીરિક પ્રવૃત્તિ હૃદયના ધબકારા વધારશે. પ્રવૃત્તિ દરમિયાન હૃદયના ધબકારા 100 થી વધુ હોય તો કાર્ડિયાક આઉટપુટ અને રક્ત પરિભ્રમણમાં વધારો થશે. આનાથી બ્લડ સુગર અને ટ્રાઇગ્લિસેરાઇડ્સ અને કોલેસ્ટ્રોલ જેવા ચરબી બનાવનારા એજન્ટોનો વપરાશ થશે,” હાર્ટ લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. સંજીવ જાધવે કહ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us